• Gujarati News
  • National
  • On Gyanvapi, Mehbooba Said Let These People Give A List Of Mosques, Owaisi Said Gyanvapi Will Remain There Till Doomsday.

ભાસ્કર LIVE અપડેટ્સ:જ્ઞાનવાપી પર મહેબૂબાએ કહ્યું- આ લોકો મસ્જિદોની લિસ્ટ આપી દે, ઓવૈસી બોલ્યા- જ્ઞાનવાપી કયામત સુધી ત્યાં જ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે આ લોકો હવે જ્ઞાનવાપી મસ્જિદની પાછળ પડી ગયા છે. તેમને મસ્જિદમાં જ ભગવાન મળે છે. તે અમારી મસ્જિદો છે. અમને તે તમામ મસ્જિદની યાદી આપી દે, જેના પર તમે નજર રાખી રહ્યાં છો. તેમને સવાલ કર્યો કે જ્યારે તેઓ અમારું બધું લઈ લેશે, તો શું બધું બંધ થઈ જશે?

તો AIMIMના ચીફ અસદુદ્દીને ઓવૈસીએ કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી અને કયામત સુધી રહેશે ઈન્શાઅલ્લાહ. તેમને ટ્વિટર પર વીડિયો શેર કરીને કહ્યું કે અમે કોઈનાથી નહીં ડરીએ. ત્યાં મસ્જિદ હતી અને હંમેશા રહેશે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ક્લોરિન ગેસ લીક, 15 લોકોને શ્વાસ લેવામાં પરેશાની અને ગભરામણ પછી હોસ્પિટલ મોકલ્યા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જૂની ટાંકીને તોડવાના કેસમાં સોમવારે કન્ટેનરથી ક્લોરિન ગેસ લીક થઈ. ઘટનામાં 15 લોકો ઘાયલ થયા. કામ પર લગાડવામાં આવેલી જેસીબીએ ભૂલથી આ કન્ટેનર તોડી નાખ્યું. જે બાદ લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી અને ગભરામણ થવા લાગી. લાલબાગ ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ જિતેન પાલે જણાવ્યું કે બે ગંભીર ઘાયલોને બેહરામપુર મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

બાળકોને ફ્લાઈટમાં જગ્યા ન આપવા અંગે DGCAની તપાસ પૂરી, કહ્યું- ઈન્ડિગોનો પેસેન્જર્સ સાથે વ્યવહાર યોગ્ય ન હતો

સ્પેશિયલ નીડવાળા એક બાળકને બોર્ડિંગ નહીં આપવાના મામલે એવિએશન રેગ્યુલેટર DGCAએ ઈન્ડિગો એરલાઈનને શોકોઝ નોટિસ આપી છે. DGCAની એક ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ એક ઘટનાની તપાસ બાદ રિપોર્ટમાં કહ્યું કે ઈન્ડિગોએ યાત્રિકોને અયોગ્ય રીતે હેન્ડલ કર્યા હતા. એરલાઈનના નિયમોનું પાલન પણ કરાયું ન હતું અને યાત્રિકોની સાથે યોગ્ય ટ્રીટમેન્ટ ન જાળવી શક્યા. ઘટના 7 મેનાં રોજ રાંચી એરપોર્ટની હતી. એરલાઈન પાસે 10 દિવસમાં જવાબ માગવામાં આવ્યો હતો.

કોર્બેવેક્સ વેક્સિનની કિંમત ઘટી, હવે 400 રૂપિયામાં મળશે​​​​​​​

બાયોલોજિકલ ઈ લિમિટેડે કોર્બેવેક્સ વેક્સિનની કિંમત ઘટાડી 250 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધી છે. હાલ તેની કિંમત 840 રૂપિયા છે. તમામ ટેક્સ સાથે ઉપભોક્તાને આ 400 રૂપિયા પ્રતિ ડોઝમાં મળશે. હાલ ઉપભોક્તાને 990 રૂપિયા આપવા પડે છે. કોર્બેવેક્સ 12થી 14 વર્ષના બાળકોને આપવામાં આવે છે. માર્ચમાં સરકારી કેનદ્ર માટે સરકારે તેની કિંમત 145 રૂપિયા ફિક્સ કરી હતી.

પાર્લામેન્ટ હાઉસની પાસે ઝુંપડપટ્ટીમાં આગ લાગી, ફાયરબ્રિગેડની 5 ગાડીએ કાબૂ મેળવ્યો​​​​​​​

દિલ્હીના પાર્લામેન્ટ હાઉસની પાસે મજૂરો માટે બનાવવામાં આવેલા શેલ્ટર હાઉસમાં સોમવારે બપોરે આગ લાગી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ 4.16 વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી. ફાયર બ્રિગેડની 5 ગાડીઓને તાત્કાલિક રવાના કરવામાં આવી અને આગ પર કાબૂ મેળવ્યો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગથી મજૂરોનો સામાન બળીને ખાક થઈ ગયો છે. અહીં સેન્ટ્રલ વિસ્ટામાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

મુંબઈમાં નિર્માણધીન બિલ્ડિંગમાં આગ, ઘટના સ્થળે ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ​​​​​​​
મુંબઈમાં સેશન કોર્ટની પાસે એક નિર્માણધીન બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ કોઈ પ્રકારની હાનિના કોઈ સમાચાર નથી.

ફારુક અબ્દુલ્લાનું કાશ્મીર ફાઈલ્સ પર મોટું નિવેદન, કહ્યું- ફિલ્મ પર પ્રતિબંધ ન લાગે ત્યાં સુધી કાશ્મીરી પંડિત પર હુમલાઓ નહીં અટકે

જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારુક અબ્દુલ્લાએ 'ધ કાશ્મીર ફાઈલ્સ' પર નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે અમે જમ્મુ કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો ઉઠાવવા LG મનોજ સિન્હાની મુલાકાત કરી છે. આ દરમિયાન તેમને કહ્યું કે આ ફિલ્મે દેશમાં નફરતને જન્મ આપ્યો છે. જો કાશ્મીર પંડિતો પર થઈ રહેલા હુમલાઓને રોકવા છે તો આવી ફિલ્મ પર પ્રતિબંધ લગાડવો જરૂરી છે.

બીકાનેરમાં ભીષણ રોડ દુર્ઘટનામાં મહિલા જજનું મોત, પાછળની સીટ પર બેઠાં હતા ADJ

બીકાનેર-ખાજૂવાલાના રસ્તે અનૂપગઢ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (ADJ) સરોજ ચૌધરીનું રોડ એક્સીડન્ટમાં મોત નિપજ્યું છે. સોમવારે સવારે તેમની કારને બોલેરોએ ટક્કર મારી હતી. અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં પાછળની સીટ પર બેઠેલા મહિલા જજનું મોત થઈ ગયું. દુર્ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બીકાનેરના પુગલ પોલીસ સ્ટેશનના ક્ષેત્રના નૂરસર-જામસર વચ્ચે થયો.

રાજસ્થાનના ડુંગરપુરમાં રાહુલ ગાંધી અને CM અશોક ગહેલોત, શિવ મંદિરમાં પૂજા કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાજસ્થાનના CM અશોક ગહેલોત રાજસ્થાનના ડુંગરપુરના બેણેશ્વર ધામ સ્થિત ભગવાન શિવના મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમને સાથે ભગવાન શિવની પૂજા કરી હતી.

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે બેઠક કરી, કહ્યું- બુલડોઝરનો અમે વિરોધ કરીશું​​​​​​​

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે દબાણની કાર્યવાહીના વિરોધમાં આપના ધારાસભ્યો સાથે બેઠક કરી. તેમને કહ્યું કે અમે લોકોને વિશ્વાસ અપાવીએ છીએ કે દબાણ અને ગેરકાયદે ઈમારતનું અમે સમાધાન કરીશું. આવી કોલોનીમાં રહેતા લોકોને અમે માલિકી હક્ક અપાવીશું. દિલ્હીને ઝુંપડપટ્ટીથી પણ મુક્ત કરાવીશું. તો શાહીન બાગ, મદનપુર ખાદર, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની, મંગોલપુરી, કરોલ બાગ, ખ્યાલા અને લોધી કોલોની સહિત દિલ્હીના અનેક વિસ્તારમાં ત્રણ નગર નિગમની કાર્યવાહી ચાલી રહી છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસની યાત્રા અંતર્ગત જમૈક પહોંચ્યા, એરપોર્ટ પર થયું જોરદાર સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની સવિતા કોવિંદ 4 દિવસની યાત્રા અંતર્ગત જમૈકા પહોંચ્યા. આ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની પહેલી મુલાકાત છે. રાષ્ટ્રપતિ કોવિંદનું એરપોર્ટ પર જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન જમૈકાએ વડાપ્રધાન એન્ડ્ર્યુ હોલ્નેસ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ રિયર એડમિરલ એન્ટોનેટ વેમિસ-ગોર્મન, જમૈકામાં ભારતના એમ્બેસેડર આર. મસાકુઈ અને તેમના પત્ની હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...