ભાસ્કર LIVE અપડેટ્સ:યમુનોત્રી ધામ યાત્રા માર્ગ પર ત્રણ તીર્થ યાત્રિકોના મોત, ત્રણેય બુઝુર્ગ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

યમુનોત્રી ધામમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ અટેકથી ત્રણ તીર્થ યાત્રિકોના મોત નિપજ્યા છે. ત્રણેય યાત્રિકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. આ ત્રણેય યાત્રિકો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના રહેવાસી હતા, જે ચારધામની યાત્રાએ ગયા હતા અને યમુનોત્રી ધામ દર્શન માટે જઈ રહ્યાં હતા. આ મોત પછી પ્રશાસનિક વિભાગમાં ઉહાપોહ થઈ ગયો છે અને યમુનોત્રી ધામ પગપાળા જતા લોકો માટે ઓક્સીજનની વ્યવસ્થા વધારવાના આદેશ જાહેર કર્યા છે.

મૃતકોમાં બે પુરુષ અને એક મહિલા તીર્થયાત્રી છે. ત્રણેયના મૃતદેહ પરિવારના લોકોને સોંપવામાં આવ્યા છે. તીર્થયાત્રિકોને પગપાળા યાત્રા શરૂ કરતા પહેલા પોતાના સ્વાસ્થ્ય પરીક્ષણ જરૂર કરાવી લેવા જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી રહી છે. સાથે જિલ્લા પ્રશાસને અપીલ કરી છે કે હાર્ટના પ્રોબલેમવાળા દર્દીઓ જોખમ ન લે અને આરામ કરતા કરતા સફર કરે.

રાજીવ ગાંધી હત્યાકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટનું કડક વલણ, કેન્દ્રને કહ્યું- તમે ચર્ચા માટે તૈયાર નથી, અમે આપી દઈશું પેરારિવલનને છોડવાના આદેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલ, રાજીવ ગાંધી હત્યાકાંડમાં આરોપી એજી પેરારિવલને છોડવાને લઈને રાજ્ય કેબિનેટના નિર્ણયથી બંધાયેલા છે. પેરારિવલને રાજીવ ગાંધી હત્યાકાંડમાં 36 વર્ષની સજા કાપી છે અને દયા અરજી મોકલવાની તેની કાર્યવાહીને ફગાવી દેવાઈ છે.

કોર્ટે કેન્દ્રની આ સલાહથી સહમત થવાનો ઈનકાર કરી દીધો કે કોર્ટે આ મુદ્દે રાષ્ટ્રપતિના નિર્ણયની રાહ જોવી જોઈએ. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર.ગવઈની બેચે કેન્દ્રને જણાવ્યું કેરાજ્યપાલ બંધારણના અનુચ્છેદ 161 અંતર્ગત તમિલનાડુ કેબિનેટ દ્વારા આપવામાં આવેલી સહાયતા અને સલાહ માટે બાધ્ય છે, જ્યારે કેન્દ્રને આગામી સપ્તાહ સુધી પોતાની પ્રતિક્રિયા દાખલ કરવાના નિર્દેશ અપાયા છે.

MPમાં ક્ષણમાં મજૂર બન્યો લાખોપતિ; પન્નાની ખાણમાં મળ્યો 70 લાખનો હીરો

હીરાનગરના નામથી વિશ્વવિખ્યાત પન્ના જિલ્લામાં ક્ષણભરમાં જ એક મજૂર લાખોપતિ બની ગયો છે. ઝરકુઆ ગામનો રહેવાસી પ્રતાપસિંહ યાદવને બુધવારે ખાણમાંથી કિંમતી હીરો મળ્યો છે. કૃષ્ણ કલ્યાણપુરની ખાણમાંથી તેને 11.88 કેરેટનો હીરો મળ્યો છે. જેની અંદાજિત કિંમત 60થી 70 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. પ્રતાપ સિંહ યાદવ પન્ના જિલ્લા મુખ્યાલયથી માત્ર 30 કિલોમીટર દૂર ઝરકુઆ ગામમાં રહે છે. ખેતી અને મજૂરી કરીને તે પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે.

છત્તીસગઢમાં નક્સલીઓ સાથે અથડામણમાં DRG જવાન શહીદ, દંતેવાડા-નારાયણપુર બોર્ડર એન્કાઉન્ટર
છત્તીસગઢના દંતેવાડા-નારાયણપુર જિલ્લાના બોર્ડર વિસ્તારમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે જોરદાર અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ આ અથડામણમાં DRGના એક જવાન શહીદ થઈ ગયા છે. જે બાદ નારાયણપુરથી બેકઅપ પાર્ટીને પણ ઘટનાસ્થળે જવા રવાના કરી દીધા છે. ઈન્દ્રાવર્તી એરિયા કમિટીના નક્સલીઓએ ઘાત લગાવીને જવાનો પર હુમલો કર્યો હતો.

હૈદરાબાદ નજીક સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 1નું મોત, 3 ઘાયલ

હૈદરાબાદના બોલ્લારમ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં 1 મજૂરનું મોત નિપજ્યું છે, જ્યારે 3 ઘાયલ થઈ ગયા છે. માનવામાં આવે છે કે આ બ્લાસ્ટ બોયલરમાં થયો હતો. ઈજાગ્રસ્તને નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર છે. IDA બોલ્લારમ એક ઈન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર છે જે હૈદરાબાદની નજીક સંગારેડ્ડી જિલ્લામાં આવે છે. અહીં છેલ્લા કેટલાંક સમયથી અનેક આવી દુર્ઘટના ઘટી છે

શાહીનબાગમાં 9 મેનાં રોજ ચાલશે બુલડોઝર, દિલ્હી નગર નિગમના પોલીસે એક્સ્ટ્રા ફોર્સની માગ કરી

જહાંગીરપુરીમાં બુલડોઝર ચાલ્યા બાદ હવે સાઉથ દિલ્હી નગર નિગમ પણ બુલડોઝર કેમ્પેન ચલાવવાની તૈયારીમાં છે. સાઉથ નગર નિગમે દબાણ દૂર કરવા માટેના અભિયાન માટે દિલ્હી પોલીસે એક્સ્ટ્રા ફોર્સ પણ માગી છે. 9 મેથી લઈને 13 મે સુધી સાઉથ નગર નિગમ શાહીન બાગ, કાલિંદી કુંજ, જસોલા, એમજી રોડ, કરણી સિંહ શૂટિંગ રેન્જ વિસ્તારમાં દબાણ હટાવશે. સાઉથ MCDના મેયર મુકેશ સૂર્યને કહ્યું કે આ માત્ર સામાન્ય દબાણ વિરોધી અભિયાન છે.

અન્ય સમાચારો પણ છે...