• Gujarati News
  • National
  • Supreme Court Gives Supertech Tweet Towers Three Months To Demolish, Demolition Agency Seeks Time

ભાસ્કર LIVE અપડેટ્સ:દિલ્હીના એટલાન્ટિસ બેન્ક્વેટ હોલમાં આગ ફાટી નીકળી, એક કર્મચારીનું મોત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હીના જીટી કરનાલ રોડ પર આવેલા એટલાન્ટિસ બેન્ક્વેટ હોલમાં મંગળવારે સાંજે આગ લાગી હતી. મળતી માહિતી પ્રમાણે ફાયર બ્રિગેડની 12 ગાડી ત્યાં પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લીધી છે. આ ઘટનામાં બેકેટ હોલના કર્મચારીનું મોત થયું હતું. તેની લાશ બળેલી હાલતમાં મળી આવી હતી. આ ઘટના અશોક વિહાર વિસ્તારની છે.સાંજે 5.47 કલાકે આગ લાગી હોવાની જાણ થઈ હતી. ઘટના સમયે બેન્ક્વેટ હોલમાં કોઈ કાર્યક્રમ થઈ રહ્યો ન હતો.

આગ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ નજીક શરૂ થઈ હતી. ત્યારબાદ તે તમામ ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. હોલના મેનેજર હર્ષ ચોપરા પહેલા માળે ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે તે બેહોશ થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.

આતંકવાદી હુમલામાં એક વ્યક્તિનું મોત

જમ્મુ કાશ્મીરના બારામૂલમાં એક વાઈન શોપ પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આ હુમલામાં 4 લોકો ઘાયલ થયા છે. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. સિક્યોરિટી ફોર્સે વિસ્તારની નાકાબંધી કરી છે. ​​​​​​

સુપ્રીમ કોર્ટે સુપરટેક ટ્વિન ટાવર્સને તોડી પાડવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો, ડિમોલિશન એજન્સીએ માગ્યો હતો સમય

સુપ્રીમ કોર્ટે સુપર ટેક ટ્વિન ટાવર્સને તોડી પાડવા માટે ત્રણ મહિનાનો સમય આપવા માટેની તૈયારી દાખવી છે. ઉત્તરપ્રદેશના નોયડામાં 40 માળના ટ્વિન ટાવર્સ બન્યા છે. ડિમોલિશન એજન્સી એડિફાઈસ એન્જિનિયરિંગની અરજી પર કોર્ટે 28 ઓગસ્ટ 2022 સુધીનો સમય આપ્યો છે. આ પહેલાં કોર્ટે 22 મે સુધી ટ્વિન ટાવર્સને તોડી પાડવાનો સમય આપ્યો હતો.

લોંગેવાલા યુદ્ધના હીરો કર્નલ ધરમવીરનું નિધન, ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

લોંગેવાલ યુદ્ધના હીરો કર્નલ ધરમવીરનું સોમવારે ગુરુગ્રામમાં નિધન થઈ ગયું. તેમને 1992-94માં 23 પંજાબ બટાલિયનની કમાન સંભાળી હતી. જયપુર રક્ષા પીઆરઓએ આ જાણકારી આપી. રાજસ્થાનના લોંગેવાલામાં 1971ના યુદ્ધમાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સેનાને નાની યાદ કરાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે રિઝવીને ત્રણ મહિનાના વચગાળાના જામીન આપ્યા, ધર્મ સંસદમાં આપ્યું હતું વિવાદિત નિવેદન

સુપ્રીમ કોર્ટે જિતેન્દ્ર નારાયણસિંહ ત્યાગી, જેમને પહેલાં વસીમ રિઝવીના નામથી ઓળખવામાં આવતા હતા, તેમને ત્રણ મહિનાના વચગાળા જામીન આપ્યા છે. ત્યાગી પર આરોપ છે કે તેમને ગત વર્ષે ડિસેમ્બરમાં આયોજિત હરિદ્વાર ધર્મ સંસદમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. રિઝવીની આ વર્ષે 13 જાન્યુઆરીએ ધરપકડ થઈ હતી.

રિઝવીના વકીલે હ્રદય રોગની સારવાર માટે જામીનની માગ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતા મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરતા આદેશ આપ્યા કે જામીન દરમિયાન તેઓ કોઈ ભડકાઉ ભાષણ નહીં આપે. આ પહેલાં 12 મેનાં રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને નોટિસ આપતા કહ્યું હતું કે ત્યાગી ઉર્ફે વસીમ રિઝવી સમગ્ર વાતાવરણ ખરાબ કરી રહ્યાં છે. કોર્ટે એમ પણ કહ્યું કે લોકોએ શાંતિથી રહેવું જોઈએ અને જીવનનો આનંદ લેવો જોઈએ.

ભારતે લગાવી પાકિસ્તાનને ફટકાર, કહ્યું- જમ્મુ કાશ્મીર પરિસીમ પર પ્રસ્તાવ હાસ્યાસ્પદ, આંતરિક બાબતમાં દરમિયાનગીરી ન કરે

જમ્મુ કાશ્મીર પરિસીમન પર પાકિસ્તાનના પ્રસ્તાવને ભારતે હાસ્યાસ્પદ ગણાવ્યો છે. ભારતે કહ્યું કે પાકિસ્તાનની પાસે અમારી આંતરિક બાબતમાં દરમિયાનગીરી કરવાનો કોઈ અધિકાર નથી. કાશ્મીરમાં સતત થઈ રહેલી હિંસા પછી ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં સમીક્ષા બેઠક કરી હતી.

કોલસા કૌભાંડ કેસમાં EDને સુપ્રીમ કોર્ટના નિર્દેશ- દિલ્હીમાં નહીં કોલકાતામાં જ અભિષેક અને રુઝિરા બેનર્જીની કરો પૂછપરછ

પશ્વિમ બંગાળમાં કોલસા કૌભાંડથી જોડાયેલા એક મામલામાં સુપ્રીમ કોર્ટે EDને નિર્દેશ આપ્યા છે કે તૃણુમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેર્જી અને તેમના પત્ની રુઝિરા બેનર્જીની કોલકાતામાં પૂછપરછ કરવામાં આવે. બેનર્જીએ ગત દિવસોમાં દિલ્હીમાં પૂછપરછ કરી નોટિસ જાહેર કર્યા બાદ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટે વધુમાં કહ્યું કે પૂછપરછ દરમિયાન સ્ટેટ મશીનરીનો કોઈ પણ રીતે દુરુપયોગ ન થાય, નહીંતર કડક કાર્યવાહી કરવામાં આવશે.

કુતુબમીનારમાં પૂજા કરવાની અરજી પર સુનાવણી ટળી

દિલ્હીના સાકેત કોર્ટમાં મંગળવારે કુતુબમીનાર પરિસરમાં પૂજા કરવાની માગ કરતી અરજી પરની સુનાવણી ટળી છે. હવે 24 મેનાં રોજ સુનાવણી થશે. અરજીમાં દાવો કરાયો છે કે કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદને હિન્દુ અને જૈન ધર્મના 27 મંદિર તોડીને બનાવાયો છે. એવામાં ત્યાં ફરીથી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે અને પૂજાની મંજૂરી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...