તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બસ્તરના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સોમવારે નક્સલીઓ સાથે પોલીસ અને CRPFના જવાનોની અથડામણ થઇ હતી. તેમાં એક જવાન શહીદ થયો છે. બિલાસપુરના આઇજી દીપાંશુ કાબરાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેમણે લખ્યું- CRPFની 170મી બટાલિયનના જવાન મુન્ના યાદવ શહીદ થયા. તેઓ ઝારખંડના રહેવાસી હતા.
પોલીસ પ્રમાણે દંતેવાડા અને બીજાપુર જિલ્લાની ફોર્સ મળીને નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે. આજે છત્તીસગઢ આર્મ્ડ ફોર્સ, ડીઆરજી અને CRPFની ટીમ જંગલમાં સર્ચિંગ માટે ગઇ હતી. ત્યારે ઉરીપાલ ગામમાં બપોરે લગભગ 2 વાગ્યે ફાયરિંગ થઇ. તેમાં CRPFનો જવાન શહીદ થયો. નક્સલી ગાઢ જંગલમાં છૂપાયેલા હતા. અહીંથી જવાનોને સુરક્ષિત બહાર લાવવા માટે બેકઅપ ટીમ મોકલવામાં આવી છે.
આવતીકાલે પાર્થિવદેહ મોકલવામાં આવશે
શહીદ મુન્ના યાદવનો પાર્થિવદેહ મંગળવારે હેલિકોપ્ટરથી તેમના ગામ સાહેબગંજ મોકલવામાં આવશે. તે પહેલા તેમને રાયપુર એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. બે દિવસ પહેલા રાજનાંદગાંવ જિલ્લાના મદનવાડામાં પણ આ પ્રકારની અથડામણમાં સબ ઇન્સ્પેક્ટર શ્યામકિશોર શહીદ થયા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.