ISI એજન્ટે સૈન્ય કર્મચારીને હનીટ્રેપમાં ફસાયો:પોતે ઈંગ્લેન્ડમાં રિસર્ચ સ્કોલર હોવાનું કહીને ચેટિંગ કરતી હતી, ફોટો મોકલીને લલચાવતી હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયા રામસિંહ. - Divya Bhaskar
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરાયા રામસિંહ.
  • રામ સિંહ પોતે ગુજરાતના અમદાવાદનો વતની હોવાની ખોટી માહિતી આપી હતી
  • પાકિસ્તાની મહિલા જાસૂસે પણ પોતાનું નામ નેહા હોવાનો દાવો કર્યો હતો

જોધપુરમાં બેસીને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સૈનિક રામ સિંહ જયપુરમાં ઈન્ટેલિજન્સ પોલીસના રિમાન્ડ પર છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે 25 ઓગસ્ટે રામસિંહે પ્રથમ વખત મહિલા એજન્ટનો વોટ્સઅપ મેસેજ પર સંપર્ક કર્યો હતો. મહિલા એજન્ટે પુછતા રામ સિંહે પોતાનું અસલી નામ છુપાવીને પોતે રાજબીર હોવાનું કહ્યું. તેણે પોતાને માઉન્ટઆબુની જગ્યાએ ગુજરાતના અમદાવાદનો વતની કહ્યો.

સૂત્રોના જણાવ્યા મુજબ, શરૂઆતના દિવસોમા ચેટિંગમાં રામ સિંહે મહિલા એજન્ટનું નામ અને એડ્રેસ પૂછ્યું તો પાકિસ્તાની મહિલા જાસૂસે પણ પોતાનું નામ નેહા કહ્યું. તેણે કહ્યું કે તે હરિયાણાની રહેવાસી છે અને ઈંગ્લેન્ડમાં રિસર્ચ સ્કોલર છે. તે સ્ટ્રેટેજિક અને રાજકીય સંબંધો પર રિસર્ચ કરી રહી છે. મહિલા જાસૂસ રામ સિંહ સાથે ચેટિંગ દરમિયાન બે નંબરોથી વાત કરતી હતી. તેમાં એક મોબાઈલ નંબર વિદેશી અને બીજો ભારતીય મોબાઈલ સીમનો નંબર હતો.

રિસર્ચમાં જરૂરિયાત જણાવીને માંગતી હતી માહિતી
મહિલા જાસૂસે રામસિંહને હનીટ્રેપનો શિકાર બનાવ્યો. તે તેની સાથે પ્રેમની વાત કરવા લાગી હતી. તેની સાથે ભારત આવીને લગ્ન કરવાની પણ વાત કહી હતી. તે મોટાભાગે તેને ફોટો મોકલતી હતી. આ સંુદર તસ્વીરોને રામ સિંહે અસલી ગણી. તે હનીટ્રેપનો શિકાર થતો ગયો. આ દરમિયાન મહિલા જાસૂસે રિસર્ચના નામે રામ સિંહ પાસે ભારતીય સેનાના મહત્ત્વના દસ્તાવેજ માંગવાના શરૂ કર્યા.

આ રીતે કરતો રહ્યો જાસૂસી
રામ સિંહ મિલિટ્રી એન્જિનિયરિંગ સર્વિસમાં ચોથા વર્ગનો કર્મચારી હતો. તેનું કામ મિલિટ્રી દસ્તાવેજોની ફોટો કોપી કરવી, સેના સાથે જોડાયેલા દસ્તાવેજોની ફાઈલોને ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓને આપવાનું હતું. આ દરમિયાન તે તક મેળવીને પોતાના મોબાઈલ ફોનમાં ફોટો ખેંચતો હતો. આ ફોટાને તે પાક-મહિલા એજન્ટને મોકલતો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવી રહી છે કે રામ સિંહે ક્યાં-ક્યાં દસ્તાવેજ પાકિસ્તાનમાં ઉપસ્થિત મહિલા જાસૂસને મોકલ્યા હતા.

દોસ્ત મારફતે મળ્યો હતો મહિલા એજન્ટનો મોબાઈલ નંબર
માઉન્ટઆબૂના ગોવા ગામના રહેનારા રામ સિંહને લગભગ બે મહિના પહેલા એક દોસ્ત મારફતે પાકિસ્તાની મહિલા એજન્ટનો મોબાઈલ નંબર મળ્યો હતો. રાજસ્થાનની બહાર રહેતો તેનો દોસ્ત પણ મહિલા એજન્ટને ભારતીય સમજીને વાતચીત કરતો હતો.

એમ કહેવાઈ રહ્યું છે કે આ મોબાઈલ સીમ ઓરિસ્સામાંથી ઈસ્યુ થયું હતું. દોસ્તને મોબાઈલ પર વાતચીત કરતા જોઈને રામ સિંહએ પણ નંબર લઈ લીધો. તે પછી તેણે ચેટિંગ પણ શરૂ કર્યું. એમ કહેવાઈ રહ્યું છે કે જે યુવકે નંબર આપ્યો, તે પણ ક્યાંક પકડાઈ ગયો છે.

સતત દેખરેખ પછી મંગળવારે જોધપુરમાં પકડાયો હતો
મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે રામ સિંહ મિલિટ્રી એન્જિનિયરિંગ સર્વિસમાં છે અને હાલ જોધપુર ઝોનમાં એમઈએસને આધીન ચોથી વર્ગનો કર્મચારી છે. તે છેલ્લા થોડા દિવસોથી ગુપ્તચર એજન્સીના રડાર પર હતો. સતત દેખરેખ પછી ઈન્ટેલિજન્સ દ્વારા પ્રાપ્ત ઈનપુટન આધારે મંગળવારે જોધપુરથી તેની ધરપકડ થઈ હતી.

બે દિવસના રિમાન્ડમાં કરવામાં આવી રહી છે પૂછપરછ
રિમાન્ડમાં પૂછપરછ કરીને એ જાણવામાં આવશે કે છેલ્લા પોણા બે મહિનામાં પાકિસ્તાનની આઈએસઆઈ મહિલા એજન્ટને રામ સિંહે કઈ-કઈ અગત્યની માહિતી મોકલી હતી. આ માહિતી વોટ્સએપ ચેટિંગ સિવાય ક્યાં માધ્યમથી મોકલવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...