ભાસ્કર અપડેટ્સ:દિલ્હીમાં એક મહિલાને મંકીપોક્સ, દેશમાં કેસ વધીને 9 થયા

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં મંકીપોક્સના કેસ સતત વધી રહ્યાં છે. દિલ્હીમાં 31 વર્ષની એક મહિલાને મંકીપોક્સ થયો હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે જ દેશમાં મંકીપોક્સના દર્દીની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે.

દિલ્હીની હેરાલ્ડ બિલ્ડિંગમાં યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસ સીલ, એક દિવસ પહેલા દરોડો પાડ્યો હતો

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ બુધવારે સતત બીજા દિવસે કાર્યવાહી કરી છે. EDએ દિલ્હીની હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા કંપનીની ઓફિસ સીલ કરી દીધી છે. મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. મંગળવારે જ EDની ટીમે સવારથી મોડી સાંજ સુધી નેશનલ હેરાલ્ડના દિલ્હી, મુંબઈ અને કોલકાતા સહિત 16 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી સોનિયા અને રાહુલની પૂછપરછ પછી કરાઈ હતી.

આ દરોડા વિરૂદ્ધ નેશનલ હેરાલ્ડ ઓફિસની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યા. તેમને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા. EDની કાર્યવાહી પર રાહુલ ગાંધીએ કહ્યું હતું- કોંગ્રેસ તમારા લોકોની છે અને તમે કોંગ્રેસની તાકાત છો. આપણે સરમુખ્ત્યારશાહી સામે દરેક મોરચે લડવાનું છે.

મહારાષ્ટ્રમાં 5 ઓગસ્ટે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે, શિંદે-ભાજપ જૂથના 15 મંત્રી શપથ લઈ શકે છે

મહારાષ્ટ્રમાં 5 ઓગસ્ટે કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 15 મંત્રી શપથ લઈ શકે છે. મળતી માહિતી મુજબ ભાજપના 8 અને એકનાથ શિંદે જૂથના 7 મંત્રી શપથ લેશે. શિંદે સરકાર એક મહિનાનો કાર્યકાળ પૂરો કરી ચુકી છે, પરંતુ હજુ CM શિંદે અને ડેપ્યુટી CM ફડણવીસ જ બધું કામકાજ સંભાળી રહ્યાં છે.

શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના 20માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. CM પદના શપથ લીધા પછી શિંદે સરકાર 751 સરકારી આદેશ જાહેર કર્યા છે. અને તેમાંથી 100થી વધુ આદેશ એકલા સ્વાસ્થ્ય વિભાગને લગતા છે.

મંત્રીમંડળ વિસ્તરણ ન કરવાને લઈને વિપક્ષ શિંદે સરકાર પર સતત કટાક્ષ કરી રહ્યાં છે. જો કે શિંદેએ 2 દિવસ પહેલા કહ્યું હતું કે કેબિનેટ વિસ્તરણ ટૂંક સમયમાં થશે.

હરિયાણાના પૂર્વ CM ઓપી ચૌટાલાને મળ્યા જામીન, આવકથી વધુ સંપત્તિના કેસમાં 4 વર્ષની થઈ છે સજા

દિલ્હી હાઈકોર્ટે હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને જામીન આપ્યા છે. આવકથી વધુ સપંત્તિના કેસમાં ચોટાલાને 4 વર્ષની સજા થઈ હતી. સજા સંભળાવવામાં આવ્યા બાદ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ચૌટાલાના જામીન મંજૂર કર્યા છે.

કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પરત ખેંચ્યું, નવું બિલ લાવશે

કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાંથી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછું ખેંચ્યું છે. સરકાર તેની જગ્યાએ ઓનલાઈન સ્પેસમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન માટે નવું બિલ લાવશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવે બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો, જે ધ્વનિ મતથી પસાર થઈ ગયો. 11 ડિસેમ્બર 2019નાં રોજ આ બિલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ઉદ્દેશ્ય માટે લાવવામાં આવ્યો હતો. આ બિલ એક સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યો હતો. કમિટીએ પોતાનો રિપોર્ટ 16 ડિસેમ્બર 2021નાં રોજ આપ્યો હતો.

હરિયાણાના બહાદુરગઢ એરોફ્લેક્સ ફેક્ટરીમાં મીથેન ગેસ લીક થયો, 4 મજૂરોનાં મોત

હરિયાણાના બહાદુરગઢ શહેરમાં બુધવારે બપોરે એક કંપનીમાં મીથેન ગેસ લીક થવાથી 4 મજૂરોનાં મોત નિપજ્યા છે. દુર્ઘટના તે સમયે થઈ જ્યારે કર્માચીર કંપનીના વેસ્ટ ટેન્કની સફાઈ કરી રહ્યો હતો. દુર્ઘટનાનો શિકાર થયેલા 2 અન્ય શ્રમિકોની સ્થિતિ ગંભીર છે. તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મળતાં જ DC અને SP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ચીનના કિન્ડર ગાર્ટનમાં માસ્ક લગાવેલા સંદિગ્ધે ચાકૂથી હુમલો કર્યો, 3નાં મોત

દક્ષિણ પૂર્વ ચીનના ઝિયાનક્સી પ્રાંતના એક કિન્ડર ગાર્ટન (બાળકોની સ્કૂલ)માં એક વ્યક્તિએ ચાકૂથી હુમલો કરી દીધો. આ હુમલામાં 3 લોકોનાં મોત નિપજ્યા છે. 6 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

પોલીસ અધિકારીએ કહ્યું- એક 48 વર્ષનો અજ્ઞાત વ્યક્તિ માસ્ક અને કેપ પહેરીને કિન્ડર ગાર્ટનમાં ઘૂસી ગયો. તેને હુમલો કરવાનું શરૂ કરી દીધું. હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસ હુમલાખોરની તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...