• Gujarati News
  • National
  • Nationwide Raid Against Chinese Mobile Company, Gurugram Delhi Mumbai And Bangalore Office Probe Launched

ડ્રેગન વિરૂદ્ધ કડક પગલાં:ચીની મોબાઈલ કંપની શાઓમી-વનપ્લસ અને ઓપ્પોની ઓફિસમાં ITના દરોડા, દિલ્હી-NCR અને કર્ણાટક સહિત 15 સ્થળે કાર્યવાહી શરૂ

6 મહિનો પહેલા
  • નેપાળ અને અમેરિકામાં પણ ચીની કંપનિઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાઈ

દેશભરમાં કાર્યરત ચાઈનિઝ મોબાઈલ કંપનીઓની ઓફિસમાં બુધવારે સવારથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. સવારે 9 વાગ્યે દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર સહિત ઘણા શહેરોમાં તપાસ હાથ ધરાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ કંપની સામે ટેક્સ ચોરીનો આરોપ મૂકાયો છે. આની પહેલા મંગળવારે સમાચાર આવ્યા હતા કે નેપાળે પણ ચીની કંપનીઓને બ્લેકલિસ્ટ કરી દીધી છે.

મોબાઈલ કંપની ઓપ્પો ગ્રુપ અને શાઓમી વિરૂદ્ધ ઈનકમ ટેક્સ વિભાગ કડક કાર્યવાહી કરી હતી. IT વિભાગ દ્વારા ઓપ્પો ગ્રુપ સાથે જોડાયેલા ઘણા વરિષ્ઠ અધિકારીઓ, નિર્દેશકો, CFO સહિત અન્ય અધિકારીઓ વિરૂદ્ધ દરોડા પાડવામાં આવ્યા છે.

ભારતના મોબાઈલ માર્કેટમાં 70 ટકા ચાઈનિઝ પ્રોડક્ટ
એક રિપોર્ટના આધારે ભારતનું સ્માર્ટફોન માર્કેટ લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું છે. જેમાંથી 70 ટકા ભાગીદારી ચીની કંપનીઓની પ્રોડક્ટ છે. વળી ભારતમાં ટેલીવિઝનનું માર્કેટ લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું છે. જેમાં ચીની કંપનીઓની ભાગીદારી સ્માર્ટ ટીવીમાં પણ લગભગ 45 ટકા છે. જ્યારે નોન સ્માર્ટ ટીવીમાં ચીની કંપનીઓની ભાગીદારી લગભગ 10 ટકા રહી છે.

મોબાઈલ ફોન- ફાઈલ ફોટો
મોબાઈલ ફોન- ફાઈલ ફોટો

ચાઈનીઝ મોબાઈલ કંપની વિરૂદ્ધ દરોડા
મીડિયા રિપોર્ટ્સના આધારે દિલ્હી-NCRના ગુરુગ્રામ, રેવાડીમાં દિલ્હી યૂનિટ અને બેંગ્લોર યૂનિટ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ભારતમાં કેટલી ચીની કંપનિઓ વેપાર કરે છે?
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં અત્યારે 80 ચીની કંપનિઓ સક્રિય રીતે વેપાર કરી રહી છે. તેવામાં ભારતમાં 92 ચીની કંપનિઓ રજિસ્ટર્ડ છે, જેમાંથી 80 કંપનિઓ વેપાર કરી રહી છે.

નેપાળ અને અમેરિકામાં પણ ચીની કંપનિઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી

  • નેપાળના એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં ભાગ લેવા પર પણ રોક લગાવી દેવાઈ છે.
  • ચીન સમર્થિત વિવિધ 3 કંપનિઓ- ચીન સીએમસી એન્જીનિયરિંગ કંપની, નોર્થવેસ્ટ સિવિલ એવિએશન એરપોર્ટ કંસ્ટ્રક્શન ગ્રુપ અને ચાઈના હાર્બર એન્જિનિયરિંગ કંપનીને વિવિધ ગુનામાં સંડોવાયેલા હોવાની માહિતી મળતા બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે.
  • અમેરિકા નવેમ્બરમાં ચીનની લગભગ 13 કંપનિઓ સામે પ્રતિબંધ લાદી ચૂકી છે. આ કંપનિઓને અમેરિકી વેપાર કરવાથી સંપૂર્ણપણે રોકી દેવાઈ છે. આ તમામ કંપનિઓને પણ બ્લેકલિસ્ટ કરી દેવાઈ છે.
  • તમને જણાવી દઈએ કે ચીની કંપનિઓ સામે પહેલા પણ ચીની સેનાની સહાય કરવાનો આક્ષેપ લાગી ચૂક્યા છે. અન્ય ઘણી કંપનિઓ સામે પૂર્વ ચીનની સેના માટે જાસૂસી કરવાનો આક્ષેપ પણ લાગી ચૂક્યો છે.
અન્ય સમાચારો પણ છે...