તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • NCP President Sharad Pawar Admitted To Hospital, Complaining Of Abdominal Pain; Surgery Will Be Performed Soon

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરદ પવાર હોસ્પિટલમાં દાખલ થશે:80 વર્ષના પવારને ગોલ બ્લેડરમાં તકલીફના કારણે પેટમાં દુખાવો, 31 માર્ચે એન્ડોસ્કોપી અને સર્જરી કરાશે

2 મહિનો પહેલા
  • શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદ પછી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા
  • તાજેતરમાં અમદાવાદમાં થયેલી શાહ-પવારની મુલાકાત એનસીપી-શિવસેનાની સંયુક્ત સરકાર માટે જોખમ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એનસીપી નેચા નવાબ મલિકે તેમના ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રામણે શરદ પવારને પેટમાં દુખાવાની ફરિયાદના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલની તપાસમાં ખ્યાલ આવ્યો છે કે, તેમના ગોલબ્લેડરમાં સમસ્યાના કારણે તેમને દાખલ કરવામાં આવ્યા છે.

નવાબ મલિકે જણાવ્યું કે તેમની એન્ડોસ્કોપી અને સર્જરી 31 માર્ચ 2021ના રોજ કરવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં એનસીપી પ્રમુખના દરેક કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ મલિકે એવી માહિતી પણ આપી છે કે, હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી સલાહ પછી તેમની લોહી પાતળા થવાની દવા બંધ કરી દેવામાં આવી છે.

પવાર એવા સમયે બીમાર જ્યારે NCPમાં સંકટ સમય
મહારાષ્ટ્રમાં NCP હાલ સંકટમાંથી પસાર થઈ રહી છે. એક તરફ એન્ટિલિયા અને સચિન વઝે કેસમાં NIA તપાસ કરી રહી છે. જ્યારે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર પૂર્વ પોલીસ કમિશનરે 100 કરોડ રૂપિયાની વસુલાતનો ટાર્ગેટ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ દરમિયાન વિપક્ષ દેશમુખના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ રાજકીય સંકટ દરમિયાન જાણવા મળ્યું છે કે, શરદ પવારે થોડા દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અમદાવાદમાં મુલાકાત કરી હતી.

પવારે મજબૂત ઈચ્છા શક્તિથી કેન્સરને માત આપી હતી
એનસીપી ચીફ શરદ પવાર તેમના દ્રઢ સ્વભાવના કારણે ઓળખવામાં આવે છે. અમુક વર્ષ પહેલાં મોઢાના કેન્સરનો સામનો કરતાં ડોક્ટર્સે ત્યાં સુધી કહી દીધું હતું કે તેમની પાસે 6 મહિના સુધીનો જ સમય વધ્યો છે. જોકે પોતાની મજબૂત ઈચ્છા શક્તિના દમ પર તેમણે કેન્સર વિરુદ્ધ લાંબી લડાઈ લડીને જીત મેળવી હતી. પવાર પોતે પણ કહે છે કે, કેન્સર સામે લડાઈ તેઓ એટવા માટે જીતી શક્યા કારણ કે તે બીમાર સામે લડવાની તેમની ઈચ્છા શક્તિ મજબૂત હતી. જો આ લડાઈમાં તેમણે હાર માની લીધી હોત અથવા કામ કરવાનું બંધ કરી દીધું હોત તો કેન્સર જીતી જાત.

એન્ટિલિયા કેસના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં એન્ટિલિયા કેસના આરોપી સચિન વઝે અને ગૃહ મંત્રી અનિલ દેશમુખના સંબંધ મામલે અહીંનું રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે સરકારના સાથી પક્ષ એનસીપીના બે મોટા નેતાના ગુજરાત પ્રવાસથી સરકારની ઊંઘ ખરાબ કરી નાંખી છે. અહેવાલો છે કે, અમદાવાદમાં એક ઉદ્યોગપતિના ઘરે એનસીપી સુપ્રીમો શરદ પવાર અને તેમના સાથીદાર પ્રફૂલ પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી.

આ મુલાકાત પછી રાજકીય ગણતરીઓ શરૂ થઈ ગઈ છે. શાહની પવાર સાથેની મુલાકાતને રાજકીય પંડિતો મહારાષ્ટ્રમાં એનસીપી-શિવસેનાની સંયુક્ત સરકાર માટે ખતરો માની રહ્યા છે. આ દરમિયાન રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહને સવાલ કરાયો કે, ‘કાલે તમે અમદાવાદમાં હતા. ત્યાં શરદ પવાર અને પ્રફૂલ પટેલને પણ મળ્યા હતા.’ તેના જવાબમાં શાહે કહ્યું કે, ‘આ કંઈ કહેવાની વાત નથી. બધું જાહેર ના કરી શકાય.’

જોકે, એનસીપીના પ્રવક્તા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, ‘આવી કોઈ મુલાકાત થઈ જ નથી. અફવાઓ ફેલાવીને ભ્રમ ઊભો કરાઈ રહ્યો છે.’ બીજી તરફ, શાહના નિવેદનથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં ઉથલપાથલ થઈ શકે છે. આ ઉપરાંત શિવસેનાએ પણ તેના મુખપત્ર ‘સામના’માં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ‘એક્સિડેન્ટલ ગૃહમંત્રી’ ગણાવીને એનસીપી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ઉદ્ધવ ઠાકરેએ એમ પણ જણાવ્યું છે કે, અમે સચિન વાઝે કેસમાં ન્યાયિક તપાસ કરીશું.

બીજી તરફ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે સંજય રાઉતના લેખનો વિરોધ કરતા કહ્યું છે કે, ‘એનસીપીમાં ક્વૉટાથી કોને, કયો હોદ્દો અપાશે, તે શરદ પવાર નક્કી કરે છે. કોઈને તેના પર સવાલ કરવાનો હક નથી.’ બાદમાં તેમણે એક પત્ર લખીને આરોપ મૂક્યો હતો કે, ગૃહ મંત્રી અનિલ દેશમુખ પોલીસ અધિકારીઓને તેમના ઘરે બોલાવીને મહિને રૂ. 100 કરોડની વસૂલાત કરવાનું દબાણ કરતા, જેમાં સચિન વાઝે પણ સામેલ હતા. હાલ વાઝે એન્ટિલિયા કેસમાં એનઆઈએની કસ્ટડીમાં છે. એનઆઈએની તપાસમાં માલુમ પડ્યું છે કે, એન્ટિલિયા સામે સ્કોર્પિયો વાઝેએ મૂકી હતી.

અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો