• Gujarati News
  • National
  • Stones Pelted During Hanuman Jayanti Procession In Delhi, Several Vehicles Vandalized, Some Policemen Injured

ભાસ્કર LIVE અપડેટ્સ:જહાંગીરપુરીમાં શોભાયાત્રા પર ઉપદ્રવિઓએ કર્યો પથ્થરમારો, 6 પોલીસકર્મી ઘાયલ; શાહે પોલીસ કમિશનર સાથે વાત કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હનુમાન જયંતીની શોભાયાત્રામાં પથ્થરમારો, તલવાર ચાલી અને ફાયરિંગ પણ થયું

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો. ઉપદ્રવિઓએ અહીં કેટલીક જગ્યાએ આગ પણ લગાડી. સાથે હવામાં તલવાર વીંઝી તેમજ ગોળીઓ પણ ચલાવી. હુમલા પછી વિસ્તારમાં તણાવનું વાતાવરણ છે. પોલીસના જણાવ્યા મુજબ જહાંગીરપુરીમાં તણાવ છે પરંતુ સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે. અહીં RAFની બે કંપનીઓ તહેનાત કરી દેવાઈ છે.

આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ફોર્સ તહેનાત કરી દેવાઈ છે. સમગ્ર દિલ્હીમાં હાઈએલર્ટ છે. ડ્રોનથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

અમિત શાહે લીધી જાણકારી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર પાસેથી સ્થિતિ જાણકારી લીધી અને લૉ એન્ડ ઓર્ડર બનાવી રાખવા માટે જરૂરી પગલાં ભરવાના નિર્દેશ આપ્યા.

પથ્થરમારાની આ ઘટના કુશલ સિનેમા પાસે થયો. જે બાદ ત્યાં હોબાળો થઈ ગયો છે. અનેક ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે. તો કેટલાંક પોલીસવાળા પણ ઘાયલ થઈ ગયા છે. જે બાદ મોટી સંખ્યામાં પોલીસની ટુકડી મોકલવામાં આવી છે.ગૃહ મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો છે. ફોર્સ વિસ્તારમાં માર્ચ કરી રહી છે. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

દિલ્હી પોલીસના PRO અન્યેશ રાયે કહ્યું કે આ એક પારંપરિક શોભાયાત્રા હતી જે દર વર્ષે નીકળે છે. યાત્રાની સાથે ચાલી રહેલા પોલીસકર્મીઓએ સ્થિતિ સંભાળી. પથ્થરમારાને કારણે કેટલાંક પોલીસકર્મીઓ ઘાયલ થયા.

પોલીસ કમિશનરે કહ્યું- દોષિત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે
દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું કે, "સ્થિતિ હવે નિયંત્રણમાં છે. જ્યાં ઘટના ઘટી ત્યાં અમે વધુ ફોર્સ તહેનાત કરી છે. આ સાથે જ આખી દિલ્હીના સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ તહેનાતી રાખવામાં આવી છે. બે પોલીસકર્મી ઘાયલ થયા છે. અમે દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીશું."

પોલીસ કમિશનરે ટ્વીટ કરી કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓને ફીલ્ડમાં રહેવા અને કાયદા વ્યવસ્થાન જાળવી રાખવાના નિર્દેશ અપાયા છે. તેમને એવી અપીલ કરી કે લોકો અફવાઓ અને ફેક ન્યૂઝ પર ધ્યાન ન આપે.

VHPના પ્રવક્તાએ કહ્યું ગોળીઓ ચાલી, તલવારો વીંઝવામાં આવી
વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે ટ્વીટ કરી જણાવ્યું કે હનુમાન જયંતીની શોભાયાત્રામાં ઈસ્લામિક ચરમપંથીઓએ હુમલો કર્યો. હુમલામાં ફાયરિંગ અને પથ્થરમારાના સમાચાર છે, જેમાં પોલીસ કર્મચારી સહિત અનેક લોકો ઘાયલ થયા છે.

VHP પ્રવક્તા વિનંદ બંસલે ટ્વીટ કરી લખ્યું કે, 'દિલ્હીના જહાંગીરપુરીમાં #હનુમાન જન્મોત્સવની શોભાયાત્રામાં ઈસ્લામિક જેહાદીઓએ પથ્થર, તલવાર અને ગોળીઓ ચલાવી.'

પોલીસે ઉપદ્રવીઓની ઓળખ કરી હોવાનો દાવો
કેટલાંક વીડિયો ફુટેજ સામે આવ્યા છે. જેમાં મોટા ભાગે પોલીસકર્મી જ ઘાયલ જોવા મળી રહ્યાં હતા. રમખાણ વિરોધ ફોર્સને તહેનાત કરાઈ છે. પોલીસની વીડિયો ટીમે વિસ્તારના અનેક ફુટેજ મેળવ્યા છે. જેમાંથી કેટલાંક લોકોની ઓળખ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે કડક કાર્યવાહી થશે.

કેજરીવાલે કહ્યું- દોષિત પર કડક કાર્યવાહી થવી જોઈએ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. દિલ્હીના જહાંગીરપુરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના નિંદનીય છે. જે પણ દોષિત હોય તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. તમામને અપીલ છે કે- એકબીજાના હાથ પકડીને શાંતિ જાળવી રાખે.

અન્ય સમાચારો પણ છે...