• Home
  • National
  • Nepal Army seeks permission from government to invest in major commercial projects, hands over draft amendment to Army Act

નેપાળની સેનાને કમાણીની ચિંતા / નેપાળની સેનાએ સરકાર પાસે મોટા કોમર્શિયલ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની મંજૂરી માંગી, આર્મી એક્ટમાં બદલાવનો ડ્રાફ્ટ સોંપ્યો

નેપાળની સેનાએ સરકાર પાસે મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટેની મંજૂરી માંગી છે. આ માટે એક ડ્રાફ્ટ પણ સરકારને સોંપી દીધો છે. (ફાઈલ)
X

  • નેપાળની સેના ઘણા વર્ષોથી બિઝનેસમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહી છે
  • હાલમાં નેપાળ આર્મી એક્ટ (2006) અંતર્ગત સેના કંપનીઓ, એન્ટરપ્રાઇઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકતી નથી

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 06:28 PM IST

કાઠમાંડૂ. નેપાળની સેના પોતાના વેલ્ફેર ફંડથી મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરીને નફો કમાવવા માગે છે. તેના માટે આર્મીએ સરકારના મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મંજૂરી માંગી છે. નેપાળની સેનાએ હાલના આર્મી એક્ટમાં બદલાવનો ડ્રાફ્ટ પણ સરકારને સોંપી દીધો છે. ખરેખર નેપાળની સેના ઈચ્છે છે કે તેને બિઝનેસ પ્રમોટરનો રોલ પણ મળે.

નેપાળની સેના ઘણા વર્ષોથી બિઝનેસમાં દખલ કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ, હાલના આર્મી એક્ટના કારણે તે સંભવ નથી. જો સરકાર તરફથી ડ્રાફ્ટને મંજૂરી મળશે તો સેના હાઈડ્રોપાવર જેવા મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકશે.

અત્યારે સેના મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી શકતી નથી

નેપાળ આર્મી એક્ટ (2006) અંતર્ગત સેના કંપનીઓ, એન્ટરપ્રાઇઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા પ્રોજેક્ટમાં રોકાણ નથી કરી શકતી નથી, પણ નાના કે મધ્યમ કદના બિઝનેસમાં તેમની કેટલીક ભાગીદારી છે. હાલમાં ગેસ સ્ટેશન, સ્કૂલ, મેડિકલ કોલેજ, પાણીની બોટલના કેટલાક પ્રોજેક્ટ તેમની પાસે છે. આર્મીએ કાઠમાંડુ-તરાઈ એક્સપ્રેસ- વે અને કેટલાક અન્ય કન્ટ્રક્શન પ્રોજેક્ટ પણ પૂર્ણ કર્યા છે. તેના લીધે તેમની ટીકા પણ થઇ રહી છે.

નફો કમાવવાના આરોપોને નકાર્યા

નેપાળના સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સેનાએ બિઝનેસમાં ભાગીદારી વધારવી જોઈએ નહીં. તેનું કામ દેશની સુરક્ષા કરવાનું છે. જો સેના વેપાર કરશે તો તેની અસર તેના મુખ્ય કામ પર થશે તે નક્કી જ છે. નેપાળના કેટલાક સિવિલ એક્ટિવિસ્ટનું કહેવું છે કે મુશ્કેલીના સમયમાં સેનાને કેટલાક રસ્તાઓ બનાવવાની જવાબદારી સોંપાઈ હતી. અત્યારે પરિસ્થિતિ બદલાઇ છે, છતાં પણ સેના મોટા પ્રોજેક્ટ્સ પડાવવા માંગે છે.બીજી તરફ સેનાનું કહેવું છે કે તેનો હેતુ નફો મેળવવાનો નથી પરંતુ લોકોની ભલાઈ કરવાનો છે.

નેપાળની સેનાનું વેલ્ફેર ફંડ

નેપાળની સેનાનું વેલ્ફેર ફંડ વર્ષ 1975માં બનાવવામાં આવ્યું હતું. અત્યારના સમયમાં ફંડમાં 3436 હજાર કરોડ રૂપિયા છે. આ રકમ અલગ-અલગ બેંકોમાં જમા છે. કુલ 430 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેને સંયુક્ત રાષ્ટ્રનું પીસ કીપીંગ મિશન પણ નોંધપાત્ર ભંડોળ પૂરું પાડે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી