• Gujarati News
  • National
  • Navy To Get First Stealth Destroyer INS Visakhapatnam And Calvary Submarine INS Vela This Month

નેવીની તાકાત વધશે:આ મહિને નેવીને મળશે પહેલું સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS વિશાખાપત્તનમ અને કલવરી સબમરી INS વેલા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રક્ષા મંત્રી રાજનાથ સિંહ 21 નવેમ્બરે INS વિશાખાપત્તનમ નેવીને સોંપશે. જેનાં ઠીક 4 દિવસ પછી 25 નવેમ્બર INS વેલાને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની ઉપસ્થિતિમાં નેવીમાં કમીશન મળશે. - Divya Bhaskar
રક્ષા મંત્રી રાજનાથ સિંહ 21 નવેમ્બરે INS વિશાખાપત્તનમ નેવીને સોંપશે. જેનાં ઠીક 4 દિવસ પછી 25 નવેમ્બર INS વેલાને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની ઉપસ્થિતિમાં નેવીમાં કમીશન મળશે.

ભારતીય નેવીની મારક ક્ષમતામાં આ મહિને વધારો થશે. નવેમ્બર મહિનામાં ભારતીય નેવીમાં પહેલી સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS વિશાખાપત્તનમ અને કલવરી શ્રેણીની સબમરીન INS વેલાને સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ 21 નવેમ્બરે INS વિશાખાપત્તનમ નેવીને સોંપશે. જેનાં ઠીક 4 દિવસ પછી 25 નવેમ્બર INS વેલાને નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની ઉપસ્થિતિમાં નેવીમાં કમીશન મળશે.

INS વેલા પ્રોજેક્ટ-75 અંતર્ગત બનેલી ચોથી સબમરીન છે. આ બંને પછી ડિસેમ્બરની શરૂઆતમાં દેશની સૌપ્રથમ સર્વે વેસલ પ્રોજેક્ટ અંતર્ગત બનેલી મિસાઈલને પણ નેવીમાં સામેલ કરવામાં આવશે.

INS વિશાખાપત્તનમ ભારતમાં બનેલું સૌથી મોટું ડિસ્ટ્રોયર
નેવીના વાઈસ ચીફ વાઈસ એડમિરલ સતીશ એન. ઘોરમડેએ કહ્યું કે INS વિશાખાપત્તનમના પ્રોડક્શનમાં સંપૂર્ણપણે સ્વદેશી સ્ટીલનો ઉપયોગ થયો છે. આ ભારતમાં બનેલું સૌથી મોટું ડિસ્ટ્રોયર છે. જેની લંબાઈ 163 મીટર અને તેનું વજન 7400 ટનથી વધુ છે. તેઓએ કહ્યું કે સમુદ્રમાં થતા યુદ્ધમાં આ વોરશિપ ઘણી જ મહત્વપૂર્ણ છે. જેના નિર્માણમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 75 ટકા સ્વદેશી ઉપકરણોથી કરાયું છે.

સરફેસથી હવામાં નિશાન લગાવવામાં સક્ષમ
INS વિશાખાપત્તનમ અનેક હથિયારો અને સેન્સરથી સજ્જ છે. જેમાં સરફેસ ટૂ સરફેસ ઉપરાંત સરફેસ ટૂ એર ટાર્ગેટની ક્ષમતા છે. આ ઉપરાંત તેમાં મીડિયમ અને નાના અંતરની બંદૂક, સબમરીનને રોકવા માટેના સક્ષમ રોકેટ પણ છે.

ચીન અને પાકિસ્તાનનો સામનો કરવામાં મદદ મળશે
ચીન સતત દક્ષિણ ચીન સાગરમાં પોતાની સૈન્ય ક્ષમતાને ઝડપથી વધારી રહ્યાં છે. ચીન ક્યારેક તાઈવાનની પાસે પોતાની સબમરીન પહોંચાડી દે છે તો ક્યારેક સાઉથ કોરિયા અને જાપાનના માછીમારોને સમુદ્રમાં ડરાવવા ધમકીઓ આપે છે.

પાકિસ્તાન પણ પોતાની નેવીને શક્તિશાળી બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

તુર્કી આગામી વર્ષથી STM-500 સબમરીનનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે. જો કે આ પારંપરિક સબમરીનથી નાની હશે, પરંતુ તેનાથી સરહદની સુરક્ષા માટે તહેનાત કરી શકાય છે. સંભાવના છે કે પાકિસ્તાન તેને તુર્કી પાસેથી ખરીદી શકે છે.

અન્ય સમાચારો પણ છે...