• Gujarati News
  • National
  • Naxals Blow Up Railway Tracks In Jharkhand's Giridih, Rerouting Several Trains, Including The Capital

ભાસ્કર LIVE અપડેટ્સ:અમેરિકાના અર્થતંત્રમાં સુધારાના સંકેતઃ વર્ષ 2021ના અંતિમ ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ 6.9% રહ્યો, તે છેલ્લા 40 વર્ષમાં સૌથી વધારે

4 મહિનો પહેલા
  • રાહુલ ગાંધીની જાહેરાત- પંજાબમાં CM ચહેરાની સાથે લડીશું ચૂંટણી; સિદ્ધૂ કે ચન્નીના નામને લઈને અટકળ

અમેરિકાનું અર્થતંત્ર મહામારીમાંથી બહાર આવી રહ્યાના સંકેત મળ્યા છે. વર્ષ 2021ના અંતિમ ત્રિમાસિકમાં અમેરિકનો GDP ગ્રોથ 6.9 ટકા રહ્યો. આ સાથે 1984 બાદનો તે સૌથી વધારે છે. વર્ષ 2021માં એકંદરે ગ્રોથ 5.7 ટકા રહ્યો છે.

ગુરુવારે રાત્રે કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આર્થિક વૃદ્ધિ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્રીજા ત્રિમાસિક ગાળામાં GDP વિકાસ દર ફક્ત 2.3 ટકા અંદાજવામાં આવ્યો હતો. ત્યારબાદ અર્થશાસ્ત્રીઓ એવું માનીને ચાલી રહ્યા હતા કે અંતિમ ત્રિમાસિક ગાળામાં આ તેજી વધશે અને તેમનો અંદાજ બિલકુલ ખરો સાબિત થયો.

અર્થશાત્રીઓએ GDP ગ્રોથ 3.4 ટકાથી 7 ટકા વચ્ચે રહે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો અને હવે આંકડા સામે આવ્યા છે તો આ ઝડપ અને અમેરિકાના અર્થતંત્રનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. આ સંજોગોમાં એ બાબત મહત્વની બની જાય છે કે વિશ્વમાં કોરોનાથી સૌથી વધારે અસર અમેરિકાને થઈ રહી છે અને મોત પણ અહીં જ વધારે છે.

ખાસ વાત એ છે કે વર્ષ 2020માં 3.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 74 વર્ષમાં સૌથી મોટો ઘટાડો હતો. હકીકતમાં કોમર્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અર્થતંત્રની સુધરતી સ્થિતિને લીધે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એટલે કે ગ્રાહક ખર્ચ કરવાની ક્ષમતા અને પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ પણ છે.

પંજાબમાં કોંગ્રેસ CM ચહેરાની સાથે ચૂંટણી લડશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે જાહેરાત કરી કે પંજાબમાં કોંગ્રેસ CM ચહેરાની સાથે ચૂંટણી લડશે. જલંધરમાં પંજાબ ફતેહ રેલીમાં રાહુલે કહ્યું કે આ વખતે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને પૂછીને આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ ગત વખતેની ચૂંટણી પણ કેપ્ટન અમરિંદરને CM ચહેરો જાહેર કરીને ચૂંટણી લડી હતી. જો કે આ વખતે CM ચહેરા પર પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂ અને હાલના CM ચરણજીત ચન્ની દાવો ઠોકી રહ્યાં છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે જો પંજાબના લોકો જાણવા માગશે તો કોંગ્રેસ પંજાબમાં CM ચહેરાની જાહેરાત કરશે. આ અંગે તેઓ પાર્ટી અને કાર્યકર્તાઓ સાથે વાત કરશે. રાહુલે કહ્યું કે નવજોત સિદ્ધૂ અને CM ચરણજીત ચન્નીએ મને કહ્યું કે બંનેમાંથી જે પણ લોકો લીડ કરશે, બીજો તેમની સંપૂર્ણપણે મદદ કરશે. આ વાત સાંભળીને મને ઘણી જ ખુશી મળી.

PM મોદી ભારત-સેન્ટ્રલ એશિયા શિખર સંમેલનના યજમાન બન્યા, અફઘાનની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી

વડાપ્રધાન મોદીએ ભારત-સેન્ટ્રલ એશિયા શિખર સંમેલનના યજમાન બન્યા. આ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં પાંચ દેશના રાષ્ટ્રપતિઓએ ભાગ લીધો, જેમાં કઝાકિસ્તાનના કસીમ જોમાર્ટ ટોકયેવ, ઉઝ્બેકિસ્તાનના શૌકત મિર્જિયોયેવ, તજાકિસ્તાનના ઈમોમાલી રહમાન, તુર્કમેનિસ્તાનના ગુરબાંગુલી બર્દીમુહામેદો અને કિર્ગિઝ ગણરાજ્યના સદિર જાપરોવ સામેલ થયા. PM મોદીએ કહ્યું કે અમે તમામ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિને લઈને ચિંતિત છે. ભારત અને સેન્ટ્રલ એશિયા વચ્ચે ક્ષેત્રીય સ્થિરતા અને સુરક્ષા, સમૃદ્ધિ માટે અંદરોદરનો સહયોગ જરૂરી છે.

28 જાન્યુઆરીએ છાત્ર સંગઠન દ્વારા બિહાર બંધ, મહાગઠબંધનનો મળ્યો સાથ
આરઆરબી-એનટીપીસીમાં ગોટાળાને લઈને છાત્ર સંગઠન દ્વારા 28 જાન્યુઆરીએ બિહાર બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. મહાગઠબંધનની તમામ પાર્ટીઓએ આંદોલનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જે માટે RJD કાર્યાલયમાં કોંગ્રેસ, આરજેડી, માલે, સીપીઆઈ અને સીપીએમ પાર્ટીઓની બેઠક મળી. બેઠકમાં નક્કી થયું કે મહાગઠબંધનને એકજૂથ થઈને રેલવે અભ્યાર્થીઓને સાથ આપવાનો છે.

સપાએ 56 ઉમેદવારની ત્રીજી લિસ્ટ જાહેર કરી, ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદ અને બસપામાંથી આવેલ લાલજી-રામઅચલને ટિકિટ

સમાજવાદી પાર્ટીએ ગુરુવારે 56 ઉમેદવારની ત્રીજી યાદી બહાર પાડી છે. જેમાં અનેક ચોંકાવનાર નામ છે. ગોરખપુર ગ્રામીણથી વિજય બહાદુર, ચિલ્લુપારથી હરિશંકર તિવારીના પુત્ર વિનય તિવારીને ટિકિટ આપી છે. બસપા નેતા રાજૂ પાલની પત્ની પૂજા પાલને કૌશામ્બી ચાયલથી ટિકિટ મળી છે. બસપામાંથી આવેલા લાલજી વર્મા અને રામઅચલ રાજભરને પણ ટિકિટ આપવામાં આવી છે. યાદીમાં 12 યાદવ, 9 મુસ્લિમ અને 10 એસસી ચેહરા છે. જેમાં 5 મહિલાઓ છે. ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદને પણ ટિકિટ આપવામાં આવી છે.

માલેગાંવમાં 27 કોંગ્રેસના કાઉન્સેલર અને મેયર NCPમાં સામેલ થયા, હવે કોંગ્રેસની પાસે માત્ર 3 કાઉન્સેલર
મહાવિકાસ અઘાડી પાર્ટીઓમાં ફરી તિરાડ જોવા મળી રહી છે. વર્ષો સુધી એક બીજાની સાથે સરકાર ચલાવનાર કોંગ્રેસ-NCPમાં હવે એકબીજાના નેતાઓને ખેંચવાની હોડ જામી છે. આ કડીમાં ગુરુવારે કોંગ્રેસ પાર્ટીના માલેગાંવના 27 કાઉન્સેલર શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં સામેલ થઈ ગયા છે. ખાસ વાત એ છે કે તમામ કાઉન્સેલર ડેપ્યુટી સીએમ અજીત પવારની હાજરીમાં NCPમાં સામેલ થયા. આ સાથે જ માલેગાંવના મેયર તાહિરા શેખની પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.

UPમાં 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે સ્કૂલ-કોલેજ, પરંતુ ખુલ્લી રહેશે ઓફિસ
કોરોનાના વધતા સંક્રમણને પગલે ઉત્તરપ્રદેશના સ્કૂલ-કોલેજ 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય થયો છે. આ પહેલા 31 જાન્યુઆરી સુધી સ્કૂલ બંધ રાખવાના આદેશ આપ્યા હતા. પરંતુ રિવ્યૂ મીટિંગમાં આ વાત પર સહમતિ બની છે કે સ્કૂલ-કોલેજને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવા જોઈએ. જો કે સરકારે ગુરુવારથી સરકારી ઓફિસના કર્મચારી માટે વર્ક ફ્રોમ હોમ ખતમ કરી દીધું છે. હવે પુરી ક્ષમતા સાથે ઓફિસ ખુલ્લી રહેશે.

ઝારખંડના ગિરિડીહમાં નક્સલવાદીઓએ વિસ્ફોટ કરી રેલવે-ટ્રેક ઉડાવ્યો, રાજધાની સહિત અનેક ટ્રેનના રૂટ બદલાયા
ઝારખંડના ગિરિડીહ પાસે નક્સલવાદીઓએ ગઈ મોડી રાતે બોમ્બવિસ્ફોટ કરીને રેલવે-ટ્રેક ઉડાવી દીધો હતો. સુરક્ષાના ભાગરૂપે આ રૂટ પરની તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે. રાજધાની સહિત ઘણી ટ્રેનના રૂટને બદલી દેવાયા છે. પૂર્વ-મધ્ય રેલવેના સીપીઆરઓ રાજેશ કુમારના જણાવ્યા મુજબ વિસ્ફોટ રાતે 1.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ વિસ્ફોટ ધનબાદ ડિવિઝનના કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે થયો હતો.

વિસ્ફોટ કર્યા પછી આ પત્ર પણ છોડ્યો હતો.
વિસ્ફોટ કર્યા પછી આ પત્ર પણ છોડ્યો હતો.

નક્સલવાદીઓએ દિલ્હી-હાવડા લાઈન પર આ વિસ્ફોટ કરતા ઘણી ટ્રેનની અવર-જવર પર તેની અસર પડી છે. રેલવે ટ્રેકને ઉડાવવાની સાથે અહીં એક પત્ર પણ મૂકવામાં આવ્યો છે.

આ ટ્રેનો પર અસર થઈ
13305 ધનબાદ-ડેહરી ઓન સોન એક્સપ્રેસ રદ્દ કરાઈ
13329 ધનબાદ-પટના એક્સપ્રેસ ચૌધરીબાંદમાં રાતે 12.35 રોકી દેવાઈ.
18624 હટિયા-ઈસલામપુર એક્સપ્રેસ પારસનાથમાં રોકી દેવાઈ.
18609 રાંચી-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પારસનાથમાં 12.55 વાગ્યે રોકી દેવાઈ.

બનાવની જાણ થતા રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
બનાવની જાણ થતા રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ ટ્રેનનો રૂટ બદલાયો
12307 હાવડા-જોધપુર
12321 હાવડા-છત્રપતિ શિવાજી ટર્મિનસ એક્સપ્રેસ
12312 કાલકા-હાવડા એક્સપ્રેસ
12322 છત્રપતિ શિવાજી ટર્મિનસ-હાવડા એક્સપ્રેસ
22824 નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ
12314 નવી દિલ્હી-સિયાલદહ રાજધાની એક્સપ્રેસ
12302 નવી દિલ્હી- હાવડા રાજધાની એક્સપ્રેસ
12816 આનદ વિહાર-પુરી એક્સપ્રેસ
12826 આનંદ વિહાર-રાંચી ઝારખંડ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ

અન્ય સમાચારો પણ છે...