• Gujarati News
  • National
  • 4 Congress MPs Suspended For Entire Session For Hoisting Posters In Lok Sabha, Proceedings Of House Adjourned Till July 26

LIVEભાસ્કર અપડેટ્સ:કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ફાયરિંગ, બે ભારતીય સહિત અનેક લોકોનાં મોત

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ફાયરિંગ થયું હોવાની માહિતી મળી રહી છે. જેમાં અનેક લોકોને ગોળી વાગી છે. મીડિયા રિપોટ્સ મુજબ ફાયરિંગમાં બે ભારતીય મૂળના લોકોના પણ મોત નિપજ્યા છે. 10 દિવસ પહેલાં જ કેનેડામાં રિપુદમન સિંહ મલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રિપુદમન સિંહનું નામ 1985માં એર ઈન્ડિયાની ફ્લાઈટના હાઈજેક કરનારાઓમાં સામેલ હતું. બાદમાં ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટ થઈ ગયો હતો, જેમાં તમામ લોકોના મોત નિપજ્યા છે. જો કે 2005માં કોર્ટે પુરાવાના અભાવે મલિકને છોડી મૂકવામાં આવ્યા હતા.

સોનિયા ગાંધી મંગળવારે ED ઓફિસમાં હાજર થઈ શકે છે, નેશનલ હેરાલ્ડ કેસમાં થઈ શકે છે પૂછપરછ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી મંગળવારે EDની ઓફિસમાં ઉપસ્થિત થઈ શકે છે. EDએ સોનિયાને નેશનલ હેરાલ્ડ કેસમાં બીજા રાઉન્ડની પૂછપરછ માટે 26 જુલાઈએ બોલાવ્યાં છે. તો કોંગ્રેસના જનરલ સેક્રેટરી, ઈન્ચાર્જ અને સાંસદોની બેઠક સોમવારે કોંગ્રેસ હેડક્વાર્ટર પર મળશે.

નેપાળમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, લોકો રસ્તા પર ભાગ્યા
નેપાળમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જે બાદ લોકો પોતાનું ઘર છોડીને રસ્તા પર ભાગ્યા. જાનમાલના નુકસાનના કોઈ સમારા નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્ર અને અનુસંધાન કેન્દ્ર મુજબ રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતાનો ભૂકંપ સવારે 6:07 વાગ્યે આવ્યો, જેનું કેન્દ્ર કાઠમાંડૂના 100 KM પૂર્વમાં સિધુપાલચોક જિલ્લાના હેલમ્બૂમાં હતું.

આ પહેલા નેપાળમાં 25 એપ્રિલ 2015નાં રોજ 11 વાગ્યે 56 મિનિટ ભૂકંપનું જોરદાર ઝાટકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા 7.8 હતી. ભૂકંપ એટલો ભીષણ હતો કે 9000થી વધુ લોકોના મોત થયા હતા. 80 લાખથી વધુ લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા. ભારતના અનેક રાજ્યોમાં પણ તેના ઝાટકા અનુભવાયા હતા. ઉત્તરપ્રદેશના ગોરખપુર અને સિદ્ધાર્થનગર જિલ્લાના કેટલાંક મકાન પણ ધ્વસ્ત થઈ ગયા હતા.

સુપ્રીમ કોર્ટે ધોનીને નોટિસ મોકલી, આમ્રપાલી ગ્રુપની સાથે લેવડદેવડનો મામલો

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને આમ્રપાલી ગ્રુપના બ્રાંડ એમ્બેસેડર રહેલા મહેન્દ્રસિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી છે. આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોની વચ્ચે લેવડદેવડનો એક મામલો ચાલી રહ્યો છે. આ મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આમ્રપાલી ગ્રુપ અને ધોની વચ્ચે આ લેવડદેવડ 150 કરોડ રૂપિયાની છે. આ પૈસા ધોનીને નથી મળ્યા.

લોકસભામાં પોસ્ટર લહેરાવવા પર કોંગ્રેસના 4 સાંસદ આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ, ગૃહની કાર્યવાહી 26 જુલાઈ સુધી સ્થગિત ​​​​​​

કોંગ્રેસના 4 સાંસદ મણિકમ ટાગોર, રામ્યા હરિદાસ, જ્યોતિમણી અને ટીએન પ્રતાપનને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહમાં પોસ્ટર લહેરાવી રહ્યાં હતા. જેને પગલે લોકસભા સ્પીકરે કોંગ્રેસના સાંસદો વિરૂદ્ધ આ કાર્યવાહી કરી છે. આ સાથે લોકસભાની કાર્યવાહી મંગળવારે એટલે કે 26 જુલાઈએ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ છે.

પુણેમાં ટ્રેઈની પ્લેન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની યુવતી ઉડાવી રહી હતી, ઘાયલ

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક સિંગલ સીટર ટ્રેનર એરક્રાફ્ટ ખેતરમાં ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં 22 વર્ષની પાયલટ ભાવના રાઠોડ ઘાયલ થઈ ગઈ છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ પ્લેન સવારે 11:30 વાગ્યે ક્રેશ થયું. એરક્રાફ્ટે પુણેના બારામતી એરપોર્ટથી ઉડાન ભરી હતી.

ભારત-પાક બોર્ડર પર તૈનાત BSFના સબ ઈન્સ્પેક્ટરે પોતાને ગોળી મારી, રાજસ્થાનના સીકરનો રહેવાસી હતો

સીમા સુરક્ષા દળ (BSF)ના એક સબ ઈન્સ્પેક્ટરે સોમવારે ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનબ બોર્ડરની એક ચોકી પર પોતાને ગોળી મારી દીધી. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ થયેલા જવાનનું નામ રામદેવ સિંહ હતું અને તે રાજસ્થાનના સીકરનો રહેવાસી હતો. ઘટનાની માહિતી ત્યારે સામે આવી જ્યારે એક જૂનિયર સવારે 6.35 વાગ્યે રૂમમાં પહોંચ્યો અને ત્યાં તેને રામદેવને લોહીથી લથપથ જોયો. તેની બાજુમાં ગન પડી હતી.

રામદેવ 12મી બટાલિયનથી હતો અને BSFની એક પ્લાટૂનને કમાન્ડ કરી રહ્યો હતો. અધિકારીઓને તેની સર્વિસ વેપનમાંથી પોતાને ગોળી મારી દીધી હોવાની આશંકા છે. મોતનું કારણ જાણવા માટે પોલીસ અને BSF દ્વારા કોર્ટ ઓફ ઈન્કવાયરી કરવામાં આવી રહી છે.

મ્યાનમાર સેનાએ 4 લોકતંત્ર સમર્થકોને મોતને ઘાટ ઉતાર્યો

મ્યાનમારમાં સત્તાપલટા બાદ લોકતંત્ર સમર્થકોમાં ઉત્પીડન અને માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ સતત વધી રહી છે. અહીંના સૈન્ય શાસન જુંટાએ 4 લોકતંત્ર સમર્થકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જુંટાનું કહેવું છે કે આ ચારેય આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...