ભાસ્કર LIVE અપડેટ્સ:આશીષ મિશ્રાની જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી, લખીમપુરી ખીરીમાં ખેડૂતોને કચડવાનો છે આરોપ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ખેડૂતોને ગાડીથી કચડવાના કેસના મુખ્ય આરોપી અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશીષ મિશ્રાને મળેલા જામીનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજદારે મિશ્રાના જામીન રદ કરવા અને અલ્હાબાદ હાઈકોર્ટને જામીન આપવાના નિર્ણય પર રોક લગાવવાની માગ કરી છે. લગભગ 4 મહિના સુધી જેલમાં બંધ રહેલા આશીષ મિશ્રાને હાલમાં જ જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ શિવકુમાર ત્રિપાઠી અને સીએસ પાંડાએ અરજી લગાવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ અનુમાનના આધારે છે. કોઈ પણ જાતના ડર વગર ફરી રહેલા આરોપી પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. સાક્ષી, ખેડૂતો અને પીડિત પરિવારો સામે પણ ખતરો છે. SITને સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે. યુપી અને કેન્દ્ર સરકારને પીડિતોને તાત્કાલિક ધોરણે સહાય રકમ ચુકવવાના નિર્દેશ આપવામાં આવે.

દિલ્હીમાં મળી સંદિગ્ધ બેગ
દિલ્હી પોલીસે ગુરુવારે શહેરના સીમાપુરી વિસ્તારમાં સંદિગ્ધ બેગ જપ્ત કરી છે. આ કાર્યવાહી એક ફોન કોલ પછી થઈ છે. જેની તપાસ માટે વિશેષ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ગાજીપુરી આરડીએક્સ મામલાની તપાસ દરમિયાન સ્પેશિયલ સેલને સીમાપુરીના આ મકાનની જાણકારી મળી. સ્પેશિયલ સેલની ટીમ જ્યારે અહીં પહોંચી તો આ ઘર બંધ હતું. અહીં જ સંદિગ્ધ બેગ મળી હતી. ફાયરબ્રિગેડની ટીમ અને NSG ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસમાં આ વાત સામે આવી છે કે જ્યાંથી આ બેગ મળી ત્યાં 4 યુવકો રહેતા હતા, હવે તેઓ ગાયબ છે.

JIOને જોરદાર ઝટકો
દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો માટે ટ્રાઈ દ્વારા જાહેર ડિસેમ્બર 2021ના આંકડા સારા ન રહ્યાં. ટ્રાઈ દ્વારા જાહેર લિસ્ટ મુજબ, ડિસેમ્બર 2021માં 12.9 મિલિયન (1.29 કરોડ) ગ્રાહકોએ જિયોનો સાથે છોડી દીધો છે. બીજી તરફ BSNLથી 1.1 મિલિયન (11 લાખ) અને ભારતી એરટેલ 0.47 (4.70 લાખ0 યુઝર્સ જોડાયાં. તો વોડાફોન આઈડિયા (Vi)થી 16 લાખ યુઝર્સ અલગ થઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...