• Gujarati News
  • National
  • Nawab Says Former CM's Links With Drug Mafia, Video Of Fadnavis' Wife Peddler Financed By Rana

દેવેન્દ્ર ફડણવીસ પત્નીના બચાવમાં:પત્ની પર આરોપ લાગતાં ફડણવીસે જવાબ આપ્યો - નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધો, દિવાળી પછી બોમ્બ ફોડીશ

મુંબઈએક મહિનો પહેલા
  • નવાબે કહેલું- ડ્રગ-માફિયા સાથે પૂર્વ CMના સંબંધો, ફડણવીસની પત્નીના વીડિયોને પેડલર રાણાએ ફાઇનાન્સ કર્યો હતો

આર્યન ડ્રગ કેસના તાર હવે અંડરવર્લ્ડ સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકે સોમવારે મહારાષ્ટ્રના ભૂતપુર્વ CM દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા સાથે જયદીપ ચંદુલાલ રાણા નામની વ્યક્તિની તસવીર શેર કરી છે. મલિકે દાવો કર્યો છે કે દેવેન્દ્ર ફડણવીસના પત્નીનો મ્યૂઝીક વીડિયો ડ્રગ પેડલર રાણાએ ફાઈનાન્સ કર્યો હતો. ફડણવીસની છત્રછાયા હેઠળ ડ્રગનો કારોબાર ચાલી રહ્યો હતો. મલિકના આક્ષેપ બાદ ફડણવીસ મીડિયા સામે આવ્યા હતા અને તેમણે મલિક પર અંડરવર્લ્ડ સાથેના સંબંધનો આક્ષેપ કર્યો હતો.

ફડણવીસના આરોપ અંગે મલિકે સોશિયલ મીડિયા પર લખ્યું હું તૈયાર છું. મલિકના આરોપ પર અમૃતા ફડણવીસે સોશિય મીડિયા પર લખ્યું- ચોર કોતવાલને શા માટે દંડે છે? કારણ કે વિનાશકાળે વિપરીત બૃદ્ધિ.

જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસ પણ મીડિયા સામે આવ્યા હતા. તેમણે મલિકના આરોપને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા. ફડણવીસે કહ્યું કે મલિક મારી પર હુમલો કરી શકે નહીં, તે માટે તેઓ મારી પત્ની પર હુમલો કરી રહ્યા છે અને અમે આ માટે તૈયાર છીએ. દિવાળી થઈ જવા દો, બોમ્બ ફોડશું. હું દિવાળી બાદ નવાબ મલિકના અંડરવર્લ્ડ સાથેના સંબંધો તમને આપશું અને NCP ચીફને પણ આપીશ.

મલિકે કહ્યું હતું કે જયદીપ રાણા એ જ શખસ છે, જેણે અમૃતા ફડણવીસના એક મ્યુઝિક વીડિયોને ફાઇનાન્સ કર્યું હતું. 'રિવર સોંગ' નામે બનેલા આ વીડિયોમાં અમૃતાએ માત્ર એક્ટિંગ કરી છે, પરંતુ સોનું નિગમની સાથે ગીત પણ ગાયું છે. અમૃતા સાથે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પૂર્વ નાણામંત્રી સુધીર મુનગંટીવાર પણ જોવા મળ રહ્યા છે. મલિકના કહેવા પ્રમાણે, આ ગીતના ફાઇનાન્સર જયદીપ રાણા જ હતા. મલિકે આરોપ લગાવ્યો કે જયદીપ રાણા અને પૂર્વ સીએમ વચ્ચેના સંબંધોની તપાસ થવી જોઈએ. મલિકે રિવર સોંગનો વીડિયો પણ શેર કર્યો છે.

આ રીતે સામે આવી અમૃતા અને જયદીપની તસવીર
મલિક પહેલાં આ તસવીરને નિશાંત વર્મા નામના એક શખસે પોતાના સોશિયલ મીડિયા પેક પર શેક કરી હતી. નિશાંત વર્મા એક રાષ્ટ્રીય રાજકીય વિશ્લેષક હોવાનો દાવો કરે છે. આ જ વાત તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ લખી છે. તે BJP સામે અનેક નિવેદન આપી રહ્યા છે, સાથે જ ભાજપ અને તેના નેતાઓની ટીકા પર કરે છે.

ફડણવીસ પાસે પણ હતો સચિન વઝે જેવો એક શખસ
પૂર્ણ CM સામે વધુ એક આરોપ લગાવતાં મલિકે કહ્યું હતું કે સચિન વઝેની જેમ જ ફડણવીસે નીરજ ગુંડે નામની એક વ્યક્તિને પોતાની સાથે રાખી હતી. રાજ્યમાં ટ્રાન્સફર-પોસ્ટિંગનું રેકેટ અને વસૂલીનું કામ ગુંડે જ કરતો હતો. પૂર્વ CM જ્યારે પણ મુંબઈથી પુણે જતા હતા ત્યારે તેઓ નીરજના ઘરે જ રોકાતા હતા. તેમનો મુખ્યમંત્રી નિવાસ અને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સીધો જ સંપર્ક હતો. આ મામલે પણ સમગ્ર તપાસ કરવી જોઈએ કે કેવી રીતે એક વ્યક્તિ CMની આટલી નજીક હતી અને સરકારી કામમાં પણ દરમિયાનગીરી કરાઈ હતી.

SC કમિશનના ઉપાધ્યક્ષની રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરશે
નવાબ મલિકે SC કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધર પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. મલિકે કહ્યું હતું કે હલધર પોતાના પદની મર્યાદા ભૂલ્યા છે. તેમનું વર્તન શંકાસ્પદ છે. તેઓ એક એવી વ્યક્તિના ઘરે જાય છે, જે પોતાની જાતિ છુપાવવાનો આરોપી છે. બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિનું આવું વર્તન ખૂબ જ પરેશાન કરનારું છે. જો કોઈનું જાતિનું સર્ટિફિકેટ નકલી છે તો એની તપાસ કરવાનો અધિકાર શિડ્યૂલ કાસ્ટ કમિશનને છે. અમે રાષ્ટ્રપતિ સમક્ષ આ બાબતે ફરિયાદ કરીશું.

અન્ય સમાચારો પણ છે...