તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Neither The Struggle Will Stop Nor Life, See How The Farm And Home Being Handled By The Ladies Of The Agitating Farmers In Punjab Protest At Delhi Border

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોએ દિલ્હી બોર્ડર, મહિલાઓએ ખેતર સંભાળ્યાં:મહિલાઓ પાવડા-કોદાળી લઈને ખેતરોમાં ઊતરી, જેથી ન આંદોલન નબળું પડે-ન પાક; જુઓ તસવીરો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘરના પુરુષો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે, તેથી પટિયાલાની અગેતા ગામની વૃદ્ધા સિંદર કૌર અને મહિન્દર કૌર પાવડા લઈને ખેતરનું કામ કરે છે. - Divya Bhaskar
ઘરના પુરુષો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે, તેથી પટિયાલાની અગેતા ગામની વૃદ્ધા સિંદર કૌર અને મહિન્દર કૌર પાવડા લઈને ખેતરનું કામ કરે છે.

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 9મો દિવસ છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને ઘરની મહિલાઓ હાલ ખેતર સંભાળી રહી છે. પહેલાં આ જવાબદારી ઘરના પુરુષો નિભાવતા હતા. ન ઘર સૂનું છે, ન ખેતર. પટિયાલાના અગેતા ગામની આ તસવીરોમાં જુઓ, મહિલાઓએ કેવી રીતે ગામમાં મોર્ચો સંભાળ્યો છે...

મહિલાઓ બળદગાડીમાં છે અને દિલ્હી બોર્ડર પર તેમના ઘરના પુરુષો ટ્રક-ટ્રેક્ટરોમાં, લડાઈ બંને જગ્યાએ ચાલુ છે.
મહિલાઓ બળદગાડીમાં છે અને દિલ્હી બોર્ડર પર તેમના ઘરના પુરુષો ટ્રક-ટ્રેક્ટરોમાં, લડાઈ બંને જગ્યાએ ચાલુ છે.

ગામની ભારતીય કિસાન યુનિયનના નેતા હરવિંદર સિંહ સાથીઓ સાથે બહાદુરગઢના ટીકરી બોર્ડર પર ધરણાં કરી રહ્યા છે. તેમની સાથે જ ગામના 10 પરિવારોના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. જોકે ગામમાં પુરુષોની ગેરહાજરીથી કઈ અટક્યું નથી. પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવાની હોય કે ખેતીની જવાબદારી, મહિલાઓએ અહીં બધું સંભાળી લીધું છે.

અગેતાની આ મહિલાઓ ખેતરોમાં પશુઓ માટે ચારો લેવા ગઈ છે. થોડા દિવસ પહેલાં આ કામ ઘરના પુરુષો કરતા હતા.
અગેતાની આ મહિલાઓ ખેતરોમાં પશુઓ માટે ચારો લેવા ગઈ છે. થોડા દિવસ પહેલાં આ કામ ઘરના પુરુષો કરતા હતા.

સિંદર કૌર, મહિન્દર કૌર, પરમજિત કૌર, શરણજિત કૌર, તેજ કૌર, જસવિંદર કૌર અને મુખ્તિયાર કૌર સિવાય અન્ય મહિલાઓ પણ સવારે ચાર વાગ્યાથી ખેતીવાડીનાં કામમાં જોડાઈ જાય છે. તેઓ પણ સવારે સિંચાઈ કરવી, ખાતર નાખવું જેવાં વગેરે કામ કરી રહી છે. સિંદર કૌર અને મહિન્દર કૌર કહે છે કે પરિવારના લોકો હકની લડાઈ લડી રહ્યા છે તો અમારે પણ આ સંઘર્ષમાં પાછળ ન રહેવું જોઈએ, તેથી અમે ખેતીની જવાબદારી સંભાળી લીધી છે.

મહિલાઓનું કહેવું છે કે બધી જવાબદારી સંભાળવાનો થાક નથી લાગતો, કેમ કે દૃઢ નિશ્ચય છે.
મહિલાઓનું કહેવું છે કે બધી જવાબદારી સંભાળવાનો થાક નથી લાગતો, કેમ કે દૃઢ નિશ્ચય છે.
ખેતરમાં દરેક ઉંમરની મહિલાઓ મહેનત કરી રહી છે, એક તસવીરમાં એક વૃદ્ધા પાવડા સાથે દેખાય છે.
ખેતરમાં દરેક ઉંમરની મહિલાઓ મહેનત કરી રહી છે, એક તસવીરમાં એક વૃદ્ધા પાવડા સાથે દેખાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો