• Gujarati News
  • National
  • Sonia Gandhi's Health Deteriorated And She Was Admitted To Gangaram Hospital In Delhi

ભાસ્કર LIVE અપડેટ્સ:શ્રીનગર એન્કાઉન્ટરમાં આતંકવાદી આદિલ પર્રે ઠાર કરાયો; બે પોલીસકર્મીની હત્યામાં સંડોવાયેલો હતો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આદિલ પર્રેના ઠાર કરવામાં આવ્યો છે. તે ગાંદરબલ વિસ્તારમાં રહેતો હતો. તે બે પોલીસ કર્મચારી સંગમના જીએચ હસન ડાર તેમ જ અચનાર સૌરાના સૈફૂલ્લાહ કાદરીની હત્યામાં સંડોવાયેલો હતો. પોલીસની એક ટીમે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

બંગાળમાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત

પશ્ચિમ બંગાળમાં પાનીહાટીના ઈસ્કોન મંદિરમાં દંડ મહોત્સવમાં રવિવારે ગરમી અને ભારે બફારાને લીધે ત્રણ શ્રદ્ધાળુના મોત થયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્ટિવ કર્યું- પાનીહાટીના ઈસ્કોન મંદિરમાં દંડ મહોત્સવમાં ગરમી તથા બફારાને લીધે ત્રણ શ્રદ્ધાળુઓના મોત અંગે અંગે સાંભળીને દુઃખી છું. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને શક્ય તમામ સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.

ઉત્તર 24 પરગણા જિલ્લાના પાનીહાટીમાં મહોત્સવવતલા ઘાટ પર ઈસ્કોનના દંડ મહોત્સવ અથવા દહી-ચૂડા ઉત્સવને લીધે શ્રદ્ધાળુઓમાં ભારે ભીડ ઉમટી હતી. કોરોના મહામારીને લીધે બે વર્ષ બાદ યોજાઈ રહેલા આ મહોત્વમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું હતું.

સોનિયા ગાંધીની તબિયત બગડતા દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ

સોનિયા ગાંધીની તબિયત બગડી ગઈ છે. કોરોનાથી સંક્રમિત છે અને હજુ સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ નથી આવ્યો. રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે તેમને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે EDએ 23 જૂને નેશનલ હેરાલ્ડ મામલામાં પૂછપરછ માટે સોનિયા અને રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા છે. પહેલાં તેમને 8 જૂને હાજર થવાનું હતું, પરંતુ કોરોનાને કારણે આ તારીખ આગળ વધારી દેવાઈ છે.

જમ્મુમાં શેખનગરનું નવું નામ શિવનગર થશે, અમ્ફાલા ચોક બનશે હનુમાન ચોક
જમ્મુ નગર નિગમે એક રિઝોલ્યૂશન પાસ કરીને શેખનગરનું નવું નામ શિવનગર અને અમ્ફાલા ચોકનું નામ બદલીને હનુમાન ચોક કરી દીધું છે. જેની જાણકારી JMC મેયર ચંદર મોહન ગુપ્તાએ આપી છે. ભાજપના કોર્પોરેટર શારદા કુમારીએ આ પ્રસ્તાવ રાખ્યો હતો, જેને પસાર કરી દેવાયો છે. આ સાથે જ અમ્ફાલા ચોકનું નામ બદલવાનો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ રિઝોલ્યૂશન હવે જમ્મુ કાશ્મીરના સચિવાલયની પાસે મોકલવામાં આવશે કે જેથી નામ બદલવાની પ્રક્રિયાને આગળ વધારી શકાય.

અન્ય સમાચારો પણ છે...