• Gujarati News
  • National
  • The National Anthem Is Compulsory In The Madrassas Of Uttar Pradesh, It Is Necessary To Sing Before The Class Starts

ભાસ્કર LIVE અપડેટ્સ:એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 7.79%, ખાવાની ચીજવસ્તુથી લઈને જૂતાં-કપડાં મોંઘા થતા મોંઘવારી 8 વર્ષના પીક પર પહોંચી

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય લોકોને એપ્રિલમાં મોંઘવારીના મોરચે ઝાટકો લાગ્યો છે. ખાવા-પીવાની વસ્તુથી લઈને તેલના ભાવ વધવાથી મોંઘવારી 8 વર્ષના પીક પર પહોંચી ગઈ છે. ગુરુવારે જાહેર થયેલા સરકારી આંકડા મુજબ કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ (CPI) આધારીત રિટેલ મોંઘવારી દર માર્ચમાં વધીને 7.79% થઈ ગઈ છે. મે 2014માં મોંઘવારી 8.32% હતી. ખાવા-પીવાના સામાન પર મોંઘવારી વધીને 8.38% થઈ ગઈ છે.

સતત ચોથા મહિને મોંઘવારી RBIની લિમિટને પાર
આ સતત ચોથો મહિનો છે જ્યારે મોંઘવારી દર RBIની 6%ના ઉપલા લેવલને પાર કરી ગઈ છે. ફેબ્રુઆરી 2022માં રિટેલ મોંઘવારી દર 6.07%, જાન્યુઆરીમાં 6.01% અને માર્ચમાં 6.95% નોંધાઈ છે. એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં રિટેલ મોંઘવારી દર 4.23% હતી.

હાલમાં રિઝર્વ બેંકની આ નાણાકીય વર્ષની પોતાની પહેલી મોનિટરી પોલિસીની મીટિંગ મળી હતી જે બાદ મોંઘવારીનું અનુમાન વધારીને પહેલા ક્વાર્ટરમાં 6.3%, બીજામાં 5%, ત્રીજામાં 5.4% અને ચોથામાં 5.1% કરાયો હતો. જે બાદ ઈમરજન્સી મોનેટરી પોલિસી મીટિંગમાં મોંઘવારીની ચિંતાઓને કારણે વ્યાજદરને 0.40% વધારવાનો નિર્ણય લેવાયો હતો.

જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓએ કાશ્મીરી પંડિતને ગોળી મારી, સિક્યોરિટી ફોર્સે સમગ્ર વિસ્તાર ઘેર્યો

​​​​​​​​​​​​​​જમ્મુ કાશ્મીરના બડગામના ચાડૂરામાં આતંકીઓએ એક કાશ્મીરી પંડિત રાહુલ ભટને ગોળી મારી દીધી છે. મળતી માહિતી મુજબ આ ઘટના તાલુક પંચાયતની ઓફિસે પાસે થઈ છે. રાહુલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે તાલુક પંચાયતનો કર્મચારી છે. સિક્યોરિટી ફોર્સે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા રાજીવ કુમાર, 15 મે સુધી સુશીલ ચંદ્રાની જગ્યાએ કાર્યભાર સંભાળશે

ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે. રાજીવ કુમાર 15 મે, 2022થી મુખ્ય ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળશે. 14 મે 2022નાં રોજ સુશીલ ચંદ્રાનો કાર્યકાળ પૂરો થઈ જશે.

વિદેશ જતા લોકો માટે બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના અંતરના નિયમોમાં છૂટછાટ

કેન્દ્ર સરકારે વિદેશ યાત્રાએ જતા લોકો માટે કોરોના વેક્સિનના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેના અંતરના નિયમમાં ફેરફાર કર્યા છે. હવે વિદેશ જઈ રહેલા નાગરિક તે દેશના નિયમ મુજબ બૂસ્ટર ડોઝ લગાવી શકશે. હાલ 18 વર્ષથી વધુની ઉંમરના ભારતીય નાગરિકો માટે બીજો ડોઝ અને બૂસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 9 મહિના છે.

વિદેશ યાત્રાએ જતા યાત્રિકો માટે બૂસ્ટર ડોઝની ગાઈડલાઈન્સમાં ઢીલ આપવાનો નિર્ણય NTAGIની ભલામણ પર આધારિત છે. કોવિન પોર્ટલ પર પણ આ સુવિધા ટૂંક સમયમાં જ જોવા મળશે.

ઉત્તરપ્રદેશના મદરેસાઓમાં રાષ્ટ્રગાન ફરજિયાત, ક્લાસ શરૂ થાય તે પહેલાં ગાવું જરૂરી

ઉત્તરપ્રદેશના મદરેસાઓમાં રાષ્ટ્રગાન અનિવાર્ય કરી દીધું છે. પ્રદેશ સરકારના આદેશમાં જણાવવામાં આવ્યું કે ઉત્તરપ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદની બેઠકમાં પ્રત્યેક માન્યતા પ્રાપ્ત, સરકારી સહાય લેનારા અને ન લેનાર મદરેસાઓમાં આગામી શિક્ષણ સત્રથી ક્લાસ શરૂ થાય તે પહેલા અન્ય દુવાઓની સાથે ફરજિયાત રાષ્ટ્રગાન ગાવું જરૂરી છે. જેમાં શિક્ષણ અને છાત્ર-છાત્રાઓ સામેલ થશે. આ આદેશ ગુરુવારથી લાગુ પણ કરી દેવાયો છે.

દિલ્હીમાં MCD એક્શન મૂડમાં, મદનપુર ખાદરમાં બુલડોઝરે ત્રણ માળની ઈમારતી તોડી પાડી

દિલ્હીમાં MCDનું બુલડોઝર આજે મદનપુર ખાદરમાં ચાલ્યું. અહીં ટીમે ગેરકાયદે રીતે બનેલી એક ત્રણ માળની ઈમારતને ધ્વસ્ત કરી દીધી. જેનાથી રોષે ભરાયેલા લોકોએ MCDની ટમ પર પથ્થરમારો કર્યો. જેમાં અનેક કર્મચારી અને પોલીસવાળા ઘાયલ થયા. MCDની કાર્યવાહીનો વિરોધ કરવા પહોંચેલા આમઆદમી પાર્ટીના ધારાસભ્ય અમાનત ઉલ્લા ખાનની પોલીસે ધરપકડ કરી છે.

છત્તીસગઢના બીજાપુરથી 5 કિલો IED જપ્ત, સુરક્ષાદળો પર હુમલાનું હતું ષડયંત્ર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળોએ નક્સલીઓએ લગાડેલા 5 કિલો IEDને જપ્ત કર્યો છે. જાણકારી મુજબ IED ફુંડરીમાં ઈન્દ્રાવતી નદી પર બનેલા પુલની પાસેથી મળ્યો છે. આ સિક્યોરિટી ફોર્સ માટે પ્લાન્ટ કરાયો હતો.

15 રાજ્યોની 57 રાજ્યસભા સીટ માટે 10 જૂને મતદાન

15 રાજ્યોની 57 રાજ્યસભા સીટ માટે 10 જૂને ચૂંટણી થશે. જેમાં સૌથી વધુ સીટ ઉત્તરપ્રદેશમાં ખાલી છે. ત્યાં કુલ 11 સીટ માટે ચૂંટણી થશે. રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા થનારી આ ચૂંટણી મહત્વની બની રહેશે.

ઝારખંડના IAS અધિકારી પૂજા સિંઘલ સસ્પેન્ડ​​​​​​​

​​​​​​​ઝારખંડની IAS અધિકારી પૂજા સિંઘલને ગુરુવારે રાજ્ય સરકારે સસ્પેન્ડ જાહેર કરી છે. EDએ બુધવારે તેમની ધરપકડ કરી હતી. તેમને મની લોન્ડ્રિગના આરોપમાં પકડવામાં આવ્યો છે. તેના પતિને પણ પકડવામાં આવ્યો છે. પૂજા ઝારખંડમાં માઈનિંગ સચિવ હતી.

અન્ય સમાચારો પણ છે...