ભાસ્કર LIVE અપડેટ્સ:પંજાબમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ડેરા રાધા સ્વામી બ્યાસ પહોંચ્યા શાહ, 3 દિવસ પહેલાં મોદી પણ મળ્યાં હતા બ્યાસ પ્રમુખને

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પંજાબ મુલાકાત દરમિયાન ડેરા રાધા સ્વામી બ્યાસ પહોંચ્યા. અહીં ગૃહ મંત્રીએ રાધા સ્વામી સત્સંગના પ્રમુખ બાબા ગુરિંદરસિંહ ઢિલ્લો સાથે મુલાકાત કરી. આ પહેલા વડાપ્રધાન મોદીએ રવિવારે નવી દિલ્હીમાં પંજાબના બ્યાસ સ્થિત રાધા સ્વામી સત્સંગ ડેરાના અધ્યક્ષ બાબા ગુરિંદરસિંહ ઢિલ્લો સાથે મુલાકાત કરી હતી. મોદીએ ડેરા બ્યાસના પ્રમુખ સાથે આ મુલાકાત તેમની પંજાબ ચૂંટણીમાં પહેલી ફિઝિકલ રેલીના એક દિવસ પહેલા કરી હતી. રાજકીય સમીક્ષકો આ મુલાકાતને પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી તેવું માની રહ્યાં છે. જો કે ડેરા રાધા સ્વામીએ ક્યારેય પોતાના ભક્તોને કોઈ ખાસ પાર્ટીને વોટ આપવાની અપીલ નથી કરી.

UPમાં ચૂંટણી વચ્ચે કોર્ટે મુખ્તારને જેલમાંથી છોડવાના આદેશ આપ્યા, 11 વર્ષથી જેલમાં બંધ છે બાહુબલી

ત્રીજા તબક્કાના વોટિંગના 4 દિવસ પહેલાં બાહુબલી મુખ્તાર અંસારીને જેલમાં છોડવાના આદેશ આપવામાં આવ્યાં (ફાઈલ)
ત્રીજા તબક્કાના વોટિંગના 4 દિવસ પહેલાં બાહુબલી મુખ્તાર અંસારીને જેલમાં છોડવાના આદેશ આપવામાં આવ્યાં (ફાઈલ)

​​​​​​​ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. ત્રીજા તબક્કાના વોટિંગના 4 દિવસ પહેલાં બાહુબલી મુખ્તાર અંસારીને જેલમાં છોડવાના આદેશ આપવામાં આવ્યાં છે. મઉની MP/MLA કોર્ટે આ આદેશ ગેંગસ્ટર એક્ટ મામલે આપ્યો છે. જો કે 11 જેટલાં કેસ મુખ્તાર પર નોંધાયેલા છે. એવામાં તે જેલમાંથી બહાર આવશે કે નહીં તે એક પ્રશ્ન છે. બાહુબલી મુખ્તાર અંસારી છેલ્લાં 11 વર્ષથી જેલમાં બંધ છે.

ચીની કંપની હુવેઈ વિરૂદ્ધ ફરી મોટી કાર્યવાહી, ભારતીય ઓફિસોમાં ITના દરોડાં

​​​​​​​આવકવેરા વિભાગે ટેક્સ ચોરીની તપાસ અંતર્ગત ચીનની ટેલિકોમ કંપની હુવેઈની ભારત સ્થિત ઓફિસમાં દરોડાં પાડવામાં આવ્યા છે. મંગળવારે કંપનીના દિલ્હી, ગુરુગ્રામ અને બેંગલુરુ સ્થિત ઓફિસમાં દરોડાં પાડવામાં આવ્યા છે. ITના અધિકારીઓએ કંપની તેના ભારતીય બિઝનેસ અને વિદેશ લેવડ-દેવડ વિરૂદ્ધ કથિત ટેક્સ ચોરીની તપાસ અંતર્ગત નાણાકીય દસ્તાવેજ જોયા અને કેટલાંક રેકોર્ટ પણ જપ્ત કર્યા. આ દરોડાં પર હુવેઈએ કહ્યું કે દેશમાં તમામ ઓપરેશન દરમિયાન તેઓ સંપૂર્ણપણે કાયદાનું પાલન કરે છે.

આસામના CM હિમંત બિસ્વા વિરૂદ્ધ હૈદરાબાદમાં FIR
હૈદરાબાદ પોલીસે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને કેસ નોંધાયો છે. મામલો TPCCના અધ્યક્ષ રેવંત રેડ્ડીની ફરિયાદ પર હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 504 અને 505(2) અંતર્ગત કેસ નોંધાયો છે. રેડ્ડીએ હિમંત બિસ્વાની તાત્કાલિક ધરપકડની માગ કરી છે.

રેવંતે ફરિયાદમાં કહ્યું કે આસામના CMની ટિપ્પણી એક મહિલા માટે અપમાનજનક છે, રાષ્ટ્રીય ચૂંટણી પંચના મુખ્ય અધિકારીએ હિમંત બિસ્વા શર્માની ધરપકડના આદેશ કેમ ન આપ્યા. ભાજપે તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવા જોઈએ, પરંતુ તેઓ તેમના ટિપ્પણીનું સમર્થન કરતાં રહ્યાં છે.

કેટલાંક લોકો કહે છે કે આ ગાંધી પરિવારનું અપમાન છે, પરંતુ આ દેશની મહિલાઓનું અપમાન છે.

રાંચી એરપોર્ટ પર કપિલ મિશ્રાને રોકવામાં આવ્યા

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાને રાંચી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. કપિલ મિશ્રા હઝારીબાગના બરહીમાં બે જૂથ વચ્ચે થયેલા વિવાદમાં મૃત્યુ પામનારા રુપેશ પાંડેના પરિવારને મળવા જઈ રહ્યાં હતા. મળતી માહિતી મુજબ રાંચી પોલીસે તેમને એરપોર્ટની બહાર જ નીકળવા ન દીધા. કેટલાંક સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો કે એરપોર્ટ પર ભાજપના નેતાની અટકાયત કરાઈ હતી. રાંચી પોલીસ દ્વારા સત્તાવાર રીતે આ વાતની કોઈ જાણકારી અપાઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને માત્ર બહાર જતાં રોકવામાં આવ્યા હતા.

ઉપહાર અગ્નિકાંડમાં અંસલ બ્રધર્સની સજા યથાવત
ઉપહાર સિનેમા કાંડમાં પુરાવા સાથે છેડછાડના મામલે અંસલ બ્રધર્સની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સુશીલ અંસલ અને ગોપાલ અંસલને 8 નવેમ્બરે પટિયાલા હાઉસ કોર્ટે ઉપહાર અગ્નિકાંડ કેસમાં પુરાવામાં ચેડાં કરવાના આરોપમાં સાત વર્ષ કેદની સજા સંભળાવી હતી અને દરેક આરોપીને 2.25 કરોડ રૂપિયાનો દંડ ફટકાવામાં આવ્યો હતો.

મામલો ઉપહાર સિનેમામાં લાગેલી આગ સાથે જોડાયેલો છે, જ્યાં 13 જૂન 1997નાં રોજ હિન્દી ફિલ્મ બોર્ડરની સ્ક્રીનિંગ દરમિયાન આગ લાગી હતી જેમાં 59 લોકોનાં મોત નિપજ્યા હતા. 2015માં એક નીચલી અદાલતે ઉપહાર સિનેમાના ઓનર અંસલ બ્રધર્સને દોષી જાહેર કર્યા હતા.

લખનઉ-અયોધ્યા હાઈવે પર ઊભેલા એક કન્ટેનરમાં કાર ઘુસી, 6 લોકોનાં મોત
બારાબંકીમાં બુધવારે એક ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યા છે. અહીં હાઈવે પર ઊભેલા એક કન્ટેનરમાં સ્પીડમાં આવતી કાર ઘુસી ગઈ હતી. દુર્ઘટનામાં કાર સવાર 6 લોકોના મોત ઘટના સ્થળે જ નિપજ્યા હતા. પોલીસે જણાવ્યું કે કાર સવાર પરિવાર ગુજરાતના સુરતથી ફૈઝાબાદ જઈ રહ્યો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ કન્ટેનરમાં અંદર ઘુસી ગયો. દુર્ઘટનામાં તમામ લોકોના મોત ઘટનાસ્થળે જ નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...