તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Number Of Patients Was Close To 94 Lakh, With More Than 5,000 Infected In 24 Hours In Maharashtra And Kerala

કોરોનાનો કહેર:દર્દીઓનો આંકડો 94 લાખની નજીક, 24 કલાકમાં મહારાષ્ટ્ર અને કેરળમાં 5 હજારથી વધુ સંક્રમિતો નોંધાયા

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ફોટો મુંબઈનો છે. શનિવારે BMCના હેલ્થવર્કર ઘરે-ઘરે જઈને લોકોના એન્ટીજન ટેસ્ટ કરતા જોવા મળ્યા. - Divya Bhaskar
આ ફોટો મુંબઈનો છે. શનિવારે BMCના હેલ્થવર્કર ઘરે-ઘરે જઈને લોકોના એન્ટીજન ટેસ્ટ કરતા જોવા મળ્યા.

દેશમાં કોરાનાના દર્દીઓનો આંકડો 93 લાખ 93 હજાર 039 થઈ ગયો છે. તેમાંથી 4 લાખ 52 હજાર 996 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે 88 લાખ 01 હજાર 161 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1 લાખ 36 હજાર 733 થઈ ગઈ છે.

છેલ્લા 24 કલાકની અંદર મહારાષ્ટ્ર અને કેરળ એવા રાજ્યો રહ્યાં જ્યાં લગભગ 6 હજાર, જ્યારે પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં લગભગ 4 હજાર સંક્રમિત મળ્યા છે. આ પહેલા શનિવારે 11 રાજ્યોમાં રિકવરીથી વધુ નવા કેસ વધવાની વાત પ્રકાશમાં આવી હતી. એનો અર્થ એ થયો કે આ રાજ્યોમાં એક વખત ફરી એક્ટિવ કેસ વધવા લાગ્યા છે.

4 રાજ્યો એવાં રહ્યાં, જ્યાં કોરોનાની બીજી લહેર
તેમાં 4 રાજ્યો એવા પણ છે જ્યાં કોરોનાની બીજી લહેર છે. ઓછામાં ઓછા આંકડાઓ આ તરફ ઈશારા કરી રહ્યાં છે. આ રાજ્યોમાં એક્ટિવ કેસ છેલ્લા દિવસોની સરખામણીએ વધી રહ્યાં છે. તેમાં સૌથી વધુ રાજસ્થાનમાં સતત 21 દિવસથી એક્ટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે.

મધ્યપ્રદેશમાં 12 દિવસ અને ગુજરાતમાં 9 દિવસથી એક્ટિવ કેસ વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર પણ હવે આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. અહીં પણ સતત 7 દિવસથી એક્ટિવ કેસમાં વધારો નોંધાયો છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 2011, રાજસ્થાનમાં 881, ગુજરાતમાં 203, મધ્યપ્રદેશમાં 478 એક્ટિવ કેસ વધ્યા છે.

વિશ્વનો બીજો દેશ ભારત, જ્યાં સૌથી વધુ દર્દીઓ મળી રહ્યાં છે
ભારત પ્રત્યેક દિવસે મળનારા કોરોનાના દર્દીઓના મામલામાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. અહીં પ્રત્યેક દિવસે 35-44 હજાર લોકો સંક્રમિત મળી રહ્યાં છે. એક સપ્તાહ સુધી ભારત 4 અને 5માં નંબરે હતો. અમેરિકા આ મામલામાં ટોપ પર છે. અહીં પ્રત્યેક દિવસે 1 લાખથી વધુ કેસ મળી રહ્યાં છે. ભારત હવે વિશ્વનો 8મો દેશ થઈ ગયો છે જ્યાં દરેક દિવસે સૌથી વધુ મોત થઈ રહ્યાં છે. 25 નવેમ્બરે આ મામલામાં ભારત 5માં નંબરે હતું.

અન્ય સમાચારો પણ છે...