સુપ્રીમકોર્ટનું ગ્રીન સિગ્નલ:NEET-PGમાં 27% OBC અને 10% EWS આરક્ષણ ચાલુ રહેશે, 2021-22ના સત્ર માટે સુપ્રીમની મંજૂરી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમકોર્ટે નીટ પીજી કાઉન્સેલિંગ વિશે એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે 27% ઓબીસીને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે અમે ઓબીસી આરક્ષણને મંજૂરી આપી રહ્યા છે. કાઉન્સેલિંગ તરત શરૂ કરવાની જરૂર છે. એની સાથે 10% EWS આરક્ષણ પણ રાખવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટના આ નિર્ણયથી ડોક્ટરોએ ખુશી વ્યક્ત કરી છે.

સુપ્રીમકોર્ટે આ સત્ર માટે ચાલુ આરક્ષણને મંજૂરી આપતાં કહ્યું હતું કે આગામી સેશન માટે કોટા સીટો પર આરક્ષણ મુદ્દે કોર્ટ માર્ચ મહિનામાં સુનાવણી કરશે.

રેસિડન્સ ડોક્ટર્સને રાહત મળી
કોર્ટના નિર્ણય પછી નીટ પીજી કાઉન્સેલિંગ અને એડમિશનનો રસ્તો સરળ થઈ ગયો છે. નોંધનીય છે કે ઘણા લાંબા સમયથી રેસિડન્સ ડોક્ટર્સે કાઉન્સેલિંગ શરૂ કરવાની માગણી સાથે પ્રદર્શન કર્યાં હતાં. MCC ટૂંક સમયમાં જ કાઉન્સેલિંગની તારીખો જાહેર કરશે.
પોતાના નિર્ણયમાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કાઉન્સેલિંગની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ. આ રાષ્ટ્રહિતમાં છે, કારણ કે દેશમાં હાલ રેસિડન્સ ડોક્ટર્સની ખૂબ અછત છે.

પાન્ડે સમિતિનો રિપોર્ટ સ્વીકાર્યો
કોર્ટમાં બેન્ચે કહ્યું હતું કે અમે પાંડે સમિતિનો રિપોર્ટ સ્વીકારીએ છીએ. કાર્યાલયમાં આપવામાં આવેલી નીટ 2021ની જાહેરાત અધિસૂચના પ્રમાણે નીટ પીજી અને યુજીનું કાઉન્સેલિંગ આયોજિત કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે નીટ પીજી અને યુજી માટે ઈડબ્લ્યુએસની ઓળખ માટે નક્કી કરેલા માપદંડોનો ઉપયોગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...