તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Navjot Singh Sidhu Besieges Amarinder Over Vijkap Issue; Sidhu Said If You Work In The Right Direction, There Will Be No Need For Vijkap

પંજાબમાં હવે વીજળી મુદ્દે હોબાળો:નવજોત સિંહ સિદ્ધુએ વીજકાપ મુદ્દે અમરિન્દરનો કર્યો ઘેરાવ; સિદ્ધુએ કહ્યું- યોગ્ય દિશામાં કામ કરશો તો વીજકાપની જરૂર નહીં રહે

પંજાબએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંજાબમાં વીજકાપ મુદ્દે સિદ્ધુએ સવાલ ઉઠાવ્યા
  • પંજાબમાં ભીષણ ગરમી વચ્ચે વીજકાપનું સંકટ

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટ વચ્ચે કોંગ્રેસનેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં વીજકાપ મુદ્દે પોતાની જ સરકારનો ઘેરાવ કર્યો છે. સિદ્ધુએ ન માત્ર અમરિન્દર સરકારને મફત વીજળી આપવાનો રસ્તો બતાવ્યો, પરંતુ રાજ્યમાં વીજળીનો ખર્ચ, વીજકાપ અને વીજળી ખરીદીની સમજૂતીની સચ્ચાઈ પણ સામે રાખી છે. નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આ ફોર્મ્યુલા જણાવી છે કે અંતે પંજાબના લોકોને મફત 24 કલાક વીજળી કઈ રીતે આપી શકાય છે. સિદ્ધુએ વધુમાં જણાવ્યું હતું કે પંજાબના લોકો અન્ય રાજ્યોની તુલનામાં વીજળીના વધુ રૂપિયા આપે છે.

સિદ્ધુએ કહ્યું- યોગ્ય દિશામાં કામ કરીએ તો પંજાબમાં વીજકાપની કોઈ જરૂર જ પડશે નહીં
સરકારી ઓફિસોમાં વીજળી બાબતે જાહેર નિર્દેશ પર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે જો આપણે યોગ્ય દિશામાં કામ કરીએ તો પંજાબમાં વીજકાપની કોઈ જરૂર જ પડશે નહીં અને ન તો મુખ્યમંત્રી (કેપ્ટન અમરિન્દરસિંહ)ને સરકારી ઓફિસોમાં કામકાજનો ટાઈમ કે સામાન્ય લોકો માટે એરકંડિશનર ચલાવવા માટે વ્યવસ્થા કરવાની જરૂરિયાત રહેશે.

સિદ્ધૂએ સાધ્યું કેપ્ટન પર નિશાન
વીજ ખરીદીના ખર્ચ અંગે નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબ સરેરાશ યુનિટદીઠ 4.54 રૂપિયાના દરે પાવર ખરીદી રહ્યું છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ રૂ. 3.85 પ્રતિ યુનિટ છે અને ચંદીગઢ યુનિટદીઠ રૂ. 3.44 ચૂકવે છે. પંજાબ ત્રણ ખાનગી થર્મલ પ્લાન્ટ્સ માટે યુનિટદીઠ 5થી 8 રૂપિયા ચૂકવે છે, જે અન્ય રાજ્યો કરતાં વધારે છે.

સિદ્ધુએ ટ્વીટમાં કહ્યું હતું કે બાદલ સરકારે પંજાબમાં 3 પ્રાઈવેટ થર્મલ પાવર પ્લાન્ટ સાથે પાવર પર્ચેજ એગ્રીમેન્ટ (PPA) પર સહી કરી હતી. પંજાબ આ સમજૂતીમાં 2020 સુધી પહેલેથી જ 5400 કરોડ રૂપિયાની ચુકવણી કરી ચૂક્યું છે અને આગળ ફિક્સ ચાર્જ તરીકે 65,000 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે. જ્યારે પંજાબ નેશનલ ગ્રિડથી ખૂબ જ સસ્તા દરે વીજળી ખરીદી શકે છે, પણ બાદલની સહીવાળું PPA પંજાબના લોકોના હિતની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. કાયદાકીય સંરક્ષણ હોવાને કારણે પંજાબ આ પીપીએ પર ફરીથી વાતચીત નહીં કરી શકે, પણ વિધાનસભા કોઈપણ સમયે નેશનલ પાવર એક્સચેન્જ પર ઉપલબ્ધ કિંમતો પર વીજળી ખર્ચ માટે નવો કાયદો લાવી શકે છે. કાયદામાં સંશોધન કરવાથી આ સમજૂતીને સમાપ્ત થઈ જશે.

આગળના ટ્વિટમાં સિદ્ધુએ કહ્યું હતું કે સમગ્ર વીજ ખરીદી અને પુરવઠા પ્રણાલીના કુલ ગેરવહીવટને કારણે પંજાબની યુનિટદીઠ આવક ભારતમાં સૌથી ઓછી છે. પી.એસ.પી.સી.એલ. પૂરા પાડવામાં આવતા દરેક યુનિટ પર 0.18 વધારાના પૈસા યુનિટદીઠ ચૂકવે છે. આ ત્યારે છે, જ્યારે રાજ્ય તરફથી 9000 કરોડ રૂપિયાથી વધુની સબસિડી આપવામાં આવે છે.

પંજાબને ઓરિજિનલ પંજાબ મોડલની જરૂર, દિલ્હીના કોપી મોડલની નહીં
સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબને ઓરિજિનલ મોડલની જરૂર છે, નહીં કે દિલ્હીનું કોપી કરવામાં આવેલું મોડલ. તેમણે કહ્યું હતું કે પંજાબ 9000 કરોડ વીજળી સબસિડી આપે છે, પરંતુ દિલ્હી માત્ર 1699 કરોડ જ આપે છે. જો પંજાબ દિલ્હી મોડલની નકલ કરે છે, તો આપણને સબસિડી તરીકે માત્ર 1600-2000 કરોડ જ મળશે. પંજાબના લોકોની સારી સેવા માટે એક ઓરિજિનલ પંજાબ મોડલની જરૂર છે, કોપી કરવામાં આવેલા મોડલની નહીં.