જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં શનિવારે સિક્યોરિટી ફોર્સે એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર કર્યો. બે સૈનિક અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. આ દરમિયાન સેનાનો એક ડોગ 'એક્સેલ' પણ મોતને ભેટ્યો છે.
ઝિમ્બાબ્વે ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમ જાહેર, દીપક ચાહરની વાપસી
ઝિમ્બાબ્વે ટૂરને લઈને શનિવારે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવાઈ છે. શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દીપક ચાહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટૂરમાં વનડે મેચ રમાશે. ટૂર 18 ઓગસ્ટથી શરૂ થશે.
પટનાની કોલેજમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો વિરોધ, સ્ટૂડન્ટ્સે લગાવ્યા 'ગો બેક'ના નારા
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને શનિવારે પટનામાં એક કોલેજમાં વિરોધનો સામનો કરવો પડ્યો. વિદ્યાર્થીઓએ નડ્ડાને જોતા જ ગો બેકના સૂત્રોચ્ચાર કર્યા. સેન્ટ્રલ યુનિવર્સિટીની માગને લઈને કેટલાંક છાત્રોએ વિરોધ પ્રદર્શનો કર્યા. હોબાળો કરી રહેલા છાત્રોને પોલીસે સમજાવવાના પ્રયાસ કર્યા, પરંતુ તેઓ ન માન્યા. જે બાદ પોલીસે લાઠીચાર્જ કરીને હોબાળો કરી રહેલા છાત્રોઓને ખદેડ્યા.
EDએ HALના ફંડની હેરાફેરીના મામલે 2.39 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી
EDએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના ફંડની હેરાફેરીના કેસમાં PMLA એક્ટ અંતર્ગત 2.39 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસમાં જપ્તી ભાબેન મૈત્રા, બ્રિપા ચરણ મહારાણા, સદાનંદ નાયક અને અન્યને ત્યાં થઈ છે.
આ ઉપરાંત પોન્જી કૌભાંડ મામલે કટકના પૂર્વ ધારાસભ્ય પ્રવત રંજન બિસ્વાલની 3.92 કરોડ રૂપિયાની ચલ અને અચલ સંપત્તિ જપ્ત કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ જપ્તી 261.92 કરોડ રૂપિયાની કરવામાં આવી છે.
બાંગ્લાદેશમાં ટ્રેને બસને ટક્કર મારી, 11 લોકોનાં મોત
બાંગ્લાદેશના ચટગાંવ જિલ્લામાં રેલવે ક્રોસિંગ પર દુર્ઘટના ઘટી. એક મિની બસ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. આ દરમિયાન મિની બસમાં સવાર 11 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે.
ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ મૃત્યુ પામનારાઓમાં 7 છાત્ર સામેલ છે. આ દુર્ઘટના મીરશરઈ ઉપજિલ્લામાં થઈ. મિની બસમાં કોચિંગ સેન્ટરના છાત્ર અને શિક્ષક હતા. મિની બસ રેલવે ક્રેસિંગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઢાકા જતી પ્રોવતી એક્સપ્રેસ સાથે અથડાઈ હતી.
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં એન્કાઉન્ટર, આતંકી ઠાર; સિક્યોરિટી ફોર્સે વિસ્તારમાં કરી નાકાબંધી
જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં શનિવારે પોલીસ અને સિક્યોરિટી ફોર્સની આતંકીઓ સાથે અથડામણ થઈ, જેમાં એક આંતકી ઠાર થયો છે. પોલીસને કરેરી વિસ્તારના વાનીગામ બાલામાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી, જે બાદ સિક્યોરિટી ફોર્સે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હજુ પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
નવી શરાબ નીતિ લાગુ થાય તેના બે દિવસ પહેલાં આપ સરકાર પલટી, ફરી જૂની નીતિ લાગુ કરી
દિલ્હીની આપ સરકારે નવી શરાબ નીતિને લાગુ કરવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. નવી નીતિને લાગુ થવામાં માત્ર બે જ દિવસ બાકી છે, તે પહેલાં આપ સરકારે છ મહિના માટે જૂની શરાબ નીતિ ફરીથી શરૂ કરી દીધી છે.
દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ચાલી રહેલી તપાસ અને દિલ્હીના ઉપરાજ્યપાલ તેમજ દિલ્હી સરકાર વચ્ચે જોવા મળતા વિવાદ વચ્ચે આપ સરકારે આ નિર્ણય લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.