પેટ કરાવે વેઠ, તે આનું નામ:મોહન ભાગવતના કાર્યક્રમમાં ભોજન માટે ખુરશીઓ ઉડી, લંચ પેકેટ વહેંચવાને લઈને NCC કેડેટ્સ અને આઝાદ હિન્દ સેના વચ્ચે મારામારી

એક મહિનો પહેલા

ચિત્રકુટમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમમાં જમવાને લઈને મારપીટ થવાની ઘટના સામે આવી છે. ભાગવતના સ્ટેજ પરથી ઉતરવાની સાથે જ સુરક્ષામાં તહેનાત NCC કેડેટ્સ અને આઝાદ હિન્દ સેનાના યુવકોમાં લંચ પેકેટ વહેંચવા દરમિયાન હોબાળો થયો. આશરે 20 મિનિટ સુધી બંને બાજૂથી હવામાં ખુરશીઓ સામસામે ફેંકવામાં આવી. સ્થિતિ કાબૂમાંથી બહાર થતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ત્યાર બાદ વિવાદ શાંત થયો.

મોહન ભાગવત સ્ટેજ પરથી ઉતરતાની સાથે જ હોબાળો શરુ થયો હતો
મોહન ભાગવત સ્ટેજ પરથી ઉતરતાની સાથે જ હોબાળો શરુ થયો હતો

કાર્યક્રમ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી
આ ઘટના બનતા પોલીસ અધિકારી શૈલેન્દ્ર રાયે જણાવ્યું કે બંને પક્ષે કોઈ વાતનો વિવાદ થયો, ત્યાર બાદ એકબીજા પર ખુરશીઓ ફેંકવા લાગ્યા. આ બાબતની જાણ પોલીસને થઈ તો પોલીસે બંને પ્રમુખોને બોલાવીને સમજૂતી કરાવી. ઘટના બાદ કાર્યક્રમ સ્થળ પર પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

પોલીસે લાઠીચાર્જ કરી બંને પક્ષોને શાંત કર્યા હતાં
પોલીસે લાઠીચાર્જ કરી બંને પક્ષોને શાંત કર્યા હતાં

આજે રામલીલાનો કાર્યક્રમ યોજાશે
હિન્દુ એકતા મહાકુંભમાં ત્રીજા દિવસે સ્ટેજ પર એક દિવસીય રામલીલા શરુ થશે. રામલીલા બાદ કાર્યસ્થળને સફળ બનાવનાર યુવાનોનો સન્માન સમારોહ યોજવામાં આવશે. તેના સાથે જ હનુમત યજ્ઞની પૂર્ણાહુતિ થશે. પૂર્ણાહુતિ બાદ આજે ગાયની પૂજા થશે.

હિન્દુ એકતા મહાકુંભના મંચ પર RSS પ્રમુખ મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર
હિન્દુ એકતા મહાકુંભના મંચ પર RSS પ્રમુખ મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર

આ અતિથિઓએ હાજરી ન આપી
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ પણ સામેલ થશે તેવું કહેવામાં આવતું હતું પરંતુ તેઓ સામેલ ન થઈ શક્યા.

અન્ય સમાચારો પણ છે...