• Gujarati News
  • National
  • PK's Safe Election Formula, 80% Of Those Who Vote Should Be Given Both Doses Of The Vaccine

ભાસ્કર LIVE અપડેટ્સ:પુરીના જગન્નાથ મંદિરમાં ભક્તોની એન્ટ્રી અને દર્શન પર પ્રતિબંધ, 31 જાન્યુઆરી સુધી રહેશે રોક

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓરિસ્સાના પુરી જગન્નાથ મંદિરમાં ભક્તોની એન્ટ્રી અને દર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ રોક 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રહેશે. મંદિર પ્રબંધને આ પગલું દેશમાં કોરોનાના વધતા પ્રકોપને કારણે લીધો છે. આ પહેલાં પણ કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવાયો હતો. ભક્તોની એન્ટ્રી પર પ્રતિબંધ દરમિયાન પણ મંદિરમાં સામાન્ય પૂજા તેમજ અન્ય પરંપરાઓ ચાલતી રહેશે.

નાગપુરમાં અનેક જગ્યાએ આતંકી હુમલાનું અલર્ટ, પોલીસ કમિશનરે કરી પુષ્ટિ; RSS હેડક્વાર્ટરની સુરક્ષા વધારવામાં આવી​​​​​​​

​​​​​​​ નાગપુરમાં અનેક જગ્યાએ મોટા આતંકી હુમલાનું અલર્ટ જાહેર કરી દેવાયું છે. આ અલર્ટ પોલીસ કમિશનર અમિતેશ કુમારે શુક્રવારે જાહેર કર્યું છે. કુમારે કહ્યું કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ શહેરમાં અનેક જગ્યાએ ણોટા આતંકી હુમલા કરી શકે છે. આ સંગઠનના આતંકીઓ શહેરના પ્રમુખ સ્પોટ્સની રેકી કરી છે. જેમાં RSS હેડક્વાર્ટર પણ સામેલ છે. આ જાણકારી પછી RSS હેડક્વાર્ટરની સુરક્ષા વધારી દેવાઈ છે. આ મામલે નાગપુર પોલીસે UAPA અંતર્ગત અજ્ઞાત વ્યક્તિ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

કાનપુરમાં વેપારી મનીષને ગોરખપુરના છ પોલીસવાળાઓએ માર્યો, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કાનપુરના પ્રોપર્ટી ડીલર મનીષ ગુપ્તા હત્યાકાંડમાં CBIએ શુક્રવારે ચાર્જશીટ કોર્ટ દાખલ કરી છે. CBIએ ઈન્સ્પેક્ટર જેએન સિંહ, ત્રણ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને હત્યાના આરોપી ગણાવ્યા છે.

આ તમામ સામે CBIએ IPCની કલમ 302, 325, 323, 506, 218, 201, 34, 120બી અને 149 અંતર્ગત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. મનીષ પોતાના કેટલાંક સાથીઓની સાથે ગોરખપુર ગયા હતા, જ્યાં પોલીસવાળાઓએ હોટલમાં મારમારીને તેની હત્યા કરી.

શુક્રવારે આરોપી પોલીસવાળાઓએ પોતાની જામીન માટે કોર્ટમાં અપીલ કરી હતી. જો કે કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. એવામાં પોલીસવાળા હાલ જેલમાં જ રહેશે. યોગી સરકારની ભલામણ પર CBIએ 2 નવેમ્બરે આ કેસની તપાસ શરૂ કરી હતી.

પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત પહેલા મોટો નિર્ણય, ચૂંટણી પંચે કેન્ડિડેટ્સના ખર્ચની મર્યાદા વધારી

દેશના પાંચ રાજ્યોમાં આગામી બે મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થાયતે પહેલાં ચૂંટણી પંચે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ભારતીય ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી છે. હવે લોકસભા ચૂંટણી દરમિયાન કેન્ડિડેટ્સ પોતાના પાર્લામેન્ટ્રી વિસ્તારમાં વર્ષ 2014માં નક્કી કરાયેલા 70 લાખ રૂપિયાની જગ્યાએ 95 લાખ રૂપિયા અને 54 લાખ રૂપિયાની જગ્યાએ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. આ રીતે જ વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ 28 લાખ રૂપિયાની જગ્યાએ 40 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાની જગ્યાએ 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. પંચે આ ખર્ચ મર્યાદા પોતાની એક કમિટીની ભલામણના આધારે વધારી છે.

સરકારે જાહેર કર્યા GDPના અનુમાન, FY22માં ઈકોનોમી 9.2%થી વધવાની આશા
નાણાકીય વર્ષ 2021-22 (FY22)માં ભારતની GDP 9.2%ની દરથી વધશે, જ્યારે છેલ્લાં નાણાકીય વર્ષમાં તેનાથી 7.3%નો કોન્ટ્રેક્શન જોવા મળ્યું હતું. શુક્રવારે સરકારે અનુમાનિત આંકડાઓ જાહેર કર્યા છે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા અનુમાનિત આંકડા RBI દ્વારા જાહેર થયેલા આકંડાઓથી ઓછા છે. રિઝર્વ બેંકે ડિસેમ્બર 2021માં થયેલી મોનિટરી પોલિસી મીટિંગમાં 9.5%ની ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું. સરકાર ટેક્સ કલેક્શન અને રાજકોષીય ખોટના અનુમાન જેવા મહત્વપૂર્ણ આંકડાની ગણતરી માટે બજેટ પહેલા GDPનું અનુમાન જાહેર કરે છે.

PKની સેફ ઈલેક્શન ફોર્મૂલા, વોટિંગ કરનારા 80% લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવે

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફેબ્રુઆરીમાં 5 રાજ્યોમાં થનારી ચૂંટણીમાં સુરક્ષિત રીતે કોરોના ફોર્મ્યૂલ જણાવી
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફેબ્રુઆરીમાં 5 રાજ્યોમાં થનારી ચૂંટણીમાં સુરક્ષિત રીતે કોરોના ફોર્મ્યૂલ જણાવી

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ફેબ્રુઆરીમાં 5 રાજ્યોમાં થનારી ચૂંટણીમાં સુરક્ષિત રીતે કોરોના ફોર્મ્યૂલ જણાવી છે. તેઓએ ટ્વીટ કરીને કહ્યું કે ચૂંટણીવાળા રાજ્યોમાં ચૂંટણી પંચે 80% વસતિ માટે વેક્સિનના બંને ડોઝ ફરજિયાત કરી દેવા જોઈએ. ઝડપથી ફેલાતી મહામારી વચ્ચે ચૂંટણી કરાવવાની આ એક સુરક્ષિત પદ્ધતિ છે. આ ઉપરાંત બાકી બધું જ નકામું છે. કોવિડ એપ્રોપ્રિયેટ બિહેવિયર ગાઈડલાઇનનું કોઈ જ પાલન નથી કરતું. આ ગાઈડલાઇન એક મજાક છે.

વ્યાપમ કૌભાંડમાં કોર્ટનો ચુકાદો; PMT-2010માં ગરબડ કરવાના 6 દોષિતોને પાંચ-પાંચ વર્ષની જેલ
CBI મામલાની વિશેષ કોર્ટ, ગ્વાલિયરે PMT-2010માં ગરબડ કરનાર છ લોકોને પાંચ-પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે જ 3700 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મામલો બે પરીક્ષાર્થીઓ સાથે જોડાયેલો છે, જેઓએ પરીક્ષામાં પોતાની જગ્યાએ સોલ્વરને બેસાડ્યા હતા.

ધનબાદના જજની હત્યાના કેસમાં CBI નવા એન્ગલ પર કામ કરે છે
ધનબાદના જજ ઉત્તમ આનંદની હત્યાના મામલે હવે CBI નવા એન્ગલ પર કામ કરી રહી છે. CBIએ શુક્રવારે ઝારખંડ હોઈકોર્ટને જણાવ્યું કે, 'બની શકે છે કે મોબાઈલ લૂંટના પ્રયાસમાં તેમની હત્યા કરવામાં આવી હોય. તપાસ હજુ ચાલી રહી છે. બીજીવખત બ્રેન મેપિંગ અને નારકો ટેસ્ટમાં પણ કંઈ નથી મળ્યું. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું- CCTVમાં લૂટની કોઈ જ ઘટના જોવા નથી મળી રહી. જ્યારે તે સ્પષ્ટ જોવા મળે છે કે તેઓની હત્યા યોજનબદ્ધ રીતે જ થઈ છે.'

પુણેની કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણ વિરૂદ્ધ આપ્યા તપાસના આદેશ, કોરોનિલથી કોરોના ખતમ થશે તેવો દાવો કર્યો હતો
પુણેની એક લોકલ કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરૂદ્ધ ફરિયાદને લઈને તપાસના આદેશ આપી દીધા છે. આ સાથે જ આ તપાસનો રિપોર્ટ 7 ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવાનું કહ્યું છે. ફરિયાદકર્તાએ આરોપ લગાવ્યો કે પતંજલિએ કોરોનિલ અને સ્વસારીના માધ્યમથી કોવિડ-19 સામે 100% ઈલાજના ખોટા દાવાઓ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...