• Gujarati News
  • National
  • NATIONAL NEWS UPDATE| PM Modi Gets Emotional Over Emerging Disease Of Black Fungus, Tells Doctors This Is A New Challenge; Need To Save Children

મહામારી અંગે મોદીની ડૉકટરો સાથે બેઠક:બ્લેક ફંગસની ઊભરતી બીમારીને કારણે PM મોદી ભાવુક થયા, ડૉકટરોને કહ્યું- આ નવો પડકાર છે; બાળકોને બચાવવાં જરૂરી

7 મહિનો પહેલા
PM મોદીની ફાઈલ તસવીર.
  • કોરોનાને પરાસ્ત કરવા વેક્સિનેશનમાં ભાગ લેવા પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી હતી
  • બ્લેક ફંગસ પર સાવચેત રહેવા PM મોદીએ ટકોર કરી, બાળકોને મહામારીથી સુરક્ષિત રાખવાનો આગ્રહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીના ડૉકટરો સાથે ચર્ચાવિચારણા કરી હતી. ડૉકટરો સાથેની આ ચર્ચા દરમિયાન PM મોદી ભાવુક થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોરોના વિરુદ્ધની લડતમાં ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે.

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું સમગ્ર કાશીવાસીઓનો આભારી છું, ખાસ કરીને અહીંના ડૉકટર, નર્સ તથા અન્ય સ્વાસ્થ્યકર્મચારીઓનો, જેમણે આ કપરાકાળમાં પણ લોકોની સેવા કરી છે. આ તમામ આરોગ્યકર્મચારીઓની કામગીરી અત્યંત પ્રશંસનીય છે. આ વાયરસ આપણા સ્વજનોને પણ ભરખી રહ્યો છે. હું એ તમામ લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છું, જેમણે કોરોના મહામારી સામે લડત આપતાં-આપતાં પોતાનો જીવ ગુમાવ્યો છે. મારી સાંત્વના પણ તેમનાં પરિવારજનો સાથે છે.

મહામારીએ દેશી આરોગ્ય વ્યવસ્થાને ખોરવી દીધી
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે કોરોના મહામારીમાં દરેક દેશવાસીએ પોતાના રક્ષણ માટે એક અંગત લડાઈ પણ લડવાની છે. અત્યારે આ વાયરસનું સંક્રમણ પહેલાં કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દેશની હોસ્પિટલોમાં દર્દીઓને પણ વધુ સમય સુધી દાખલ રહેવું પડે છે. આ મહામારીએ દેશની આરોગ્ય વ્યવસ્થાને ખોરવી દીધી છે.

PM મોદીએ વારાણસીના ડૉકટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આપણે સૌ વારાણસીમાં કોરોનાવાયરસને કાબૂમાં લાવવા માટે સફળ રહ્યા છીએ, પરંતુ અત્યારે દરેકનું ધ્યાન વારાણસી અને પૂર્વાંચલનાં ગામને બચાવવા પર કેન્દ્રિત હોવું જોઇએ. PM મોદીએ મહામારીને નાથવા માટે મંત્ર આપ્યો હતો કે 'જ્યાં બીમાર, ત્યાં સારવાર'. આ મંત્રને અનુસરીને પ્રધાનમંત્રી મોદીએ આગામી સમયમાં વધુ સતર્ક રહેવાની જાણકારી આપી હતી.

વેક્સિનેશન અંગે મોદીની અપીલ, બ્લેક ફંગસ અંગે ચેતવણી આપી
PM મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેરમાં સતત દિવસ-રાત કાર્યરત ડૉકટરોએ વેક્સિનના ડોઝ લીધા હોવાને કારણે સંક્રમિત થયા વગર લોકોની સારવાર કરી હતી. કોરોના સંક્રમણના કપરાકાળમાં દરેક વ્યક્તિએ વેક્સિનને પોતાનું સુરક્ષાકવચ અને અંગત જવાબદારી માનીને લેવી જોઇએ.

બ્લેક ફંગસ પર સાવચેત રહેવા PM મોદીની ટકોર
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે બધા એક અજ્ઞાત શત્રુનો સામનો કરી રહ્યા છે, જે સમયાંતર વેશ બદલીને હુમલો કરે છે. આગામી સમયમાં આપણે બાળકોને સુરક્ષિત રાખવાનાં છે. પીએમ મોદીએ આ અંગે વધુ સતર્કતા દાખવવા અપીલ કરી હતી. તેમણે બ્લેક ફંગસનાં રોગ અંગે પણ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.

મોદીએ 100 જિલ્લાના ડીએમ સાથે પણ ચર્ચા કરી હતી
કોરોનાની બીજી લહેર અને બ્લેક ફંગસ રોગના કહેર વચ્ચે નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યના સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરીને મહામારીને નાથવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. વારાણસીના ડૉકટરો સાથે ચર્ચાવિચારણા કર્યા પહેલા મોદીએ છેલ્લા કેટલાક દિવસોમાં 100 જિલ્લાના ડીએમ સાથે પણ વાતચીત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...