• Gujarati News
  • National
  • Navjot Singh Sidhu Is Not Acceptable As CM Of Punjab, What Will The Government Do If It Cannot Run A Ministry

રાજીનામા પછી કેપ્ટનનું ગંભીર નિવેદન:પંજાબના CM તરીકે નવજોત સિંહ સિદ્ધુ સ્વીકાર્ય નથી, જે એક મંત્રાલય ના ચલાવી શક્યા તે સરકાર શું ચલાવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)

પંજાબના મુખ્યમંક્ષી પદથી રાજીનામું આપ્યા પછી કેપ્ટન અમરિંદર સિંહે એક ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધતા કહ્યું કે, જે લોકો મુખ્યમંત્રી બનવા માંગે છે તેમણે મારા વિરુદ્ધ સંપૂર્ણ વાતાવરણ ઉભુ કર્યું છે. મને મુખ્યમંત્રી તરીકે સિદ્ધુ સ્વીકાર્ય નથી. જે એક મંત્રાલય ના ચલાવી શક્યું, તે આખી સરકાર શું ચલાવશે. સિદ્ધુ મુખ્યમંત્રી પદ બનવા માટે સક્ષમ નથી.

હાઈકમાન પર પ્રહાર કરતાં કેપ્ટને કહ્યું કે, વારંવાર હાઈકમાનની બેઠક બોલાવીને કોંગ્રેસ હાઈકમાને સ્પષ્ટ કર્યું કે, તેમને મારા પર વિશ્વાસ નથી. મારુ અપમાન કરાયું છે. રાજીનામું આપવા વિશે મેં સવારે જ નિર્ણય કરી લીધો હતો. મેં સોનિયા ગાંધી સાથે વાત કરીને મારું રાજીનામું આપ્યું છે. હું દિલ્હી ઓછું જઉ છું અને અન્ય લોકો ત્યાં વધારે જાય છે. તેથી તેઓ ત્યાં જઈને શું વાતો કરે છે તે મને ખબર નથી.

રાજીનામું આપ્યું, પરંતુ રાજકારણના દરેક રસ્તા ખુલ્લાં
મેં પંજાબ અને પંજાબીઓ માટે મજબૂતીથી કામ કર્યું છે. મને એ વાતની ચિંતા નથી કે, કોણ સીએમ બને છે અથવા કોને બનાવવામાં આવે છે. કેપ્ટને કહ્યું કે, મેં અત્યારે રાજીનામું આપ્યું છે અને રાજનીતિમાં કોઈ પણ શક્યતાઓનો ઈનકાર ના કરી શકાય. ભાજપમાં સામેલ થવાના સીધા સવાલ વિશે કેપ્ટને કહ્યું કે, રાજકારણમાં કોઈ રસ્તો બંધ નથી હોતો. કેપ્ટને કહ્યું કે, હું પીછેહટ કરનારમાં નથી.

સિદ્ધુ લેફ્ટ ચાલે અને હું રાઈટ, એવું શક્ય નથી
કેપ્ટને કહ્યું કે, મેં પહેલા જ કોંગ્રેસ પ્રધાન સોનિયા ગાંધીને કહ્યું કે, મને સીએમ પદ પરથી મુક્ત કરી દો. સિદ્ધુ લેફ્ટ ચાલે અને હું રાઈટ, એ રીતે હું કામ ના કરી શકું. હરીશ રાવત પણ ત્યારે ત્યાં હાજર હતા.
કેપ્ટને કહ્યું કે, સુખજિંદર રંધાવા અને તૃપ્ત રાંજિદર બાજવાને પણ જવાબ આપ્યો કે, હું 13 વર્ષથી અકાળીઓને કેવી રીતે સહન કરુ છું. તેમણે મને એસેમ્બલીમાંથી કાઢી દીધો. મને લાગે છે કે, તેઓ ખોટું બોલે છે અથવા તેમને રાજકારણ નથી આવડતું.
કેપ્ટને કહ્યું કે, છેલ્લાં અમુક મહિનાઓમાં આ ત્રીજી વખત થયું છે કે, ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હોય. બે વાર ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા અને ત્યારપછી ધારાસભ્યો પક્ષની બેઠક બોલાવામાં આવી હતી. મેં કોંગ્રેસ હાઈકમાનને કહ્યું હતું કે, તમને મારા ઉપર કોઈ શંકા છે કે હું સરકાર નથી ચલાવી શકતો તો મને જણાવો. તેમણે કહ્યું કે, મેં ક્યારેય ધારાસભ્યોના સમર્થનની વાત નથી કરી. મેં રાજીનામું આપ્યું. મેં સોનિયા ગાંધીને કહ્યું છે કે, હું રાજીનામું આપી રહ્યો છું તો પછી ફરી ધારાસભ્યની બેઠક બોલાવવાની શું જરૂર હતી.

હું ખેડૂતોની સાથે છું, તેમને નોકરી-વળતર આપો
કેપ્ટને કહ્યું કે, હું પહેલાં દિવસથી જ ખેડૂતોની સાથે છું. આંદોલનમાં મારા ખેડૂતોના પરિવારોને 5 લાખ રૂપિયા અને એક સભ્યને નોકરી આપવાનો કાર્યક્રમ મારો જ હતો.

કેપ્ટનની ભાજપમાં જવાની અટકળો યથાવત
કેપ્ટને કહ્યું છે કે, જેને કોંગ્રેસ હાઈકમાન પર વિશ્વાસ છે તેને મુખ્યમંત્રી બનાવી દે. તેમણે કહ્યું છે કે, હવે જેની મરજી હોય તેને મુખ્યમંત્રી બનાવી દે. કેપ્ટને કહ્યું કે, ફ્યુચર પોલિટિક્સ વિશે મારી પાસે ઘણાં ઓપ્શન છે. મને રાજકારણમાં 52 વર્ષ થઈ ગયા છે. સાડા 9 વર્ષથી મુખ્યમંત્રી થું. બીજેપીમાં સામેલ થવા વિશે તેમણે સ્પષ્ટ જવાબ ના આપ્યો પરંતુ ઈન્કાર પણ નથી કર્યો. તેમણે કહ્યું કે, તેમની સાથે ઘણાં લોકો જોડાયેલા છે. હું તેમની સાથે વાત કરીશ અને પછી આગળ નિર્ણય કરીશ.