તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nestle, The Company That Manufactures Maggie, Admits That 30% Of Its Products Are Unhealthy

શું તમે મેગી ખાઓ છો?:કંપની નેસ્લેએ સ્વીકાર્યું કે તેમની વૈશ્વિક પ્રોડકટ્સ પોર્ટફોલિયોમાં સામેલ 30% પ્રોડકટ્સ સ્વાસ્થ્ય માટે જોખમી છે

નવી દિલ્હી4 દિવસ પહેલા
  • પહેલા એક રિપોર્ટમાં પણ કહેવાયું હતું કે નેસ્લેનાં 60% ઉત્પાદનો જરૂરી માપદંડો ધરાવતાં નથી

ભારતીય બજારમાં સૌથી પસંદગીની ફૂડ પ્રોડક્ટ મેગી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે મેગી સહિત નેસ્લેની 60 ટકા ફૂડ પ્રોડક્ટ્સ અને ડ્રિક્સ આરોગ્યપ્રદ નથી. હવે નેસ્લે પોતે પણ એવું માને છે કે તેમની વૈશ્વિક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ 30 ટકા પ્રોડક્ટ બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં આવે છે.

આ પ્રોડક્ટ્સ વિવિધ દેશના કડક આરોગ્ય માપદંડોમાંથી પાર પડી શકી નથી. રિપોર્ટના જણાવ્યા મુજબ, કંપનીનાં કેટલાંક ઉત્પાદનો એવાં પણ છે જે પહેલેથી જ આરોગ્યપ્રદ નથી અને એમાં સુધારા પછી પણ એ બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં જ રહ્યાં છે. કિટ કેટ અને મેગીનું ઉત્પાદન કરતી નેસ્લે ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની ગ્રાહકોના આરોગ્યનું ધ્યાન રાખે છે. આગામી દિવસોમાં કંપની ગ્રાહકો સાથે પોતાનું જોડાણ વધારશે.

હાલમાં જ એક ઇન્ટર્નલ રિપોર્ટમાં નેસ્લેનાં ઉત્પાદનો અંગે સવાલ ઉઠાવાયો હતો. આ પોર્ટફોલિયો એનાલિસિસમાં કંપનીના માત્ર અડધા વૈશ્વિક વિચારને સામેલ કરાયું હતું. એમાં પ્રોડક્ટની અનેક અગ્રણી શ્રેણીને સામેલ કરાઈ નહોતી. જોકે પ્રવક્તાએ એ વાતનો ખુલાસો કર્યો નહોતો કે કંપનીના ભારતીય પોર્ટફોલિયોમાં કેટલા ટકા ઉત્પાદનો આરોગ્યપ્રદ અને બિન આરોગ્યપ્રદની શ્રેણીમાં આવે છે. તેમ છતાં પ્રવક્તાએ દાવો કર્યો હતો કે જવાબદાર કંપની તરીકે તેઓ પોતાના ગ્રાહકોને પારદર્શક રીતે વિવિધ માહિતીથી અવગત કરાવતા રહેશે.

નિયમ કડક હોય તો નેસ્લેનાં મોટા ભાગનાં ઉત્પાદનો અનહેલ્ધીઃ ડૉ. ગુપ્તા
ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્કના રીઝનલ કોઓર્ડિનેટર ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે નેસ્લે તેનાં ઉત્પાદન પર એ વાતનો ઉલ્લેખ કેમ નથી કરતી કે એ આરોગ્યપ્રદ છે કે બિનઆરોગ્યપ્રદ. દૂધ સિવાય કોઈપણ બે ઉત્પાદનનું મિશ્રણ કરવાથી ખાદ્યપદાર્થ અલ્ટ્રા પ્રોસેસ થાય છે. વૈશ્વિક ગાઈડલાઈન્સ મુજબ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે, પરંતુ ભારતમાં આ અંગે હજુ સુધી કોઈ નિયમ નથી, એટલે કંપનીઓ એનો ફાયદો લે છે.

અન્ય સમાચારો પણ છે...