• Gujarati News
  • National
  • Navjot Sidhu Said Modi Is Doing Drama, There Were No People In The Rally, This Is Why This Plan Happened

PMની સુરક્ષા ચૂકનો મામલો:નવજોત સિદ્ધૂએ કહ્યું- મોદી ડ્રામા કરે છે, રેલીમાં લોકો જ નહોતા, આ કારણે બન્યો આ પ્લાન

અમૃતસર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંજાબમાં મોદીજીને ખતરો હોવાનું કહેવું તે પંજાબ અને પંજાબિયતનું અપમાનઃ સિદ્ધૂ
  • પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકના મામલામાં શુક્રવારે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે આ અંગે કહ્યું કે વડાપ્રધાન મોદીએ જ્યારે હવાઈ માર્ગે જવાનું હતું. રોડથી જવાનો કોઈ પ્લાન જ નહોતો તો તેઓ કઈ રીતે ગયા. આ સિવાય સિદ્ધૂએ કહ્યું કે શું આ સમગ્ર મામલામાં IB અને સેન્ટ્રલ એજન્સી જવાબદાર નથી.

સિદ્ધૂએ કહ્યું કે રેલીમાં લોકો હતા જ નહિ. આ કારણે આખો પ્લાન બનાવવામાં આવ્યો. તેણે કહ્યું કે રેલીમાં 70 હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી હતી. જોકે 500 લોકો પણ આવ્યા નહોતા. આ કારણે આ આખો ડ્રામા કરવામાં આવ્યો છે. સિદ્ધૂએ કહ્યું કે બીજેપી પંજાબને બદનામ કરવાની કોશિશ કરી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધૂએ કહ્યું દરેક પંજાબી, કોંગ્રેસ કાર્યકર્તા દેશની રક્ષા માટે અંતિમ શ્વાસ સુધી લડશે. સિદ્ધૂએ કહ્યું પીએમ મોદીજી પંજાબનું એમ કહેવું છે કે ખરેખર તમારા જીવને ખતરો છે કે આ એક ડ્રામા છે. તેણે એમ કહ્યું કે હું એમ માનુ છે કે આ એક સ્પષ્ટતા કરીને બદનામી થતા અટકાવવાનો પ્રયાસ છે.

સિદ્ધૂએ કેન્દ્રીય એજન્સીઓ પર સવાલ ઉઠાવ્યા
સિદ્ધૂએ કહ્યું અત્યાર સુધી કદાચ એવું નહિ થયું હોય કે 70 હજાર ખુરશીઓ મુકવામાં આવી હોય અને ત્યાં 500 જ લોકોને દેશના પીએમએ સંબોધ્યા હોય. કોઈ પૂર્વ પીએમ તો આવું કરી શકે છે. શું વડાપ્રધાનની સુરક્ષા માત્ર પંજાબ પોલીસ સુધી જ સિમિત છે. IB અને સેન્ટ્રલ એજન્સીના હજારો લોકો તેમાં લાગેલા હોય છે. જ્યારે રોડથી જવાનો જ પ્લાન નહોતો તો શાં માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને જો તેમાં ફેરફાર કરાવામાં આવ્યો તો એ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે રેલીમાં ભીડ ભેગી થઈ નહોતી એટલા માટે આવું બહાનું કાઢવામાં આવ્યું.

પંજાબમાં 60 ટકા ખેડૂતો તમારા વિરોધમાં- સિદ્ધૂ
તેમણે કહ્યું ભારતીય જનતા પાર્ટી આવું પ્રથમ વખત કરી રહી નથી. અમારા ખેડૂતો દિલ્હીની બોર્ડર પર હક માંગવા માટે ઉભા રહ્યાં હતા. તેમને MSPમાં પણ વધારો મળ્યો નહોતો. તમે કહ્યું હતું કે આવકને ડબલ કરી દઈશ. તમે ડબલ નહિ પરંતુ તેમની પાસે જે હતું તે પણ છીનવી લીધું. તમે ખેડૂતોને આતંકી, મવાલી, આંદોલનજીવી અને ખાલિસ્તાની પણ કહ્યાં. હું પોતે એમ માનું છું કે તમારા વિરોધમાં 60 ટકા ખેડૂતો ઉભા થઈ શકે છે. જોકે આ પૈકીનો એક પણ માણસ એવો નહોતો, જેનાથી તમારા જીવને ખતરો હતો. એવામાં એવું કહેવું કે મોદીજીના જીવને ખતરો હતો, તે પંજાબ અને પંજાબિયતનું અપમાન છે.

પીએમની સુરક્ષામાં ચૂકનો મામલો
પીએમ મોદી બુધવારે પંજાબના પ્રવાસે ગયા હતા. અહીં રોડ માર્ગે હુસૈનીવાલા જતી વખતે કેટલાક દેખાવકારોએ તેમનો રસ્તો રોક્યો હતો. તેના પગલે પીએમ મોદીનો કાફલો અહીં 15-20 મિનિટ સુધી રોકાયો હતો. આ ઘટનાને પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક કહેવામાં આવે છે. આ અંગે ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.

અન્ય સમાચારો પણ છે...