• Gujarati News
  • National
  • The Supreme Court Reversed The Verdict In The 34 year old Rodriguez Case, The Old Man Died

સિદ્ધુને એક વર્ષની સજા:34 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે સંભળાવી સજા, સરેન્ડર પહેલાં દાખલ કરશે પિટીશન

ચંદીગઢએક મહિનો પહેલા

34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રેસિડન્ટ નવજોતસિંહ સિદ્ધૂને સુપ્રીમ કોર્ટે 1 વર્ષની કડક સજા સંભળાવી છે. સિદ્ધૂના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિનું મોત થઈ ગયું હતું. કોર્ટે 4 વર્ષ પહેલા આપેલા ચુકાદાને ફેરવી નાખ્યો છે. ત્યારે સિદ્ધૂને 1 હજાર રૂપિયાના દંડ બાદ છોડી દેવાયો હતો.

સિદ્ધૂ પહેલા આજે જ સરેન્ડર કરવાનો હતો, તે માટે તે અમૃતસર જતી વખતે અડધે રસ્તેથી પટિયાલા પરત ફર્યો હતો. જો કે લીગલ ટીમ સાથે ચર્ચા બાદ હવે સિદ્ધૂ સુપ્રીમ કોર્ટમાં સજા વિરૂદ્ધ ક્યૂરેટિવ પિટીશન ફાઈલ કરશે. જે બાદ સરેન્ડર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

સિદ્ધૂને પંજાબ સરકારે 45 પોલીસ કર્મચારીઓને સિક્યોરિટી આપી હતી. સજા જાહેર થયા બાદ તે પણ પાછા ખેંચી લેવાના આદેશ આપવામાં આવ્યા છે. સિદ્ધૂ થોડો સમય પહેલા પટિયાલા સ્થિત પોતાના ઘરે પહોંચ્યા. જો કે તેમને ચુકાદાને લઈને માત્ર 'નો કોમેન્ટ્સ' કહ્યું. ટ્વીટની મદદથી તેમને જરૂરથી પ્રતિક્રિયા આપી. સિદ્ધૂએ કહ્યું કે તેમને કોર્ટનો ચુકાદો માન્ય છે.

24 પાનાના ઓર્ડરમાં સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટે સિદ્ધૂને સજાના 24 પેજના ઓર્ડર પર સંસ્કૃતના શ્લોકનો ઉલ્લેખ કર્યો.

“यथावयो यथाकालं यथाप्राणं च ब्राह्मणे।
प्रायश्चितं प्रदातव्यं ब्राह्मणैर्धर्धपाठकै:।।
येन शुद्धिमवाप्रोति न च प्राणैर्विज्युते।
आर्ति वा महती याति न चचैतद् व्रतमहादिशे।।''

જેનો અર્થ થાય છે 'પ્રાચીન ધર્મ શાસ્ત્ર પણ કહે છે કે પાપીને તેની ઉંમર, સમય અને શારીરિક ક્ષમતા મુજબ સજા આપવી જોઈએ. સજા એવી પણ ન હોયક તે મરી જાય પણ દંડ તો તેને સુધારવા અને તેના વિચારોને શુદ્ધ કરનારા હોય. પાપી કે ગુનેગારના પ્રાણને સંકટમાં નાખનારી સજા ન આપવી યોગ્ય છે.' સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એમ પણ કહ્યું કે તેમાં 2 વિચાર સંભવ નથી. સામાન્ય સજા ગુનેગારના પીડિતને અપમાનિત અને નિરાશ કરે છે. SCએ કહ્યું કે સિદ્ધૂને માત્ર દંડ કરવો અને સજા ન આપવી તેવી દયા દેખાડવાની જરૂર નથી.

સુનાવણીની સજા સમયે સિદ્ધૂ હાથીની સવારી કરી રહ્યાં હતા
આ મામલે જે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને સજા સંભળાવવામાં આવતી હતી તે સમયે સિદ્ધૂ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. સિદ્ધૂએ હાથી પર બેસીને પ્રદર્શન કરી રહ્યાં હતા. સપ્ટેમ્બર 2018માં તેમને સજા વિરૂદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરી હતી.

સિદ્ધુએ કહ્યું- ચુકાદો સ્વીકાર્ય
આ મામલામાં નવજોત સિદ્ધુની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેમણે ટ્વિટ કર્યું કે ચુકાદો સ્વીકાર્ય છે. સિદ્ધુ હાલ પટિયાલામાં છે. તે લીગલ ટીમ સાથે આગળના પગલાને લઈને ચર્ચા કરી શકે છે. જે સમયે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને સજા સંભળાવવામાં આવી રહી હતી, સિદ્ધુ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર સરકારની વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં હતા. સિદ્ધુએ હાથી પર બેસીને દેખાવો કર્યા હતા. સપ્ટેમ્બર 2018માં તેમણે સજાની વિરુદ્ધ રિવ્યુ અરજી કરી હતી.

જેલમાં કટ્ટર વિરોધી મજીઠિયા સાથે થશે સામનો
હાલ એવી ચર્ચા થઈ રહી છે કે સિદ્ધુની પાસે હવે જેલમાં જવાથી બચવા માટે કોઈ રસ્તો નથી. તેમણે જેલમાં જવું જ પડશે. પંજાબ સરકાર તેમને પટિયાલા જેલમાં મોકલી શકે છે. અહીં જાણીતી અકાલી નેતા બિક્રમ મજીઠિયા પણ ડ્રગ્સ કેસમાં બંધ છે. જો સિદ્ધુને પણ અહીં જ મોકલવામાં આવ્યો તો પછી જેલમાં તેમનો સામનો મજીઠિયા સાથે થઈ શકે છે.

27 ડિસેમ્બર 1988ના રોજ વૃદ્ધ સાથે ઝઘડો થયો હતો
સિદ્ધુ વિરુદ્ધ રોડરેજનો મામલો વર્ષ 1988નો છે. સિદ્ધુનો પટિયાલામાં પાર્કિગ બાબતે 65 વર્ષના ગુરુનામ સિંહ નામની વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. એવો આરોપ છે કે બંને વચ્ચે મારામારી થઈ હતી,જેમાં સિદ્ધુએ કથિત રીતે ગુરુનામ સિંહને મુક્કો માર્યો હતો. પછીથી ગુરુનામ સિંહનું મૃત્યુ થયું હતું. પોલીસે નવજોત સિંહ સિદ્ધુ અને તેમના એક મિત્ર રૂપિંદર સિંહ સિદ્ધુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.

સેશન કોર્ટે નિર્દોષ છોડ્યો, હાઈકોર્ટે કરી સજા
એ પછીથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણી દરમિયાન સેશન કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને પુરાવાનો અભાવ હોવાનું કહીને 1999માં નિર્દોષ છોડ્યો હતો. એ પછીથી પીડિત પક્ષ સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયો હતો. વર્ષ 2006માં હાઈકોર્ટે આ મામલામાં નવજોત સિંહ સિદ્ધુને ત્રણ વર્ષની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા કરી હતી.

સુપ્રીમ કોર્ટે દંડ કરીને છોડી દીધો
હાઈકોર્ટે કરેલી સજાની વિરુદ્ધ નવજોત સિંહ સિદ્ધુ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે 16 મે 2018ના રોજ સિદ્ધુને ઈરાદ વગરની હત્યાના આરોપમાં લાગેલી કલમ 304IPCમાં નિર્દોષ છોડ્યો હતો. જોકે IPCની કલમ 323 એટલે કે ઈજા પહોંચાડવાના મામલામાં સિદ્ધુને દોષિત ઠેરવ્યો હતો. તેમાં તેને જેલની સજા થઈ નહોતી. સિદ્ધુને માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યો હતો.

પીડિત પરિવારની આ માગ
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની વિરુદ્ધ હવે મૃતકના પરિવારે રિવ્યુ અરજી દાખલ કરી છે. તેમની માગ છે કે હાઈકોર્ટની જેમ સિદ્ધુને 304 IPC અંતર્ગત કેદની સજા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી છે, જેની પર આજે ચુકાદો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...