ભાસ્કર અપડેટ્સ:રાષ્ટ્રપતિવાળા નિવેદન પર કોંગ્રેસના નેતા અધીર રંજને રાષ્ટ્રપતિને પત્ર લખ્યો, કહ્યું- મને માફ કરી દો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્નીવાળા નિવેદન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખીને માફી માગી છે. અધીરે શુક્રવારે માફી માગતા રાષ્ટ્રપતિના નામે ચિઠ્ઠી લખી છે જેમાં તેમને લખ્યું કે- મેં ભૂલથી તમારા માટે અયોગ્ય શબ્દનો ઉપયોગ કર્યો. મારી જીભ લપસી ગઈ હતી. હું માફી માગુ છું અને તમે મારી માફીને સ્વીકારશો તેવી પ્રાર્થના કરું છું.

બુધવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુ માટે રાષ્ટ્રપત્ની જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો જે બાદ સત્તારૂઢ ભાજપના સાંસદોએ આ મુદ્દાને ઉઠાવતા અધીર રંજન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી માફી માગે તેવી માગ કરી હતી.

અફઘાનિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમિયાન બ્લાસ્ટ; કાબુલના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિસ્ફોટ, 4 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે સાંજે બ્લાસ્ટ થયો. તે સમયે એક લોકલ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. આ ટૂર્નામેન્ટનું નામ શેપરેઝા ક્રિકેટ લીગ છે. વિસ્ફોટનો વીડિયો ફુટેજ સામે આવ્યો છે. જેમાં અનેક લોકો ઘાયલ જોવા મળી રહ્યાં છે. ઘટના પછી સ્ટેન્ડ્સ ભાગદોડ થઈ ગઈ હતી.

છત્તીસગઢમાં ખેતરમાં કામ કરી રહેલા 11 મજૂરો પર વીજળી પડી, 5 મહિલાઓના મોત

વીજળી પડ્યા બાદ તમામ 11 મજૂરોને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ઈલાજ દરમિયાન 5 મહિલા મજૂરોના મોત નિપજ્યા છે.
વીજળી પડ્યા બાદ તમામ 11 મજૂરોને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ઈલાજ દરમિયાન 5 મહિલા મજૂરોના મોત નિપજ્યા છે.

છત્તીસગઢના મહાસમુંદમાં વીજળી પડવાથી 5 મહિલા મજૂરના મોત નિપજ્યા છે. ઘટના શુક્રવાર બપોરની છે, જ્યારે ખેતરમાં વાવણી કરી રહેલા 11 મજૂરો પર વીજળી પડી. બાકી વધેલા 6 મજૂરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં જાનકી, લક્ષ્મી યાદવ, બસંતી નાગ, જમોવતી અને નોહરમતિના મોત નિપજ્યા છે. તો પંકજર્ની, પાર્વતી મલિક, તપસ્વની, પુન્ની, ગીતાંજલિ અને શશિ માંઝી ઘાયલ થયા છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદે જૂથમાં કેબિનેટ ફોર્મૂલા પર સહમતિ બની, ટૂંક સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે​​​​​​​

મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ શિંદે સરકારીન કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિવસેનાના બળવાખોર જૂથ અને ભાજપ વચ્ચે ફોર્મૂલાને લઈને સહમતિ બની હતી. મંત્રીમંડળ વિસ્તરણમાં શિંદે જૂથને 17-18 પોસ્ટ મળી શકે છે. એકનાથ શિંદેએ 30 જૂનનાં રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...