ગુંડાગીરી:નેતાજીના સગાએ ડૉક્ટરને ક્લિનિકની બહાર કાઢી લાફા ઝીંકી દીધા, પોલીસ મુકદર્શક બની રહી

એક વર્ષ પહેલા

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ડૉક્ટરને માર માર્યાની ઘટના સામે આવી છે. અહીં પૂર્વ સાંસદ અતિક અહમદના સંબંધીએ કેટલાક લોકો સાથે મળીને ડૉક્ટરને તેના ક્લિનીકની બહાર કાઢી માર માર્યો હતો. એટલું જ સાંસદના સંબંધીએ ડૉક્ટરે લાફા ઝીંકી ગડદાપાટુંનો પણ માર માર્યો હતો. આ દરમિયાન ડૉક્ટર ગુંડાઓથી બચવા માટે ત્યાંથી ભાગી ગયાં હતાં. ડૉક્ટરે આ ઘટના અંગે ફરિયાદ કરી છતાં પોલીસે આરોપીઓ સામે જરા પણ કાર્યવાહી કરી નથી. મહત્ત્વનું છે કે, કોરોનાકાળમાં ડૉક્ટર દર્દીની સારવાર કરતાં હતાં. જેનાથી આરોપી નારાજ હતો અને ડૉક્ટરને ક્લિનીક બંધ કરવાની વારંવાર ધમકી આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...