ભાસ્કર LIVE અપડેટ્સ:જેલમાંથી બહાર આવી ઈન્દ્રાણી મુખર્જી, મોઢા પર હાસ્ય જોવા મળ્યું; દીકરીની હત્યા કેસમાં છ વર્ષથી જેલમાં બંધ હતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાં બાદ ઈન્દ્રાણી મુખર્જીને શુક્રવારે સાંજે ભાયખલા મહિલા જેલમાંથી મુક્ત કરવામાં આવી. પોતાની દીકરી શીના બોરા હત્યાના આરોપમાં ઈન્દ્રાણી છેલ્લાં છ વર્ષથી જેલમાં બંધ હતી. જેલમાંથી છુટ્યા બાદ ઈન્દ્રાણી મુખર્જીએ કહ્યું, 'હું ઘણી જ ખુશ છું, હાલ ઘરે જઈ રહી છું. આગળ કોઈ યોજના નથી, હાલ તો ફક્ત ઘરે જ જવું છે.' આ પહેલા લોવર, બોમ્બે હાઈકોર્ટે તેમની જામીન અરજી 7 વખત ફગાવી હતી. બુધવારે દેશની સર્વોચ્ચ કોર્ટે માન્યું કે શીના બોરા હત્યાની તપાસ લાંબી ચાલશે, તેથી લાંબા સમય સુધી ઈન્દ્રાણીને જેલમાં ન રાખી શકાય.

જામીનની શરત મુજબ ઈન્દ્રાણીએ 2 લાખ રૂપિયાના બોન્ડ વિશેષ CBI કોર્ટમાં જમા કરાવ્યા. સાથે ઈન્દ્રાણીએ કોર્ટ દ્વારા તે શરતોનું પણ પાલનુ કરવું પડશે જેમાં કહેવામાં આવ્યું છે કે તે સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર મુંબઈથી બહાર નહીં જાય. આજે જેલમાંથી બહાર આવી ત્યારે ઈન્દ્રાણીનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. સુનાવણી દરમિયાન ઉદાર દેખાતી ઈન્દ્રાણી જેલમાંથી બહાર આવી ત્યારે એકદમ કોન્ફિડન્ટ જોવા મળી, તેને મીડિયાના કેમેરા સામે પોતાનો હાથ પણ હલાવ્યો. જેલમાંથી બહાર આવવાની ખુશી ઈન્દ્રાણીના ચહેરા પર સાફ નજરે દેખાતી હતી.

જેટ એરવેઝની ફ્લાઈટ ફરી શરૂ થશે, DGCAએ આપ્યું એર ઓપરેટર સર્ટિફિકેટ

જેટ એરવેઝની ફ્લાઈટ એકવખત ફરી શરૂ થશે. DGCAએ જેટ એરવેઝને ફરીથી શરૂ કરવા માટે એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) અપાયું છે. એવામાં જેટ ટૂંક સમયમાં જ કોમર્શિયલ ઉડાન શરૂ કરશે. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. આ પહેલા ગૃહ મંત્રાલયે એરલાઈનને સુરક્ષા ક્લીયરન્સ આપી દીધું હતું. જે બાદથી જ આશા હતી કે કંપની ટૂંક સમયમાં જ પોતાની સેવાઓ શરૂ કરી શકે છે.

જ્ઞાનેશ ભારતી દિલ્હી મ્યુન્સિપલ કોર્પોરેશનના કમિશનર બન્યા, અશ્વિની કુમાર સ્પેશિયલ ઓફિસર

1988 બેચના IAS અધિકારી જ્ઞાનેશ ભારતીને દિલ્હી મ્યુન્સિપલ કોર્પોરેશનના કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ AGMUT (અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યુનિયન ટેરેટરી) કેડરના અધિકારી છે. દિલ્હીની ત્રણેય નગરપાલિકાને એક કરીને એક મ્યુન્સિપલ કોર્પોરેશન બનાવવામાં આવ્યા છે. 22 મેથી આ અસ્તિત્વમાં આવી જશે. IAS અશ્વિની કુમારને યુનિફાઈડ MCDના સ્પેશિયલ ઓફિસર તરીકે પદભાર આપવામાં આવ્યો છે.

દિલ્હીના ઝંડેવાલા સાયકલ માર્કેટમાં આગ લાગી, 10 દુકાન બળીને ખાક

દિલ્હીના કરેલા બાગ વિસ્તારમાં ઝંડેવાલા સાયકલ માર્કેટમાં શુક્રવારે બપોરે આગ લાગી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 27 ગાડીઓની મદદ લેવાઈ. મળતી માહિતી મુજબ આગમાં 10 દુકાન સળગીને ખાક થઈ ગઈ. જો કે આગ કઈ રીતે લાગી તે વાતની જાણકારી નથી મળી.

જમ્મુ કાશ્મીરમાં કુપવાડામાં ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધારમાં આતંકવાદીઓએ ઘુસણખોરી કરી. આ દરમિયાન સેનાએ તેમના પર ફાયરિંગ કર્યું. કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે તે સ્પષ્ટ નથી થયું કે કેટલા આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા.

પેગાસસ જાસૂસી મામલે SCમાં સુનાવણી, કમિટીએ કહ્યું- અત્યાર સુધીમાં 29 મોબાઈલ ફોનની તપાસ થઈ

સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલામાં આજે સુનાવણી થઈ. ચીફ જસ્ટિસે કહ્યું કે હજુ અમે ટેક્નિકલ કમિટીનો વચગાળાનો રિપોર્ટ મળ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું કે 29 મોબાઈલની તપાસ કરવામાં આવી અને ઘણાં લોકો સાથે વાત કરવામાં આવી. મેના અંત સુધીમાં રિપોર્ટ તૈયાર થઈ જશે. આ અંગે કોર્ટે સમય વધારી દીધો છે અને કમિટીની પ્રક્રિયામાં ગતિ લાવવાનું કહ્યું છે. કોર્ટે 4 સપ્તાહની અંદર રિપોર્ટ માગ્યો છે.

અમૃતસરમાં STFએ 8માંના વિદ્યાર્થી સહિત 4 સંદિગ્ધોની અટકાયત કરી
પંજાબ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (STF)એ અમૃતસરમાં મોટી કાર્યવાહી કરી. તેમને 4 સંદિગ્ધની અટકાયત કરી, જેમાં 8માં ધોરણનો એક વિદ્યાર્થી પણ સામેલ છે. આ ચારેય પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રીઓ પણ મળી આવી.

MNS પ્રમુખ રાજ ઠાકરેએ અયોધ્યા જવાનો કાર્યક્રમ રદ કર્યો, ભાજપ સાંસદે વિરોધ વ્યક્ત કર્યો હતો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ અયોધ્યાની મુલાકાત રદ કરી છે. તેઓ 5 જૂને અયોધ્યા જવાના હતા. ઠાકરેની મુલાકાતને લઈને ભાજપના સાંસદ બૃજકૃષ્ણ શરણસિંહે વિરોધ વ્યક્ત કર્યોહતો. તેમને ચેતવણી આપી હતી કે જ્યાં સુધીમાં રાજ ઠાકરે ઉત્તર ભારતીયોને 'અપમાનિત' કરવા માટે સાર્વજનિક રીતે માફી નહીં માગે, ત્યાં સુધી તેમને ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે.

જમ્મુ કાશ્મીરના રામબનમાં નિર્માણધીન ટનલનો ભાગ ધ્વસ્ત થયો, 7 મજૂરો ફસાયા હોવાની આશંકા

જમ્મુ કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. રામબન નેશનલ હાઈવે પર નવનિર્મિત ટનલનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો છે. સમાચાર મળતા જ પોલીસ અને સેનાએ તાત્કાલિક જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું. આ દુર્ઘટનામાં 2 મજૂરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા, તો 7 મજૂરો ફસાયા હોવાની આશંકા છે.રામબનના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે બચાવ અભિયાન હાલ ચાલી રહ્યું છે.

અશોક ગહેલોતે કહ્યું- ધર્મની રાજનીતિ લોકશાહી માટે ખતરો

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જ્ઞાનવાપી મસ્જિદ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે આજે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે તે આપણે જોઈ રહ્યાં છીએ. કેન્દ્ર સરકાર ધર્મના નામે રાજનીતિ કરે છે, આ લોકતંત્ર માટે ખતરારૂપ છે. જનતાએ તે સમજવું જોઈએ કે તેમને ધર્મના નામે ગેરમાર્ગે દોરવામાં આવે છે.

કાશ્મીરની જનતા ચૂંટણી ઈચ્છે છે- ઉમર અબ્દુલ્લા

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાનું કહેવું છે કે અહીંના લોકો હવે કંટાળી ગયા છે, હવે તેઓ પોતાની પસંદની સરકાર માટે વ્હેલામાં વ્હેલી તકે ચૂંટણી ઈચ્છે છે. કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરને સંભાળી નથી શકતા, અહીંના લોકો પોતાને સુરક્ષિત નથી સમજી રહ્યાં. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચૂંટણી કયારે થશે તો તેમને કહ્યું કે ટૂંક સમયમાં જ આ અંગેની જાણકારી સામે આવશે. ચૂંટણી પંચ થોડાં દિવસમાં જ આ અંગે નિર્ણય જાહેર કરશે.

અન્ય સમાચારો પણ છે...