તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Naxal Conspiracy Fails After IED Diffuses In Gaya, Video Of Security Forces Operation Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિહાર:ગયામાં 83 IED ડિફ્યૂઝ કરી નક્સલી ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોની કાર્યવાહીનો વીડિયો વાઇરલ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બિહારના નક્સલ પ્રભાવિત ગયા જિલ્લામાં નક્સલીઓનું ષડયંત્ર નિષ્ફળ થઈ ગયું છે. છકરબંધા વિસ્તારમાં સુરક્ષાદળે રોડ પર લગાવામાં આવેલાં 83 IED જપ્ત કરી નિષ્ક્રિય કરી દીધા છે. આ IED દ્વારા નક્સલી સુરક્ષદળના જવાનોને નિશાને બનાવવાના હતાં. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સુરક્ષાદળ દ્વારા ઔરંગાબાદ અને ગયાની બોર્ડર પર નક્સલીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન છકરબંધા વન વિસ્તારમાં લગભગ 150 મીટરમાં લગાવવામાં આવેલાં 83 IEDને જપ્ત કરવામાં આવ્યા હતાં, આ પછી તેને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યાં હતાં.

આ અભિયાનમાં કોબરા 205 બટાલિયન, CRPFની 159મી અને 47મી બટાલિયનના જવાન સામેલ હતાં. નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલાં વિસ્ફોટકમાં 3 IED 20 કિલોગ્રામના હતા, 71 IEDનું વજન 10 કિલોગ્રામ અને 9 IEDનું 5 કિલો વજન હતું. જપ્ત કરેલાં IEDમાં 815 કિલો વિસ્ફોટકનો પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરેક IEDને સિરીઝમાં લગાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ઘટના સ્થળ પરથી લાઇટના વાયર પણ મળ્યા હતાં. હવે સુરક્ષાદળે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો