તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Naxal Attack Guntur Jawan Killed In Maoist Attack At Chattisgarh Whose Wedding In Next Month

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલી હુમલો:આવતા મહિને ધામધૂમથી થવાના હતા લગ્ન, પિતા તૈયારીઓ કરતા હતા અને જવાન શહીદ થઈ ગયો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
32 વર્ષના સીઆરપીએફના જવાન સખમુરી મુરલી કૃષ્ણા નક્સલી હુમલામાં શહીદ થયા - Divya Bhaskar
32 વર્ષના સીઆરપીએફના જવાન સખમુરી મુરલી કૃષ્ણા નક્સલી હુમલામાં શહીદ થયા

માતા-પિતા તેમના જે દિકરાના આવતા મહિને ઘોડે ચડવાના સપના જોતા હતા તે દીકરાની અર્થી ઉપાડવાનો સમય આવતા પરિવારજનોને સખત આઘાત લાગ્યો છે. જે દિકરા માટે જાન જોડવાની તૈયારીઓ કરવામાં આવતી હતી તે જ ઘરમાં હવે તેનો પાર્થિવ દેહની રાહ જોવામાં આવી રહી છે અને ત્યાં અંતિમ સંસ્કારની તૈયારીઓ થવા લાગી છે. હા, અહીં વાત થઈ રહી છે છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા 32 વર્ષના સીઆરપીએફના જવાન સખમુરી મુરલી કૃષ્ણાની. તેઓ ગંટૂર જિલ્લામાં રહેતા હતા.

પરિવાર-ગામમાં માતમ છવાયો
આંધ્ર પ્રદેશના ગંટૂરમાં રહેતા મુરલી કૃષ્ણા પણ સીઆરપીએફની ટીમનો હિસ્સો હતા. બીજાપુરમાં તેમની સીધી નક્સલીઓ સાથે ટક્કર થઈ અને તેમાં તેઓ શહીદ થયા. નક્સલીઓ ગોળીબારમાં મોત થયું હોવાની માહિતી પરિવારને રવિવારે રાતે મળતા તેમના પર આભ ટૂટી પડ્યું હતું. આ સમાચારથી સમગ્ર ગામમાં માતમ છવાઈ ગયો છે.

આવતા મહિને 22 મેના રોજ લગ્ન નક્કી થયા હતા
આવતા મહિને 22 મેના રોજ લગ્ન નક્કી થયા હતા

લગ્નની ચાલતી હતી તૈયારીઓ
​​​​​​​
શહીદ મુરલી કૃષ્ણાના માતા-પિતાએ આવતા મહિને 22 મેના રોજ તેમના લગ્ન નક્કી કર્યા હતા. તેમના પિતા સખમુરી રવીન્દ્ર અને તેમની માતા વિજયકુમારી લગ્નની તૈયારીમાં જોડાયેલા હતા અને તેમને સહેજ પણ અહેસાસ નહતો કે હવે તેમનો દીકરો નહીં પરંતુ તેનું પાર્થિવ શરીર જ ઘરે પહોંચશે. મુરલી કૃષ્ણા છ વર્ષ પહેલાં જ સીઆરપીએફમાં સામેલ થયા હતા અને તેઓ કોબરા-210 વિંગમાં કામ કરતાં હતા. તેમના ગામ સટનપલ્લીમાં અચાનક તેમના શહીદ થવાની ખબર પહોંચતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયું હતું. માતાને આ સમાચાર મળતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા.

શનિવારે થયો હતો નક્સલી હુમલો
શનિવારે થયો હતો નક્સલી હુમલો

નોંધનીય છે કે, શનિવારે નક્સલીઓએ ટાર્ગેટ કરીને છત્તીસગઢના બીજાપુર અને સુકમામાં સેના પર હુમલો કર્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે નક્સલીઓએ 700 જવાનોને ઘેરીને તેમના પર હુમલો કર્યો હતો. જેમાં 22 જવાન શહીદ થયા હતા. 3 એપ્રિલે ઘટના સ્થળેથી એક જવાનનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે 21 જવાન હુમલા પછીથી ગુમ હતા.

પહેલાં એક જ જવાનનો મૃતદેહ મળ્યો હતો
4 એપ્રિલે સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 21 જવાનોના મૃતદેહો મળી આવ્યા હતા. હજી પણ એક જવાન ગાયબ છે. જોકે તે વિશે નક્સલીઓએ ઓડિયો મેસેજ જાહેર કરીને કહ્યું છે કે, રામેશ્વરન નામનો જવાન તેમના કબજામાં છે અને તે સુરક્ષીત છે. આ હુમલામાં 31 જવાન ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. તેમાં કોબરા, બટાલિયન, DRG, STF અને એક બસ્તરિયા બટાલિયનના જવાન સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો