• Gujarati News
  • National
  • Cloud Erupts Near Amarnath Cave, Killing 5 People; An Estimated 10 12 Thousand Devotees Near The Scene Of The Incident

અમરનાથમાં વાદળ ફાટ્યું:3 મહિલા સહિત 15નાં મોત, 25 ટેંટ પાણીમાં વહી ગયા; 45 શ્રદ્ધાળુ ફસાયા, એરફોર્સ પણ રાહત અને બચાવકાર્યમાં જોડાયું

3 મહિનો પહેલા

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટના સર્જાઈ છે. આ ઘટના શુક્રવારે 5:30 વાગ્યાની છે. જે સમયે વાદળ ફાટ્યું એ સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુ ઉપસ્થિત હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીએ 3 મહિલા સહિત 15 શ્રદ્ધાળુનાં મોત થયાં છે. 45 શ્રદ્ધાળુ ફસાયા છે. વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાના બે કિલોમીટરના વિસ્તારમાં સર્જાઈ છે. ગુફામાં ફસાયેલા યાત્રીઓને પંચતરણી લઈ જવામાં આવ્યા છે. એરફોર્સ પણ રાહત અને બચાવકાર્યમાં જોડાયું છે.

પહાડોમાંથી પાણીનો પ્રવાહ એકસાથે વહેવા લાગ્યો હતો, જેને પગલે શ્રદ્ધાળુઓ માટે લગાવવામાં આવેલા આશરે 25 ટેંટ અને ત્રણ લંગર એમાં વહી ગયાં હતાં. વરસાદને લીધે આ વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયાં હતાં અને લોકો એની ઝપટમાં આવી ગયા હતા. અનેક શ્રદ્ધાળુઓ ગુમ થયા છે અને તેઓ પાણીના પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા છે.

અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા NDRF દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે

  • 0194 2313149
  • 0194 2496240
  • 9596779039
  • 9797796217
  • 01936243233
  • 01936243018

સેના સહિત અનેક એજન્સી બચાવકાર્યમાં જોડાઈ
આ ઘટના બાદ સેના, ITBP, CRPF, BSF, NDRF અને SDRF ઉપરાંત જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમે બચાવકાર્ય હાથ ધર્યું છે. NDRFના DF અતુલ કરવાલે જણાવ્યું હતું કે લોકોને સુરક્ષિત રીતે કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને એરલિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

વડાપ્રધાને રેસ્ક્યૂ મિશન અંગે માહિતી મેળવી
આ ઘટના બાદ PM નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા સાથે વાતચીત કરી હતી. તેમણે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પીડિત લોકોને શક્ય તમામ મદદ કરવા વાત કહી હતી. આ ઉપરાંત​​​​​ ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે બાબા અમરનાથજીની ગુફા નજીક વાદળ ફાટવાથી આવેલા ફ્લેશ ફ્લડ અંગે મેં LG મનોજ સિંહા જી સાથે વાત કરી સ્થિતિ અંગે જાણકારી મેળવી છે. લોકોના જીવ બચાવવા એ અમારી પ્રાથમિકતા છે.

વાદળ ફાટવાની ઘટના આશરે 5:30 વાગે સર્જાયા બાદ ગુફા નજીક મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો હતો. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...