• Gujarati News
  • National
  • NCP Chief Said – The Price Of Every Day And Every Hour Of Anil Deshmukh Will Definitely Be Recovered Today Or Tomorrow

જેલમાં બંધ દેશમુખને પવારનું સમર્થન:NCP ચીફે કહ્યું- અનિલ દેશમુખના દરેક દિવસ અને કલાકની કિંમત આજે નહીં તો કાલે જરુર વસૂલ કરાશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

NCP પ્રમુખ શરદ પવારે સેન્ટ્રલ તપાસ એજન્સીસના બહાને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ED, CBIની તાજેતરની કાર્યવાહી પર NCP ચીફ શરદ પવારે કહ્યું NCP હોય, કોંગ્રેસ હોય કે શિવસેના અમારા સહિયોગીને અલગ-અલગ સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને હેરાન કરવામાં આવી રહ્યા છે.

પવારે જેલમાં બંધ અનિલ દેશમુખનું સમર્થન કરતાં કહ્યું કે, હું આ કહું છું, તમે ગમે તેટલા દરોડા પાડો, ગમે તેટલી ધરપકડ કરો, અમે મહારાષ્ટ્રમાં તમને (BJP)ને કદી આવવા નહી દઈએ. તમારે સો ટકા હારનો સામનો કરવો પડશે. હું કહું છું કે તમે અનિલ દેશમુખને જેલમાં ધકેલી દીધો, તેના દરેક દિવસ અને દરેક કલાકની કિંમત આજે કે કાલે ચોક્કસપણે વસૂલ કરવામાં આવશે.

આ લોકોના પગ જમીન પર નથી- પવાર
પવારે વધુમાં કહ્યું, દેશમાં બદલાનુ રાજકારણ થઈ રહ્યું છે, સત્તાનો ઉપયોગ થઈ રહ્યો છે. સત્તાનો ઉપયોગ આદરપૂર્વક કરવો જોઈએ, પરંતુ આ લોકોના પગ જમીન પર નથી અને સત્તા માથા પર રઢીને બોલી રહી છે. જે કંઈ થઈ રહ્યું છે, આ તેનું પરિણામ છે.

સત્તાનો દુરુપયોગ ધંધો બન્યો
પવારે વધુમાં કહ્યું કે, "અનિલ દેશમુખના કેસને જ જુઓ. જે અધિકારીએ આક્ષેપો કર્યા હતા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. ક્યાં ગુમ છે, કયા દેશમાં છે, ખબર નથી. સમન્સ છે પણ હાજર નથી. અનિલ. દેશમુખ આજે જેલમાં છે. તેનું મુખ્ય કારણ કેન્દ્ર દ્વારા સત્તાનો દુરુપયોગ છે, કેટલાક લોકોએ તેને ધંધો બનાવી દીધો છે.

સત્તા જવાથી કેટલાક લોકો અસ્વસ્થ છે
પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વિના તેમણે કહ્યું કે સત્તા ગુમાવવાથી કેટલાક લોકો અસ્વસ્થ છે. રોજેરોજ કેન્દ્રને લિસ્ટ મોકલે છે અને માગ કરે છે કે તેમની તપાસ કરો.

સત્તામાંથી નિકળવુ ભાજપને મંજૂર નથી
શરદ પવારે કહ્યું, એકનાથ ખડસે ભાજપમાં હતા. તેઓ NCPમાં જોડાયા, તેમની પત્નીને ED દ્વારા બોલાવવામાં આવી. પછી કેસ નોંધાયા. આ લોકો શિવસેનાના સંજય રાઉત વિરુદ્ધ કંઈ કરી શકતા નથી તો રાઉતની પત્નીને બોલાવી, તેમનું નિવેદન લીધું અને તેમને હેરાન કર્યા. અજિત પવાર સામે કંઈ ન કરી શક્યા, રાજ્ય સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થયા. મહારાષ્ટ્ર લઘુમતી સમાજના મંત્રી હસન મુશ્રીફના ત્યા પણ દરોડા પાડ્યા, પણ કંઈ મળ્યું નહીં. કેટલા આવા ઉદાહરણો મારે તમને કહેવું જોઈએ કે તેઓ (ભાજપ) મહારાષ્ટ્ર સરકાર તેમના હાથમાંથી છૂટી જાય તે સહન કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...