• Gujarati News
  • National
  • In Gyanvapi Masjid Case, The Court Directed To Appoint A New Commissioner, Review The Situation And Direct Videography.

ભાસ્કર LIVE અપડેટ્સ:દાદર-માટુંગા વચ્ચે ટ્રેન દુર્ઘટના સર્જાઈ; ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, કોઈ જાનહાનિ નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં માટુંગા સ્ટેશન ખાતે દાદર-પુડુચેરી એક્સપ્રેસના ત્રણ ડબ્બા ટ્રેક પરથી ખરી પડ્યા છે, તેમ સેન્ટ્રલ રેલવેના અધિકારીએ માહિતી આપી હતી. બે ટ્રેન એક બીજાની સામે ટકરાઈ હતી. ડબ્બા એકબીજાને અથડાયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.જોકે બન્ને ટ્રેનની સ્પીડ ખૂબ જ ઓછી હતી. માટે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રેક બદલતી વખતે બન્ને એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા એકબીજા સાથે અથડાયા હતા, જેને લીધે ત્રણ ડબ્બા ટ્રેક પરથી ઉતરી ગયા હતા.

કેએસ ઈશ્વરપ્પાએ રાજીનામુ આપ્યું
કર્ણાટક સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ શુક્રવારે સાંજે બેંગ્લુરુમાં મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈના ઘરે પહોંચી તેમનું રાજીનામુ આપી દીધુ છે. તેઓ પોતાની સાથે મોટી સંખ્યામાં લોકોને સાથે લઈ બેંગ્લુરુ લઈને આવ્યા હતા. તેમના કાફલામાં મોટી સંખ્યામાં કાર હતી. CMએ કહ્યું કે ઈશ્વરપ્પાએ તેમની ઈચ્છાથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. ઈશ્વરપ્પા ઉપર કોન્ટ્રેક્ટરને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ છે. ઈશ્વરપ્પાના સમર્થકોને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ ચોક્કસ પરત ફરશે.

આતંકીઓએ ભાજપના સરપંચને ગોળીઓ મારી
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લા પાટ્ટન શહેરમાં આતંકીઓએ ભાજપના સરપંચ મંઝૂર અહમદ બાંગરુને ગોળીઓ મારી છે. હોસ્પિટલે લઈ જતી સમયે તેમનું મોત નિપજ્યું છે. ઘટના ગોશબુગ વિસ્તારમાં થઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આતંકીનો શોધખોળ માટે સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે.

આ પહેલા બુધવારે કુલગામમાં આતંકીઓએ એક કાશ્મીરી સતીશ કુમારને ગોળી મારી દીધી હતી. વેલીમાં સતત ચાલી રહેલા સૈન્ય ઓપરેશનથી ડરી ગયેલા આતંકીઓ હવે સામાન્ય લોકોને ટાર્ગેટ બનાવી રહ્યાં છે.

શનિવારે હજારો લોકો વચ્ચે હનુમાન ચાલીસા વાંચશે રાજ ઠાકરે, પોસ્ટરમાં બાલા સાહેબના લુકમાં જોવા મળ્યા

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરને લઈને જોવા મળતી રાજનીતિ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ચીફ રાજ ઠકારે એક મોટી જાહેરાત કરી છે. MNSના ચીફે કહ્યું કે તેઓ 16 એપ્રિલ એટલે કે હનુમાન જયંતિના દિવસે પુણેમાં હનુમાન ચાલીસાના મહાપાઠ કરશે.

મનસેએ એક પોસ્ટર જાહેર કરી રાજ ઠાકરે દ્વારા કરવામાં આવનારી આ મહાઆરતીમાં સામેલ થવાની જાહેરાત કરી છે. પોસ્ટરમાં રાજ ઠાકરેને હિન્દુ જનનાયક ગણાવવામાં આવ્યા છે.

પોસ્ટરને ધ્યાનથી જોવામાં આવે તો રાજ ઠાકરે તેમાં ભગવા શાલ ઓઢેલા નજરે પડે છે. તેમનો ગેટઅપ બાલાસાહેબ ઠાકરે જેવો જોવા મળી રહ્યો છે. આ મહાઆરતી પુણેના મારુતિ ચોકમાં સાંજે 6 વાગ્યે થશે.

એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની સહાયક કંપની નથી
એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપે કહ્યું કે 15 એપ્રિલ 2022થી એલાયન્સ એર હવે એર ઈન્ડિયાની સહાયક કંપની નથી. એલાયન્સ એર ભારત સરકાર અંતર્ગત સ્વતંત્ર બિઝનેસ એકમ હશે. ટાટાટ ગ્રુપે યાત્રિકોને કહ્યું કે તેમને ખ્યાલ હોવો જોઈએ કે જેમના પાસ 9થી શરૂ થનારી 4 અંકની ફ્લાઈટનો નંબર ટિકિટ કે 9Iથી શરૂ થનારી 3 અંકની ફ્લાઈટ નંબર ટિકિટ છે, તે બુકિંગ એલાયન્સ એર સાથે સંબંધિત છે. એલાયન્સ એર હવે ક્લાઉડ બેસ્ટ પેસેન્જર સર્વિસ સિસ્ટમથી સંચાલિત થશે.

જ્ઞાનવાપી મસ્જિદ મામલે કોર્ટે નવા કમિશનરની નિમણૂંક કરવાના નિર્દેશ આપ્યા, સ્થિતિની સમીક્ષા કરીને વીડિયોગ્રાફી કરવાના આપ્યા નિર્દેશ

કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદને લઈને વારાણસી જિલ્લા કોર્ટે કમિશનર નિમણૂંક કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે 19 એપ્રિલે કમિશનર ત્યાં જઈને સ્થિતિ સમીક્ષા કરે અને તેનું વીડિયોગ્રાફી પણ કરે. કોર્ટે સુરક્ષા આપવાના નિર્દેશ પોલીસને આપ્યા છે. સપ્ટેમ્બર 2020માં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં પરિસરને હિન્દુઓને સોંપવાની માગ કરવામાં આવી હતી.

રોહતક હાઈવે પર ટ્રકની પાછળ ઘુસી કાર, 3 લોકો જીવતા સળગ્યા

હરિયાણાના પાનીપત જિલ્લાના ઈસરાના ગામમાં શુક્રવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી. રોહતક નેશનલ હાઈવે પર ઈસરાના સ્થિત નવી અનાજમંડીની પાસેના કટ પર એક આઈ-20 કારમાં આગ લાગી ગઈ. જેમાં 3 લોકોના જીવતા સળગી જતા મોત નિપજ્યા છે. દુર્ઘટના વળાંક પાસે કાર એક ટ્રકની પાછળ ઘુસી જતા ઘટી હતી.

ઈજિપ્તે ભારતને ઘઉં સપ્લાયર તરીકે મંજૂરી આપી, પીયૂષ ગોયલે કહ્યું- અમે દુનિયાની સેવા માટે તૈયાર
ઈજિપ્તે ભારતને ઘઉં સપ્લાયર તરીકે માન્યતા આપી દીધી છે. કેન્દ્રીય વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે તેની જાહેરાત કરી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું, 'ઈજિપ્તે ભારતને ઘઉં સપ્લાયર તરીકે માન્યતા આપી છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અનેક વસ્તુઓની આપૂર્તિ યોગ્ય રીતે નથી થઈ રહી. દુનિયા ખાદ્ય આપૂર્તિના વૈકલ્પિક સ્ત્રોતની શોધમાં છે, એવામાં મોદી સરકાર આગળ આવી છે. આપણાં કિસાનોએ ભંડારાઓને ભરેલા રાખ્યા છે અને અમે દુનિયાની સેવા માટે તૈયાર છીએ.'

JNU પાસે લગાડવામાં આવ્યા ભગવા ઝંડા, પોસ્ટર્સમાં લખ્યું- 'ભગવા JNU', પોલીસે હટાવ્યા

દિલ્હીના JNUની પાસેના રસ્તા પર અને આજુબાજુના વિસ્તારોમાં ભગવા ઝંડા અને હિન્દુ સેના દ્વારા કેટલાંક પોસ્ટર્સ લગાડવામાં આવ્યા હતા. જેમાં 'ભગવા JNU' લખવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસનું કહેવું છે કે હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે. સાથે તપાસ ચાલી રહી છે.

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર પર નિશાન સાધ્યું, કહ્યું- કિસાનાનો મુદ્દાઓ ઉઠાવવામાં આવતા પદ જશે તેવો ભય નથી

મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ગુરુવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવવા માટે તેમને પદ જતું રહેશે તેવો ડર નથી. તેઓ મૂળરૂપથી ખેડૂત છે અને તેમની રાજનીતિક ટ્રેનિંગ પૂર્વ PM ચૌધરી ચરણ સિંહના નેતૃત્વમાં થઈ છે. તેમનું માનવું હતું કે જો તમે ખેડૂતો માટે કંઈ છોડવા માગો છો તો છોડો પરંતુ તેમના માટે લડો અને અવાજ ઉઠાવો.

મલિકે કહ્યું કે સેવાનિવૃતિ પછી તેમની પાસે રહેવા માટે ઘર પણ નથી, તેથી તેઓ કેન્દ્ર સામે લડી શકે છે. રાજ્યપાલે પહેલા પણ કૃષિ કાયદાને લઈને કેન્દ્ર અને PM મોદીની નિંદા કરી ચુક્યા છે.

અરુણાચલ પ્રદેશના પાંગિનમાં ભૂકંપના આંચકા, તીવ્રતા 5.3 નોંધાઈ
અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 નોંધાઈ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ શુક્રવારે સવારે 6.56 વાગ્યે અરુણાચલ પ્રદેશથી 1176 કિમી ઉત્તરમાં આવેલા પાંગિનમાં ઝાટકા અનુભવાયા હતા. જો કે તેનાથી કોઈ પ્રકારની જાનમાલની નુકસાનીના સમાચાર નથી.

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓએ બે ગ્રામીણોને ગોળી મારી

મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં નક્સલીઓએ બે ગ્રામીણની ગોળી મારીને હત્યા કરી દીધી છે. નક્સલીઓએ બે ગ્રામીણોને પોલીસના જાસૂસ હોવાની શંકાએ ગોળી મારી છે. પોલીસે એક સીનિયર ઓફિસરને જાણકારી આપી છે કે માર્યા ગયેલા બંને ગ્રામીણની ઉંમર 20 વર્ષ છે. પોલીસના જણાવ્યા મુજબ નક્સલીઓએ બુધવારે મોડી રાત્રે કે ગુરુવારે વ્હેલી સવારે આ હત્યા કરી હશે.

ડરબનમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, અત્યાર સુધીમાં 306 મોત, અનેક ગુમ

દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં ભારે વરસાદ અને પૂરના કારણે 306 લોકોના મોત નિપજ્યા છે. ડરબન પ્રશાસન મુજબ, પૂરથી અનેક લોકો ગુમ થયા છે જેના કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. પૂર્વી ક્વાજુલુ-નેટલ પ્રાંતમાં વરસાદને કારણે અનેક મકાન પડી ગયા છે અને ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ છે. મેયર મેક્યોલોસી કુંડાએ જણાવ્યું કે ડરબન અને આજુબાજુના ઈથેક્વિની મેટ્રોપોલિટન વિસ્તારમાં લગભગ 5.2 કરોડ ડોલરનું નુકસાનની સંભાવના છે. હવામાન વિભાગે આગામી કેટલાંક દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...