• Gujarati News
  • National
  • Fierce Fire At Thinner Factory In Bawana, Delhi, 1 Killed, 7 Injured; 17 Fire Brigade Vehicles At The Scene

ભાસ્કર LIVE અપડેટ્સ:પ્રોફેસર નીલોફર ખાન કાશ્મીર યુનિવર્સિટીના પહેલાં મહિલા VC તરીકે નિમાયાં, ત્રણ વર્ષ સુધી પદ પર રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પ્રોફેસર નીલોફર ખાનને કાશ્મીર યુનિવર્સિટીના પહેલાં મહિલા વાઈસ ચાન્સેલર નિયુક્ત કર્યા છે. પ્રો. નીલોફર હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર છે. તેમની નિમણૂંક 3 વર્ષ માટે કરાઈ છે. એલજી ઓફિસ દ્વારા આ અંગે જાણ કરાઈ છે. તેમની નિયુક્તી તેઓ જ્યારથી પદભાર ગ્રહણ કરશે ત્યારથી માન્ય ગણાશે.

24 મેનાં રોજ જાપાન જશે PM મોદી, ક્વાડ સમિટમાં ભાગ લેશે

​​​​​​​વડાપ્રધાન મોદી 24 મેનાં રોજ જાપાનના ટોક્યોમાં ક્વાડ સમિટમાં સામેલ થશે. આ ક્વાડ લીડર્સની સાથે ચોથો પારસ્પરિક સંવાદ હશે. આ હિન્દ પ્રશાંત ક્ષેત્ર અને પરસ્પર હિતના બીજા વિશ્વ મુદ્દે વિચાર જાહેર કરવાની સારી તક હશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જામકારી આપી. આ દરમિયાન મોદી 24 મેનાં રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વન-ટૂ-વન વાતચીત કરશે. આ ઉપરાંત જાપાનના PM સાથે પણ વાતચીત કરશે. જાપાનમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત પણ કરશે.

રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે, ડોલરની તુલનાએ રૂપિયો 10 પૈસા નબળો થઈને 77.72એ પહોંચ્યો​​​​​​​

ડોલરની તુલનાએ રૂપિયામાં કડાકો જોવા મળ્યો છે. ગુરુવારે રૂપિયો 10 પૈસા તૂટીને 77.72ના નીચલા સ્તરે બંધ થયો છે. આ પહેલાં આજ ડોલરની તુલનાએ રૂપિયાની શરૂઆત પણ નબળી થઈ હતી. ડોલરની તુલનાએ રૂપિયો આજે 10 પૈસા તૂટીને 77.72એ ખુલ્યો હતો. આટલું જ નહીં ઈન્ટ્રા ડેમાં રૂપિયો 77.76ના નીચલા સ્તરથી 77.63ના ઉપલા લેવલ વચ્ચે વેપાર કરતો જોવા મળ્યો. ગઈકાલના કારોબારમાં પણ રૂપિયામાં ઘટાડો નોંધાયો હતો અને રૂપિયો 18 પૈસા તૂટીને 77.62ના સ્તરે બંધ થયો હતો.

નિઠારી કાંડના અંતિમ કેસમાં સુરેન્દ્ર કોલીને ફાંસી, પંઢેરને દેહ વેપારમાં સાત વર્ષની સજા

નિઠારી કાંડના અંતિમ કેસમાં CBI કોર્ટે ચુકાદો સંભળાવતા દુષ્કર્મ પછી હત્યા કરનાર સુરેન્દ્ર કોલીને મોતની સજા સંભળાવી છે. સહ આરોપી મોનિંદર પંઢેરને દેહ વેપારના આરોપમાં સાત વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે તેને હત્યા, અપહરણ અને દુષ્કર્મના કેસમાં છોડી મુક્યો હતો.કોર્ટે કોલી પર 40 હજાર અને મોનિંદર પંઢેર પર ચાર હજારો દંડ ફટકાર્યો છે.

કોલીને 13 કેસમાં ફાંસીની સજા, ત્રણમાં છુટકારો
સુરેન્દ્ર કોલીને 13 મામલામાં સજા-એ-મોત અને ત્રણ કેસમાં સાક્ષીના અભાવે છોડી મુક્યો હતો.

ઘર ઘર રાશન યોજના પર રોક, દિલ્હી હાઈકોર્ટે કહ્યું- કેજરીવાલ સરકાર કેન્દ્રના રાશનનો ઉપયોગ ન કરી શકે

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટીની ઘર ઘર સુધી રાશન પહોંચાડવાની યોજના મુખ્યમંત્રી ઘર ઘર રાશન પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે આ યોજનાને પડકારતી રાશન ડીલરની બે અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે.કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેંચે કહ્યું કે દિલ્હી સરકાર કોઈ બીજી ઘર ઘર યોજના શરૂ કરી શકે છે પરંતુ તેઓ તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલા ઘઉંનો ઉપયોગ ન કરી શકે.

હાઈકોર્ટે અરજદારને દિલ્હી સરકારી રાશન ડીલર્સ સંઘ અને દિલ્હી રાશન ડીલર્સ યુનિયન દ્વારા કરવામાં આવેલી અરજી પર વ્યાપક સુનાવણી કર્યા બાદ 10 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

શીના બોરા મર્ડર કેસમાં ઈન્દ્રાણી મુખર્જીને મળી મોટી રાહત, સ્પેશિયલ CBI કોર્ટે પણ આપ્યા જામીન

દીકરી શીના બોરાની હત્યા કેસમાં છેલ્લા 6 વર્ષથી મુંબઈની ભાયખલા મહિલા જેલમાં બંધ ઈન્દ્રાણી મુખર્જીને અંતે મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટ પછી હવે CBIની વિશેષ કોર્ટે મુખર્જીને 2 લાખ રૂપિયાની સ્યુરિટી પર ગુરુવારે જામીન આપી દીધા છે.

આ સાથે જ કોર્ટે કહ્યું કે પીટર મુખર્જી પર લાગુ ધારા ઈન્દ્રાણી પર પણ લાગુ થશે. CBIની વિશેષ કોર્ટે કહ્યું કે, 'આરોપી ઈન્દ્રાણી મુખર્જી અસ્થાયી રીતે રોકડ આપવા માટે તૈયાર છે. 2 લાખ રૂપિયા રોકડ રકમ જમા કર્યા બાદ જ તેમને છોડવામાં આવશે. તેમને બે સપ્તાહના જામીન આપવામાં આવ્યા છે, જે આજથી શરૂ થાય છે.'

ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી, પંજાબ સરકારે કેન્દ્રીય દળની વધારાની ટૂકડીની તૈનાતીની માગ કરી

પંજાબના CM ભગવંત માને કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે કે ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી પર પંજાબમાં કેન્દ્રીય દળની વધારાની ટૂકડી તૈનાત કરવામાં આવે. ઓપરેશન બ્લૂ સ્ટારની વરસી જૂનના પહેલા સપ્તાહમાં છે. CM ભગવંત માને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ માગ કરી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ યથાવત રહે તે માટે વધારાની સુરક્ષા દળની તૈનાતી જરૂરી છે. હાલમાં પટિયાલામાં થયેલી હિંસાને જોતા સરકારે આ માગ કરી છે. કેન્દ્ર સરકારે વધારાની 10 કંપનીઓ આપવાની માગ કરી છે. માને શાહ સાથે મુલાકાત બાદ કહ્યું કે ઈન્ટેલિજન્સના રિપોર્ટ મુજબ સરહદ પર ડ્રોન દેખાવાની ઘટનાઓ વધી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે પણ ચર્ચા થઈ.

દિલ્હીના બવાનામાં થિનર ફેક્ટ્રીમાં ભીષણ આગ, 1નું મોત, 7 ઘાયલ; ફાયરબ્રિગેડની 17 ગાડીઓ ઘટના સ્થળે

છેલ્લાં ઘણાં દિવસથી દિલ્હીમાં સતત આગની ઘટનાઓ ઘટી રહી છે. મુંડકા, નરેલા પછી હવે દિલ્હીના બવાના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના એક મેન્યુફેક્ચરિંગ યુનિટના પહેલા માળે ભીષણ આગ લાગી છે. ઘટનામાં 1નું મોત નિપજ્યું છે, જ્યારે 7 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને GTB હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં એકની સ્થિતિ ગંભીર છે.

એજન્સીના જણાવ્યા મુજબ બવાના ઈન્ડસ્ટ્રીયલ એરિયાની એક ફેકટ્રીના ઈલેક્ટ્રિક આઈટમ ચેસિસ (ઈન્વર્ટર, સ્ટેબિલાઈઝર, એફએમ વગેર)માં આગ લાગી છે. ફાયર બ્રિગેડની 17 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે. પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે છે.

ભોપાલની જામા મસ્જિદમાં શિવ મંદિર હોવાનો દાવો, કોર્ટ જશે સંસ્કૃતિ બચાવો મંચ

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પછી ભોપાલના ચોક બજારમાં આવેલી જામા મસ્જિદમાં પણ સર્વેની માગ કરાઈ છે. ભોપાલની આ મસ્જિદમાં શિવ મંદિર હોવાનો દાવો રજૂ કરાયો છે. મામલામાં સંસ્કૃતિ બચાવો મંચના અધ્યક્ષ ચંદ્રશેખર તિવારીએ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને એક અરજી સોંપી છે. ચંદ્રશેખર તિવારીનું માનવું છે કે ભોપાલના આઠમા શાસક કુદેશિયા બેગમે પોતાની આત્મકથા હયાત એ કૂદીસમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જામા મસ્જિદમાં શિવ મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરાયું હતું.

આ મસ્જિદનું નિર્માણ 1832 ઈસવીમાં પ્રારંભ થઈને 1857 ઈસવીમાં પૂર્ણ થયું. અહીં એક વિશાળ શિવ મંદિર હતું. તિવારીએ કહ્યું કે તેઓ આ મુદ્દે કોર્ટમાં અરજી પણ કરશે.

વિસ્ફોટથી ધણધણ્યું અફઘાનિસ્તાનનું મઝાર-એ-શરીફ શહેર, 3 ઘાયલ

અફઘાનિસ્તાનના બલ્ખ પ્રાંતના શહેર મઝાર-એઃસરીફમાં એક વિસ્ફોટ થયો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. આ તમામ સેનાના કર્મચારી હોવાનું જાણમાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા મુજબ વિસ્ફોટ એક મિની બસમાં થયો હતો. હજુ સુધી કોઈ આતંકી સંગઠને હુમલાની જવબાદીર લીધી નથી.

આઝમ ખાનને વચગાળાની જામીન મળ્યા, 27 મહિના પછી જેલમાંથી બહાર આવશે સપા નેતા

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આઝમ ખાનને વચગાળાના જામીન આપ્યા છે. તેમના પર નોંધાયેલા 88 કેસમાં પહેલાં જ જામીન મળી ગયા હતા. હવે 89માં મામલે પણ આઝમ ખાનને વચગાળાના જામીન મળતા તેઓ 27 મહિના પછી જેલમાંથી બહાર આવશે.

જમ્મુ કાશ્મીરમાં 4 આતંકી અને લશ્કરનો 1 સહયોગી પકડાયો, બારામૂલામાં શરાબની દુકાન પર કર્યો હતો હુમલો

બારામૂલા પોલીસે બે દિવસ પહેલા એક દારૂની દુકાન પર થયેલા આતંકી હુમલાનો ખુલાસો કર્યો છે. કાશ્મીરના IGPએ જણાવ્યું કે આ મામલે 4 આતંકવાદી અને લશ્કરના 1 સહયોગીને પકડવામાં આવ્યો છે. તેની પાસેથી 5 પિસ્તોલ, 23 ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ આતંકી મોડ્યૂલ બારામૂલામાં અનેક આતંકી ઘટનાઓમાં સામેલ હતું.

જ્ઞાનવાપી મુદ્દે VHPની બેઠક મળશે
જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદની એક મહત્વની બેઠક જૂનમાં મળશે. આ બેઠક 10-11 જૂનનાં રોજ હરિદ્વારમાં મળશે. વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે દર વર્ષે જૂનમાં આ બેઠક મળે છે. સંગઠનનું એક કેન્દ્રીય માર્ગદર્શન બોર્ડ છે, જેના સભ્ય દેશના સંત છે. જેઓ બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ પર વિચાર કરે છે.

ઉત્તરાખંડના AAPના CM કેન્ડિડેટ અજય કોઠિયાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ઉત્તરાખંડમાં આપના CM ઉમેદવાર રહેલા કર્નલ અજય કોઠિયાલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને સોશિયલ મીડિયામાં પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત શેર કરી છે. અજય કોઠિયાલે લખ્યું, "હું 19 એપ્રિલ 2021થી 18 મે 2022 સુધી આમ આદમી પાર્ટીનો સભ્યો હતો. પૂર્વ સૈનિક, પૂર્વ અર્ધસૈનિક કર્મચારી, વૃદ્ધો, મહિલાઓ, યુવાનો અને બુદ્ધિજીવીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું પાર્ટીના સંયોજકને રાજીનામું મોકલી રહ્યો છું."

અનુરાગ ઠાકુરે મહારાજા રણજીત સિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી

સુચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે ફ્રાંસના સેન્ટ ટ્રોપેઝમાં મહારાજા રણજીત સિંહ, રાણી બન્ના પાન દેઈ અને જનરલ એલાર્ડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કર્યા. આ દરમિયાન તેમને સંત ટ્રોપેઝ અને હિમાચલ પ્રદેશ વચ્ચેના સંબંધનો પણ ઉલ્લેખ કર્ય. મંત્રી કાન્સ ફિલ્મ સમારંભમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...