તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sidhu Tweeted Aam Aadmi Party Has Always Recognized My Vision, They Know Who Is Fighting For Punjab

સિદ્ધુનું AAPમાં જવાનું નક્કી:સિદ્ધુએ ટ્વીટ કર્યું- આમ આદમી પાર્ટીએ મારા વિઝનને હંમેશાં ઓળખ્યું, તેઓ જાણે છે કે પંજાબ માટે કોણ લડી રહ્યું છે

જલંધર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધુએ આમ આદમી પાર્ટીની પ્રશંસા કરીને નવાં રાજકીય સમીકરણો તરફ ઈશારો કર્યો

પંજાબના મુખ્યમંત્રી પર શાબ્દિક હુમલો કરનાર નવજોત સિંહ સિદ્ધુએ આમ આદમી પાર્ટી(AAP)ની પ્રશંસા કરીને નવાં રાજકીય સમીકરણો તરફ ઈશારો કર્યો છે. AAP પર હુમલો કરનાર સિદ્ધુએ હવે તેની જ પ્રશંસા કરીને રાજકીય ગૂગલી ફેંક્યો છે. સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબમાં વિપક્ષ પાર્ટી AAPએ હંમેશાં તેના વિઝન અને કામને ઓળખ્યું છે. 2017ના અસંસ્કારિતા, ડ્રગ્સ, ખેડૂત અને કરપ્શનના મુદ્દાઓ હોય કે પછી હાલનું રાજ્યનું વીજળી સંકટ હોય. હાલ હું પંજાબનું મોડલ રજૂ કરી રહ્યો છું. તેઓ જાણે છે કે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.

ત્રણ દિવસ પહેલાં દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પંજાબમાં થર્મલ પ્લાન્ટ બંધ કરવાને લઈને જે અરજી કરી હતી એ બાબતે સિદ્ધુએ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે AAP ઈચ્છે છે કે પંજાબમાં થર્મલ પ્લાન્ટ બંધ થઈ જાય. પંજાબમાં વીજળી સંકટથી પંજાબીઓને મુશ્કેલી થાય અને ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય.

ટ્વીટના વીડિયોમાં સંજય સિંહ અને ભગવંત માન કરી રહ્યા છે સિદ્ધુની પ્રશંસા
સિદ્ધુએ ટ્વીટની સાથે એક જૂનો ન્યૂઝ વીડિયો પણ લગાવ્યો છે, જેમાં તેમના રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા પછી પંજાબમાં AAP તરફથી તેમના માટે માહોલ બનાવવાની વાત કહેવામાં આવી છે. વીડિયોમાં AAP નેતા સંજય સિંહ તેમની પ્રશંસા કરી રહ્યા છે. સંજય સિંહ કહે છે કે તે સિદ્ધુના આ સાહસિક અને બહાદુરી ભરેલા નિર્ણયનું સ્વાગત કરે છે.

સિદ્ધુ અને તેમની પત્ની અકાલી દળના ભષ્ટ્રાચાર, ડ્રગમાફિયા, ખેડૂતોની બગડેલી સ્થિતિ સામે અવાજ ઉઠાવતા રહે છે. આ વીડિયોમાં AAPના પજાબ અધ્યક્ષ ભગવંત માન સિદ્ધુની પ્રશંસા કરતા દેખાઈ રહ્યા છે. તેઓ કહે છે કે કોઈપણ વ્યક્તિ ઓપન રોલ મોડલ ન હોઈ શકે. જો સિદ્ધુ પાર્ટીમાં આવે છે તો હું સૌથી પહેલી વ્યક્તિ હોઈશ, જે તેમનું સ્વાગત કરશે.

2018માં એક કાર્યક્રમ દરમિયાન પાડવામાં આવેલી આ તસવીર બીજી કોઈક કહાની કહે છે, પરંતુ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે 2017થી તકરાર ચાલુ છે.(ફાઈલ)
2018માં એક કાર્યક્રમ દરમિયાન પાડવામાં આવેલી આ તસવીર બીજી કોઈક કહાની કહે છે, પરંતુ કેપ્ટન અને સિદ્ધુ વચ્ચે 2017થી તકરાર ચાલુ છે.(ફાઈલ)

સિદ્ધુના ટ્વીટ એટલા માટે મહત્ત્વના છે, કારણ કે પંજાબ કોંગ્રેસનું સંકટ હાલ પણ યથાવત્
પંજાબ કોંગ્રેસમાં હાલ પણ અંદર-અંદર ડખા ચાલી રહ્યા છે. હાઈકમાનની કમિટી પછી CM કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને મળીને આવ્યા. એ પછી પણ કોઈ સમાધાન નીકળ્યું નથી. સિદ્ધુ વિશે સતત એવી વાત પણ કહેવાઈ રહી છે કે તે હાલની કેપ્ટન સરકારમાં કોઈપણ પદ લેવા તૈયાર નથી.

પંજાબમાં રાજકીય ગણિતને જોતાં કોંગ્રેસ કોઈ શીખ ચહેરાને પંજાબમાં પ્રધાનનું પદ આપવા માગતી નથી. એવામાં સિદ્ધુને કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. તેમ છતાં સમગ્ર સંકટનું અત્યારસુધી કોઈ સમાધાન દેખાઈ રહ્યું નથી. આ કારણે એમ માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક સિદ્ધુ આ માધ્યમથી કોઈ રાજકીય સંકેત તો નથી આપી રહ્યાને.

કેજરીવાલે કહ્યું હતું- તમે જીત્યા તો શીખ જ CM થશે
ગત મહિને દિલ્હીના CM અને AAPના ચીફ અરવિંદ કેજરીવાલ પંજાબની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે જાહેરાત કરી હતી કે પંજાબમાં જો AAPની જીત થઈ તો શીખ જ મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન તેમણે સિદ્ધુની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું- તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે, અમે તેમનું સન્માન કરીએ છીએ.