તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈમાં 12 વર્ષના કિશોરનું દર્દનાક મોત:વીજળીના તારને અડેલી હતી લોખંડની સીડી, કિશોર અડતાં જ આખા શરીરમાં આગ લાગી ગઈ

7 દિવસ પહેલા
આ દર્દનાક ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

સોમવારે સવારે એરોલીમાં એક 12 વર્ષના કિશોરનું વીજળીનો કરંટ લાગવાને કારણે મોત થઈ ગયું છે. કિશોર રસ્તાના કિનારે આવેલી લોખંડની સીડીના સંપર્કમાં આવ્યો હતો. આ સીડી વીજળીના તારને અડેલી હતી. એમાં દોડતા હાઈવોલ્ટેજ કરંટનો અંદાજે એ વાતથી લગાવી શકાય છે કે ગણતરીની સેકન્ડોમાં જ કિશોરના શરીરમાં આગ લાગી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

આ રીતે થઈ દુર્ઘટના
રબાલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી યોગેશ ગાવડેએ જણાવ્યું હતું કે હજી સુધી કિશોરની ઓળખ થઈ શકી નથી. માનવામાં આવે છે કે આ કિશોર ફૂટરાથ પર જ રહેતો હતો. ઘટના સોમવારે વહેલી સવારે એરોલી સેક્ટર 7માં 8.52 લાગે શિવ શંકર પ્લાઝા 2માં દુકાન નંબર 7ની સામે ઘટી હતી. ઘટનાસ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ છે. વીડિયોના આધારે પોલીસે એક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધી લીધો છે.

યોગેશ ગાવડેએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારની હજી કોઈ જાણ થઈ નથી. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે લોખંડની આટલી મોટી સીડી ત્યાં કેમ રાખવામાં આવી છે. જો આમાં કોઈની બેદરકારી દેખાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ફરિયાદ નોંધવામાં આવી
સોશિયલ એક્ટિવિસ્ટ બાપુ પોલે જણાવ્યું હતું કે આ છોકરો ટ્રાફિક સિગ્ન પર રમકડાં વેચવાનું કામ કરતો હતો. સીડીને આ રીતે રાખવી એક મોટી બેદરકારી છે. અમે આ વિશે એક ફરિયાદ નોંધી લીધી છે. દોષિતો સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.

વીજળી કંપનીની સ્પષ્ટતા
મુંબઈમાં ઈલેક્ટ્રિસિટી સપ્લાઇ કરતી MSEDCL દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 21 ફેબ્રુઆરીએ દીવા ફિડર પર દીવા ગામમાં, લેંસકાર્ટ શોપની સામે રાખવામાં આવેલી સીડીને કોઈએ ધક્કો મારીને વીજળીના તારને અડાડી દીધી હતી. ત્યાર પછી એમાં 11KVનો કરંટ પસાર થતો હતો. 22 ફેબ્રુઆરીએ સવારે 8.52 વાગે દીવા ફિડર ટ્રિપ થઈ ગયો હતો. પીડિતે સીડીના થાંભલાને પકડીને રાખ્યો હતો અને તેણે કોઈ ચપ્પલ નહોતા પહેર્યાં. તેથી બાળકને શોક લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો