ભાસ્કર અપડેટ્સ:કાશ્મીરના પુલવામામાં બિહારના મજૂરો પર ગ્રેનેડ એટેક; આતંકી હુમલામાં 1નું મોત, 2 ઘાયલ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડ ફેંક્યા. અહીંના ગડૂરા વિસ્તારમાં થયેલી ઘટનામાં એક મજૂરનું મોત નિપજ્યું, જ્યારે 2 મજૂર ઘાયલ થયા છે. માર્યા ગયેલા મજૂરની ઓળખ મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ, જે બિહારનો રહેવાસી હતો. ઘાયલ મજૂર મોહમ્મદ આરિફ અને મોહમ્મદ મઝબૂલ પર બિહારના રહેવાસી છે.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે, આતંકીઓની શોધખોળ ચાલી રહી છે.

મુંબઈમાં NIAએ છોટા શકીલના સાથી સલીમ ફ્રુટની ધરપકડ કરી

NIAએ ગુરુવારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સલીમ કુરૈશી ઉર્ફે સલીમ ફ્રુટની ધરપકડ કરી છે. સલીમ સંબંધમાં છોટા શકીલનો બનેવી છે. NIAએ મેમાં સલીમની અટકાયત કરી હતી. તે સમયે દાઉદ ઈબ્રાહિમના 20 ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા.

4 દિવસની દિલ્હી મુલાકાતે બંગાળના CM, PM મોદી અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ચાર દિવસની યાત્રાએ દિલ્હી આવી રહ્યાં છે. અહીં બંગાળના CM શુક્રવારે સાંજે 4 વાગ્યે PM મોદી સાથે મુલાકાત કરશે, તો સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિને મળશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ દ્રૌપદી મુર્મુની મમતા બેનર્જી સાથે પહેલી મુલાકાત હશે. મમતાની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે તેમની પાર્ટીના નેતા પાર્થ ચેટર્જી વિરૂદ્ધ ED કાર્યવાહી કરી રહી છે.

મલ્લિકાર્જુન ખડગે યંગ ઈન્ડિયા ઓફિસ પહોંચ્યા, કહ્યું- EDએ મને પૂછપરછ માટે બોલાવ્યો ​​​​​​​

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે ગુરુવારે દિલ્હી સ્થિત યંગ ઈન્ડિયા ઓફિસ પહોંચ્યા. તેમને જણાવ્યું કે EDએ મને સમન આપીને પૂછપરછ માટે બોલાવ્યો છે. તેમને કહ્યું કે ડરાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. EDની ટીમ PMLA અંતર્ગત યંગ ઈન્ડિયા ઓફિસમાં તપાસ કરી રહ્યાં છે.

મનોજ તિવારીને તિરંગા યાત્રામાં બાઈક ચલાવવું મોંઘુ પડ્યું, 41 હજાર રૂપિયાનો દંડ થયો

દિલ્હીમાં ભાજપના સાંસદ મનોજ તિવારીએ 'દરેક ઘરમાં તિરંગા યાત્રા' દરમિયાન બાઈક રેલી કાઢી. આ દરમિયાન ટ્રાફિક પોલીસે તેમના દ્વારા અનેક નિયમ તોડવાને લઈને 41 હજાર રૂપિયાનું ચલણ ફાડ્યું છે. જેમાં હેલમેટ ન પહેરવી, લાઈસન્સ વગર બાઈક ચલાવવું, પોલ્યૂશન સર્ટિફિેકટ ન હોવું, હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ન હોવી જેવી વાત સામેલ છે. પોલીસે બાઈક માલિકને પણ દંડ ફટકાર્યો છે.

જસ્ટિસ યૂયૂ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બની શકે છે, CJI રમનાએ કેન્દ્રને ભલામણ કરી

જસ્ટિસ યૂયૂ લલિત દેશના 49માં CJI બની શકે છે. CJI એનવી રમનાએ કાયદા મંત્રી કિરન રિજિજૂને તેમના નામની ભલામણ કરી છે. CJI રમના 26 ઓગસ્ટે રિટાયર થશે. જસ્ટિસ લલિત 27 ઓગસ્ટનાં રોજ CJI તરીકે શપથ લઈ શકે છે. જો કે જસ્ટિસ લલિત પણ 74 દિવસ માટે જ CJI બનશે કેમકે 8 નવેમ્બરે તેઓ પણ રિટાયર થઈ જશે.

ભારતીય નેવીમાં અગ્નિવીર બનવા માટે સાડા 9 લાખ યુવાનોએ રજિસ્ટ્રેશન કર્યું, 82 હજાર મહિલાઓ પણ સામેલ

ભારતીય નેવીમાં વરિષ્ઠ માધ્યમિક ભરતી (SSR) અને મેટ્રિક ભરતી (MR) માટે રજિસ્ટ્રેશન બુધવારે બંધ થયું. જેમાં 80 હજારથી વધુ આવેદન મળ્યા. નેવીના સત્તાવાર હેન્ડલ પર કરવામાં આવેલા ટ્વીટમાં લખવામાં આવ્યું કે ભારતીય નેવીમાં અગ્નિપથ યોજના માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. 82 હજાર મહિલા ઉમેદવારો સહિત 9.55 લાખ લોકોએ અગ્નિવીર બનવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ઈરાકના સદરની અપીલ સંસદ ભંગ કરે અને ઝડપથી ચૂંટણી કરાવે

ઈરાનમાં જ્યારથી નવા વડાપ્રધાન તરીકે મોહમ્મદ શિયા અલ-સુદાનીના નામની જાહેરાત કરી છે ત્યારથી ઈરાકમાં તણાવ વધી ગયો છે. ઈરાકી શિયા ધર્મગુરુ મુક્તદા અલ-સદરે બુધવારે ઈરાકની સંસદને ભંગ કરવા અને ઝડપથી ચૂંટણી કરાવવાની અપીલ કરી છે. અલ-સદરે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું કે એક શાંતિપૂર્ણ, ક્રાંતિકારી અને લોકતાંત્રિક પ્રક્રિયા અને હાલની સંસદને ભંગ કર્યા પછી અને ચૂંટણી બાદ જૂના ચહેરાઓ માટે કોઈ જગ્યા નહીં હોય. સદરે ઈરાનના નજીકના ગ્રુપની સાથે વાતચીતને ફગાવતા કહ્યું કે તેનો કોઈ ફાયદો નથી.

અન્ય સમાચારો પણ છે...