તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Naxals Release CRPF Jawan Rakeshwar Singh 5 Days After Bijapur Attack, It Is Not Clear Under What Conditions He Was Released

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છત્તીસગઢથી રાહતના સમાચાર:બિજાપુર હુમલાના 5 દિવસ બાદ નક્સલવાદીઓએ CRPF જવાનને મુક્ત કર્યાં, કઈ શરતોને આધિન છોડવામાં આવ્યા તે સ્પષ્ટ થયું નથી

રાયપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

3 એપ્રિલના રોજ જોનાગુડામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણ બાદ બંધક બનાવવામાં આવેલા CRPF જવાન રાકેશ્વર સિંહને છોડી મુકવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે રાકેશ્વર અત્યારે તર્રમમાં 168મી બટાલીયનના કેમ્પમાં છે. જ્યા તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. તેમને કેવી રીતે અને કોની સાથે મુક્ત કરવામાં આવ્યા, કેટલા વાગે કેમ્પમાં પહોંચ્યા આ તમામ બાબત અંગે ખુલાસો થઈ શક્યો નથી.

ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓના હુમલામાં 23 જવાન શહીદ થયા હતા. નક્સલિયોએ પણ પોતાના 5 સાથી માર્યા ગયાનો સ્વીકાર કર્યો હતો. અથડામણ સમયે નક્સલવાદીઓએ CRPFના કોબરા કમાન્ડો રાકેશ્વરનું અપહરણ કરી લીધુ હતું. ત્યારબાદ તેમના પ્રવક્તાએ મંગળવારે એક પ્રેસ નોટ જાહેર કરી કહ્યું હતું કે અગાઉ સરકાર વાતચીત માટે મધ્યસ્થ વ્યક્તિઓના નામ જાહેર કરે ત્યારબાદ જ તે જવાનને સોંપશે. ત્યાં સુધી તે પોતાની પાસે સુરક્ષિત રહેશે.

તર્રેમ કેપ જઈ રહેલા પત્રકારોને અટકાવવામાં આવ્યા
જવાનને છોડવામાં આવ્યાના સમાચાર મળતા કેટલાક પત્રકારો તર્રેમ કેમ્પ જવા નિકળ્યા હતા. પોલીસે તેમને ત્યાં જતા અટકાવ્યા છે. એવી માહિતી મળી છે કે મેડિકલ તપાસ બાદ રાકેશ્વર સિંહને રાયપુર લાવવામાં આવશે.સરકારે મધ્યસ્થ વ્યક્તિઓના નામ જણાવ્યા ન હતા. નક્સલિયોની માંગ બાદ સરકારે મધ્યસ્થીઓના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આ સંજોગોમાં એ બાબત પણ સ્પષ્ટ થઈ શકી નથી કે નક્સલિયોની કઈ માંગોને પૂરી કરવા માટે સરકારે રાકેશ્વર સિંહને મુક્ત કર્યા છે.

નક્સલવાદીઓ સાથે વાતચીત કરવા ગયા હતા સામાજીક કાર્યકર્તા
નક્સલિયો સાથે વાતચીત કરવા માટે કેટલાક સામાજીક કાર્યકર્તાઓને મોકલવામાં આવ્યા હતા. તેમાં પહ્મશ્રી ધરમપાલ સૈની, ગોંડવાના સમન્વય સમિતિના અધ્યક્ષ તેલમ બોરૈયા સાથે અન્ય લોકોનો સમાવેશ થતો હતો. એવી પણ ચર્ચા છે કે તેમની સાથે વાતચીત કર્યાં બાદ જવાનને છોડવામાં આવ્યો છે. હજુ આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. એ બાબત સ્પષ્ટ થઈ શકી નથી કે જવાનને છેડવાના બદલામાં નક્સલિયોએ કોઈ શરત રજૂ કરી હતી કે નહીં.

જવાનના પત્નીએ PM મોદી સમક્ષ પતિ અંગે વિનંતી કરી હતી
કોબરા ફોર્સના કમાન્ડો રાકેશ્વરનો પરિવાર જમ્મુના નેત્રકોટિ ગામમાં રહે છે. તે સુરક્ષા દળોના એ અભિયાનમાં સામેલ હતા કે જે બીજાપુર-સુકમાના જંલકોમાં નક્સલિયોના ખાત્મા માટે ગયા હતા.

રાકેશ્વર 2011થી CRPFમાં છે. ત્રણ મહિના અગાઉ તેમને છત્તીસગઢમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા. રાકેશ્વર સુરક્ષિત પરત ફરે તે માટે જવાનના જવાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રીતે ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદનને પાકિસ્તાની સેના પાસેથી મુક્ત કરાવવામાં આવ્યા હતા એવી જ રીતે તેમના પતિને મુક્ત કરાવવામાં આવે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો