છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નુઆપાડામાં નક્સલી હુમલામાં CRPFના 3 જવાન શહીદ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ રોડ ઓપનિંગ પાર્ટી (ROP) જે પેટ્રોલિંગમાં નીકળી હતી. હુમલામાં અનેક જવાન ઘાયલ થયા હોવાની માહિતી છે.
શહીદ જવાનોમાં ASI શિશુપાલ સિંહ (ઉત્તરપ્રદેશ), ASI શિવલાલ અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર સિંહ (બંને હરિયાણા)ના છે. ત્રણેય 9મી બટાલિયનના જવાન હતા. રિપોટ્સ મુજબ જવાનોની જંગલમાં માઓવાદીઓની સાથે ફાયરિંગ પણ થયું હતું.
અગ્નિવીર પણ વીરતા પુરસ્કારો માટે હશે એલિજિબલ, સરકારની જાહેરાત
સૈનિકોની ભરતી માટે અગ્નિવીર યોજનામાં ચૂંટાયેલા અગ્નિવીર પણ વીરતા પુરસ્કાર માટે એલિજિબલ હશે. એક સત્તાવાર સૂત્રએ આ જાણકારી આપી. કેન્દ્ર સરકારે હાલમાં જ સૈનિકની ભરતી માટે આ યોજનાની જાહેરાત કરી છે. જેને લઈને દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે.
જમ્મુ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં 4 આતંકી ઠાર, પોલીસ અધિકારી ફારુક અહમદ મીરનો હત્યારો પણ ઠાર
જમ્મુ કાશ્મીરમાં મંગળવારે બારામૂલા અને પુલવામામાં સિક્યોરિટી ફોર્સ સાથે થયેલી અથડામણમાં ચાર આતંકીઓ ઠાર થયા છે. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષણ વિજય કુમારે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ જૈશ-એ-મોહમ્મદના માજિદ નઝીર તરીકે થઈ છે. નઝીર થોડા દિવસ પહેલાં જ સબ-ઈન્સ્પેક્ટર ફારુક અહમદ મીરની હત્યામાં સામેલ હતો.
રિટાયર થનારા અગ્નિવીરને હરિયાણા સરકાર આપશે નોકરી, CM મનોહરલાલ ખટ્ટરે કરી જાહેરાત
હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મંગળવારે જાહેરાત કરી છે કે રિટાયર થનારા અગ્નિવીરોને હરિયાણા સરકારમાં નોકરી આપવામાં આવશે. તેમને કહ્યું કે જે સૈનિક અગ્નિવીર પ્રોગ્રામમાંથી પરત આવશે અને હરિયાણા સરકારમાં નોકરી કરવા ઈચ્છશે, તેમને પાકા પાયે નોકરી આપવામાં આવશે, તે પછી ગ્રુપ સીની નોકરી હોય કે હરિયાણા પોલીસની.
અગ્નિપથ પર ઉગ્ર પ્રદર્શનના 3 દિવસ પછી બિહારમાં ઈન્ટરનેટ સેવા શરૂ, અનેક ટ્રેન હજુ પણ રદ
બિહારમાં અગ્નિપથ પર ઉગ્ર પ્રદર્શનના 3 દિવસ પછી 20 જિલ્લામાં બંધ કરવામાં આવેલી ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરાઈ છે. અનેક જિલ્લામાં બગડતી જતી સ્થિતિને જોતા કલમ 144 લગાડવામાં આવી હતી. જેને હવે હટાવી લેવાઈ છે. રેલ સેવા પર આ પ્રદર્શનની હજુ અસર જોવા મળી રહી છે. 126 ટ્રેન આજે પણ કેન્સલ છે.
ન્યૂયોર્ક ફાયરિંગ, 1નું મોત, 8 ઘાયલ
અમેરિકાના ન્યૂયોર્કમાં સોમવારે એક સભામાં થયેલા ફાયરિંગમાં 1નું મોત નિપજ્યું છે જ્યારે 8 લોકો ઘાયલ થઈ ગયા છે. ન્યૂયોર્ક સિટી પોલીસે આ જાણકારી આપી છે.
પોલીસે કહ્યું કે અમને એક સભામાં ફાયરિંગ થયું હોવાની જાણ થઈ હતી. જ્યારે અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી તો 9 લોકો ઘાયલ હતા. તમામને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં 21 વર્ષની વ્યક્તિને મૃત જાહેર કરાઈ છે.
ઘટનાસ્થળેથી પોલીસને એક ગન મળી છે. જો કે હજુ સુધી એ જાણકારી નથી મળી કે કોને ફાયરિંગ કર્યું અને તેનું કારણ શું હતું?
બકરી ઈદ પર ઘરમાં કે ખુલ્લામાં કુર્બાની નહીં, તમામ રાજ્યોને કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યા
આગામી મહિને બકરી ઈદ પર દેશભરના કતલખાના સિવાય ક્યાંય પણ કુરબાની નહીં આપી શકાય. કેન્દ્ર સરકારે તેને લઈને તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા છે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે બકરી ઈદ પર લોકો સાર્વજનિક રીતે પશુઓની કુરબાની ન આપે. કુરબાની ન તો ઘરોમાં થઈ શકશે, ન તો ખુલ્લામાં.
કેન્દ્ર સરકારે કહ્યું કે છેલ્લાં ઘણાં સમયથી જોવામાં આવી રહ્યું છે કે પશુઓને વાહનોમાં ઠુંસી ઠુંસીને ભરવામાં આવે છે. તેમની સાથે આ ક્રુરતા છે. આવા મામલામાં સંબંધિત લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.