• Gujarati News
  • National
  • Ashwini Kumar, Considered Close To Sonia, Left The Congress; He Has Been An MP And Minister In The Rajya Sabha For 14 Years

ભાસ્કર LIVE અપડેટ્સ:આસામમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ નોંધાઈ 1500 ફરિયાદ, ભાજયુમોએ કહ્યું- દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે કોંગ્રેસ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

આસામમાં ભાજયુમોના કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ 1500 ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ રાહુલ ગાંધીના એક ટ્વીટને લઈને કરવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આ વાતની જાણકારી આપી છે. કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી હિમંત, પ્રદેશ ભાજપના અધ્યક્ષ ભાબેશ કલિતા અને મંત્રી પીયૂષ હઝારિકા સાથે ચર્ચા પછી આ પગલું ભર્યું છે. ભાજયુમોનું કહેવું છે કે કોંગ્રેસ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.

ભારતમાં જી-20 સચિવાલય સ્થાપિત કરવાની મંજૂરી
કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ભારતમાં જી-20 સચિવાલય સ્થાપિત કરવાની મંજૂરી આપી છે, જેનો હેતુ ભારતમાં જી-20ની અધ્યક્ષતા માટે જરૂરી વ્યવસ્થા કરવાનું છે. ભારતમાં 1 ડિસેમ્બર 2022થી 30 નવેમ્બર 2023 સુધી જી-20ની અધ્યક્ષતા કરશે.

સંજય રાઉતે ફડણવીસ સરકાર વિરૂદ્ધ 25 હજાર કરોડ કૌભાંડનો આરોપ લગાવ્યો

​​​​​​​શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર વિરૂદ્ધ 25 હજાર કરોડ કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તેમને ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા પર PMC બેંક કૌભાંડમાં સામેલ થવાનો આરોપ કર્યો છે. સંજયે કહ્યું કે હું ટૂંક સમયમાં જ સરકારમાં થયેલા તમામ કૌભાંડને ડિલેટ EOW અને પછી EDને સોંપીશું. શિવસેના સાંસદે કહ્યું કે ગત દિવસોમાં ભાજપના કેટલાંક નેતાઓએ તેમને મહારાષ્ટ્ર સરકાર છોડવાની ધમકી આપી હતી. ભાજપના નેતાઓએ તેમની વાત નહીં માનો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું કહ્યું. રાઉતના જણાવ્યા મુજબ ભાજપ નેતાઓએ કહ્યું કે તેઓ કોઈ પણ કિંમતે સરકાર પાડીને રહેશે. તે પછી તેના માટે ધારાસભ્યો તોડવા પડે કે રાષ્ટ્રપતિ શાસન લગાડવું પડે.

સોનિયાના નજીકના ગણાતા અશ્વિની કુમારે કોંગ્રેસે છોડ્યું; 14 વર્ષથી રાજ્યસભામાં સાંસદ, મંત્રી પણ રહ્યા​​​​​​​

સોનિયા ગાંધીના નજીકના પૂર્વ કેન્દ્રીય કાયદા મંત્રી અશ્વિની કુમારે કોંગ્રેસે છોડ્યું છે. તેઓ 14 વર્ષથી રાજ્યસભા સાંસદ હતા. પાર્ટીનો સાથ છોડવાની સાથે જ પૂર્વ મંત્રીએ કોંગ્રેસને સલાહ પણ આપી. અશ્વિનીએ કહ્યું કે આજે પાર્ટીના ઈમાનદાર અને લોકપ્રિય નેતા કોંગ્રેસ છોડીને જઈ રહ્યાં છે, આ અંગે નેતૃત્વએ વિચાર કરવાની જરૂર છે.

1947 પછી પહેલી વખત ભારતમાં જોવા મળશે ચિત્તો

આઝાદી પછી પહેલી વખત ભારતમાં ચિત્તો જોવા મળશે. જે માટે ભારતીય પ્રતિનિધિમંડળે ચિત્તાને એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ સુધી લઈ જવાની પ્રક્રિયાને અંતિમ રૂપ આપશે. જે માટે 17 ફેબ્રુઆરીએ નામીબિયા માટે રવાના થશે. થોડાં જ દિવસોમાં સાઉથ આફ્રિકાથી ચિત્તો ભારતના મધ્યપ્રદેશમાં લાવવામાં આવશે.

LJP નેતા ચિરાગ પાસવાનની અટકાયત

લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવવાની પોલીસે અટકાયત કરી છે. ચિરાગ બિહારમાં વધતા ગુનાઓ, બેરોજગારી જેવા મુદ્દે CM નીતિશ સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે. આજે તેઓ કેટલાંક સમર્થકની સાથે પટનાના ગાંધી મેદાન સ્થિત લોકનાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમ સ્થળે રાજભવન સુધી જવા નીકળ્યાં. આ દરમિયાન પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ અને વોટર કેનનનો મારો કર્યો હતો. પોલીસે ચિરાગ પાસવાનની અટકાયત કરી હતી.

દિલ્હીમાં 87 વર્ષની મહિલા સાથેના રેપનો આરોપી પકડાયો
દિલ્હીના તિલક નગરમાં 87 વર્ષની મહિલા સાથે રેપના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 30 વર્ષના આરોપી પાસેથી પીડિતાનો મોબાઈલ ફોન મળી આવ્યો છે, જેને લઈને તે ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી નજીકના વિસ્તારમાં રહે છે અને સાફ-સફાઈનું કામ કરે છે. CCTV કેમેરાથી તેની ભાળ મળી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલાને 16 કલાકની અંદર સોલ્વ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...