તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Nestled In A Mountain Range, Darkened And Seated In A 35 foot deep Cave, Mother Sarsi

રાજસ્થાનના અદ્ભૂત ગુફા મંદિરનો ફોટો:પર્વતો વચ્ચે સાંકળી, અંધારપટ અને 35 ફૂટ ઊંડી ગુફામાં બિરાજમાન છે માતા સરેસી

રેવદર(સિરોહી)7 દિવસ પહેલાલેખક: નરેશ દવે
  • કૉપી લિંક

આ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં સેલવાડા સ્થિત પર્વતો વચ્ચે ગુફામાં બિરાજમાન સરેસી માતાનું મંદિર છે. આ મંદિર 300થી વધુ વર્ષ જૂનું છે પણ ગુફા મંદિરના દર્શન આજ દિવસ સુધી અનેક લોકો કરી શક્યા નથી. કારણ મંદિર ગુફામાં આશરે 35 ફૂટ અંદર સાંકળી જગ્યામાં સ્થિત છે. અહીં માતા ચામુંડાના રૂપમાં સરેસી માતા બિરાજમાન છે. ભાસ્કર રિપોર્ટર ગુફામાં ગયા. ત્યાં સુધી પહોંચવું સરળ નહોતું. ખૂબ જ અંધારપટ ગુફા અને નાના નાના 250 પગથિયાં. ન તો વીજળી અને ન તો રોશની. સાપ, વિંછી સાથે સેંકડો ચામાચિડીયા. જેવો જ ફોટો ક્લિક કર્યો તો રોશનીથી ચામાચિડીયાનું ઝૂંડ કેમેરા સામે આવી ગયું. અનેક પ્રયાસો બાદ આ ફોટો ક્લિક થઈ શક્યો.

ગુફામાં પહોંચવું મુશ્કેલ હતું એટલા માટે મંદિર બહાર બનાવડાવ્યું
ગુફા મંદિરમાં પહોંચવું અત્યંત મુશ્કેલ છે. એવામાં માતા સરેસીના ભક્તોને દર્શન કરવામાં સરળતા રહે એટલા માટે મહંત રાજભારતીએ દાનદાતાઓની મદદથી ગુફાની બહાર જ માતાના મંદિરનું નિર્માણ કરાવ્યું. ગામના માધોસિંહ દેવડા જણાવે છે કે સેલવાડાનું ગુફા મંદિર 300 વર્ષ કરતાં વધુ જૂનું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો