• Gujarati News
  • National
  • Navjot Singh Sidhu, Again Embroiled In Controversy, Hurled Insults At The Press Conference

સિદ્ધુની જીભ લપસી ગઈ:નવજોત સિંહ સિદ્ધુ પત્રકાર પરિષદમાં અપશબ્દ બોલી બેસતા ફરી વિવાદોમાં ફસાયા

એક મહિનો પહેલા

નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વખત વિવાદમાં ઘેરાયા છે. પંજાબ કોંગ્રેસ ભવનમાં નવજોત સિંહ સિદ્ધુએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમા તેઓ ચરણજીત સિંહ ચન્ની સરકારની યોજના અંગે માહિતી આપી રહ્યા હતા ત્યારે ગાળ એટલે કે અપશબ્દ બોલ્યા હતા.

આ પત્રકાર પરિષદમાં પત્રકારના પ્રશ્ન-જવાબ આપી રહ્યા હતા. જ્યારે તેમણે રાજ્ય સરકાર દ્વારા વહેચવામાં આવી રહેલા લેબર કાર્ડ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ ચન્ની સરકારની સ્કીમ અંગે જાણકારી આપી રહ્યા હતા અને વાત-વાતમાં ગાળ પણ આપી બેઠા.

સિદ્ધુએ કહ્યું કે હું કહેવા માગુ છું કે અમારી સ્કીમ એ નથી....અમારી જે અર્બન ગેરન્ટી છે કોઈએ આપી છે ગેરંટી...@#@@@..' અને વાતને આગળ ચાલુ રાખી. ન્યૂઝ એજન્સી ANIએ આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પંજાબમાં શહેરી બેરોજગારી વધારે છે
નવજોત સિદ્ધુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે શહેરોમાં વસવાટ કરતા શ્રમિકો પાસે નોકરી નથી. પંજાબમાં શહેરી બેરોજગારી ગામડા કરતા વધારે છે. ગામડાઓની તુલનામાં શહેરોમાં બેરોજગારી બે ગણી છે. તેમણે કહ્યું કે પંજાબ મોડલમાં શહેરી બેરોજગારી બમણી છે. પંજાબ મોડેલ શહેરી રોજગારીની ખાતરી આપે છે, લોકોને નોકરીની ખાતરી આપે છે, ત્યા સુધી કે બિનકુશળ લોકોને પણ નોકરીની ગેરન્ટી છે.

પંજાબમાં શ્રમિકોનું 1 ટકા પણ રજિસ્ટ્રેશન થયું નથી
નવજોત સિદ્ધુએ કહ્યું કે પંજાબમાં શ્રમિકોનું 1 ટકા પણ રજિસ્ટ્રેશન થયું નથી. જ્યારે સરકારને માલુમ જ નથી કે ગરીબ કોણ છે તો તેઓ લાભ કોને આપશે અને કેવી રીતે આપશે. અત્યાર સુધીમાં આવો કોઈ સરવે આવ્યો નથી, તો પછી કેવી રીતે મુલામ પડશે કે ગરીબ કોણ છે.