ભાસ્કર LIVE અપડેટ્સ:જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના બાંદીપોરાના બરાર (અરાગમ)માં શુક્રવારે આતંકીઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે એન્કાઉન્ટર થયું. પોલીસ અને અન્ય સુરક્ષાદળોને અહીં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે. મીડિયા રિપોટ્સ મુજબ માર્યા ગયેલા આતંકી કાલે કાશ્મીરી પંડિત રાહુલ ભટની હત્યામાં સામેલ હતા. આ આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના સભ્ય હતા અને હાલમાં જ ભારતમાં ઘુસ્યાં હતા. IG કાશ્મીર પોલીસ વિજય કુમારે જણાવ્યું કે આ આતંકી પાકિસ્તાની હતો.

જમ્મુ કાશ્મીરના કટરામાં બસમાં આગ લાગી, બે યાત્રિકોના મોત

જમ્મુ કાશ્મીરના કટરામાં એક યાત્રી બસમાં શુક્રવારે આગ લાગી ગઈ. દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના કટરાથી 3 કિલોમીટર દૂર નોમાઈમાં થઈ. આગ કદમાલના શનિ મંદિરની પાસે લાગી હતી. અનેક યાત્રિકો દાજી ગયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ISIએ ષડયંત્ર રચ્યું; કેનેડામાં બેઠેલા માસ્ટરમાઈન્ડનો પાકિસ્તાનના ગેંગસ્ટર સાથે છે કનેક્શન

પંજાબ પોલીસની મોહાલી સ્થિત ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર આતંકી હુમલો થયો હતો. જેને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)એ કરાવ્યો અને તેનો માસ્ટરમાઈન્ડ કેનેડામાં બેઠેલો લખબીર સિંહ લાડા છે. લાડા પાકિસ્તાનમાં બેઠેલા ગેંગસ્ટર હરવિંદર રિંદાનો નજીકનો છે. આ હુમલો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના કહેવા પર કરાયો હતો. આ RPGની મદદથી રોકેટ છોડાયું, તે પણ પાકિસ્તાનથી જ આવ્યું હતું. શુક્રવારે DGP વીકે ભાવરાએ આ ખુલાસો કર્યો.

DGPએ જણાવ્યું કે આ મામલામાં અત્યાર સુધીમાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જો કે રોકેટ છોડનાર 3 હુમલાખોર હજુ પકડાયા નથી.

ભોપાલ અને ગોવામાં કારવાં રિસોર્ટના માલિકના ઠેકાણાં પર EDના દરોડા, 88 લાખથી વધુ રોકડ મળી

ભોપાલમાં આરપીએમ સોનિક એડવેન્ચર અને કારવાં રિસોર્ટના માલિક સંજય વિજય શિંદેના ઘરે EDએ રેડ કરી છે. EDએ સંજય વિજય શિંદે વિરૂદ્ધ દાખલ મની લોન્ડ્રિંગ કેસમાં ભોપાલ અને ગોવાના 4 ઠેકાણાં પર એક સાથે રેડ પાડી છે. શિંદેનું નામ પેપર લીક કેસમાં જોડાયેલું હતું. અત્યાર સુધીના દરોડામાં 88 લાખ 30 હજાર રૂપિયાથી વધુ રોકડા મળ્યા છે. કેટલાંક દસ્તાવેજ પણ EDએ કબજે કર્યા છે. તપાસ ચાલી રહી છે. પોલીસે સંજય શિંદેની ધરપકડ કરી છે. બ્રિટિશ વર્જિ દ્વીપ ગ્રુપ અને સિંગાપુરની બેંક સહિત સંજયના કુલ 31 કરોડ રૂપિયા દુનિયાની અલગ અલગ બેંકમાં ડિપોઝિટ છે.

ટ્વિટર ડીલ હાલ પૂરતી હોલ્ડ, એલન મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી

દુનિયાનો સૌથી અમીર શખસ એલન મસ્કે થોડાં દિવસ પહેલાં ટ્વિટર ખરીદવાની ડીલ કરી હતી. ડીલ ફાઈનલ થતાં પહેલાં એલન મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું કે આ ડીલને થોડો સમય માટે હોલ્ડ રાખવામાં આવી છે. તેમનું કહેવું છે કે શું હકિકતમાં ટ્વિટર પર સ્પમ કે ફેક એકાઉન્ટ 5%થી પણ ઓછો છે, તેની સાચી કેલ્ક્યુલેશનની ડિટેઈલ હજુ સુધી સામે જ નથી આવી. તેથી ડીલને હોલ્ડ પર રાખવામાં આવી છે. ટ્વિટરનું માનવું છે કે 2022ની પહેલાં ક્વાર્ટરમાં તેમના રોજિંદા એક્ટિવ યુઝર્સમાં ફેક કે સ્પમ એકાઉન્ટ 5%થી પણ ઓછા છે.

સુબ્રતો રોયની ધરપકડ પર સુપ્રીમ કોર્ટની રોક; પટના હાઈકોર્ટના ધરપકડના વોરંટ પર લગાવ્યો સ્ટે

સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોય વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જાહેર થયાને ત્રણ કલાક બાદ જ સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે લગાવી દીધો છે. હવે આગામી આદેશ સુધી સુબ્રતો રોટની ધરપકડ નહીં થાય. ઈન્વેસ્ટર્સને રૂપિયા પરત નહીં કરવાના કેસમાં સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોય વિરૂદ્ધ પટના હાઈકોર્ટે ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું. જેના પર જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની બેંચે સ્ટે લગાવી દીધો છે.

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન હિસ્ટ્રીશીટર જાહેર, દિલ્હી પોલીસે નોંધ્યા 18 કેસ

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરૂદ્ધ અત્યાર સુધીમાં 18 FIR નોંધવામાં આવી છે અને તેમને 30 માર્ચે જ હિસ્ટ્રીશીટર અને ખરાબ ચરિત્રવાળા જાહેર કરાયો છે. દિલ્હી પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. ખાનને ગુરુવારે મદનપુર ખાદરમાં રમખાણ અને સરકારી કર્મચારીઓના કામમાં અડચણ ઊભા કરવાના આરોપ અંતર્ગત પકડવામાં આવ્યો હતો જ્યાંથી તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

PDPનો દાવો, શ્રીનગરમાં મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા

PDPએ દાવો કર્યો કે જમ્મુ કાશ્મીરના પૂર્વ CM અને PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. પાર્ટીએ હજુ સુધી નજરકેદ હોવાના કારણની પુષ્ટી કરી નથી. મહેબૂબા મુફ્તીના ઘરની બહાર મોટા પ્રમાણ પોલીસ તૈનાત છે.

જમ્મુ કાશ્મીરમાં હવાલાના કેસમાં 9 જગ્યાએ દરોડા​​​​​​​

બાબુસિંહ હવાલા કેસમાં રાજ્ય તપાસ એજન્સી (SIA)એ આજે સવારે જમ્મુ કાશ્મીરમાં 9 જગ્યાએ દરોડા પાડ્યા છે. આ દરોડા હવાલા કેસમાં પકડાયેલા કોંગ્રેસના પૂર્વ મંત્રી બાબુસિંહની પૂછપરછના આધારે થઈ છે. આ દરમિયાન ટીમે કેટલાંક દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે. જો કે SIAએ હજુ સુધી આ દરોડાને લઈને કોઈ જ સત્તાવાર નિવેદન જાહેર નથી કર્યું.

જમ્મુ કાશ્મીરમાં સરકાર એક્શનમાં, આતંકીઓ સાથેના સંબંધને લઈને 3 સરકારી કર્મચારી સસ્પેન્ડ​​​​​​​

જમ્મુ કાશ્મીર પ્રશાસને આતંકવાદનું સર્મથન આપવાના કેસમાં 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કાશ્મીર વિશ્વવિદ્યાલયના પ્રોફેસર અલ્તાફ હુસૈન પંડિત, શિક્ષક મોહમ્મદ મકબૂલ હાઝમ અને પોલીસ જવા ગુલામ રસૂલ સામેલ છે. એક આતંકી જૂથ અને રાષ્ટ્ર વિરોધી નેટવર્ક પર હાલમાં જ થયેલી કાર્યવાહીમાં આ લોકો વિરૂદ્ધ ગાળિયો મજબૂત કરાયો છે.

કેદારનાથ ધામમાં VIP એન્ટ્રી બંધ, સામાન્ય લોકોની જેમ જ તમામ લોકો દર્શન કરી શકશે​​​​​​​

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. જેને જોતા પ્રશાસને VIP એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. DGPએ શુક્રવારે મીડિયાને જણાવ્યું કે હવે VIP એન્ટ્રીવાળા પણ સામાન્ય લોકોની જેમ જ દર્શન કરી શકશે. આ વખતે યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અનેક લોકોના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...