ભાસ્કર LIVE અપડેટ્સ:ફરી નજરકેદ થયા જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારુખ અબ્દુલ્લા, કેન્દ્રએ આપ્યો સુરક્ષાનો હવાલો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને જણાવ્યું કે સુરક્ષાનો હવાલો આપતાં મને ઘરથી બહાર નીકળવા દેવામાં નથી આવતો. ફારુખ હાલમાં જ એક કાર્યક્રમમાં શ્રીનગરથી જમ્મુ જવાની યોજના બનાવી રહ્યાં હતા. તે પહેલાં જ તેમને નજરકેદ કરવામાં આવ્યા.

જાન્યુઆરીમાં 7 મહિનાના રેકોર્ડ સ્તરે રિટેઈલ મોંઘવારી દર, આંકડો 6 ટકાને પાર
રિટેઈલ મોંઘવારી દરમાં વધારો નોંધાયો છે. જાન્યુઆરીનો મોંઘવારી ડેટા જાહેર કરાયો છે. જાન્યુઆરીમાં રિટેઈલ મોંઘવારી દર 6.01% નોંધાઈ છે જે ડિસેમ્બરના મહિનામાં 5.66% હતી. ડિસેમ્બર માટે રિટેઈલ મોંઘવારી દર રિવાઈઝ કરાયું છે અને આ 5.66% રહી. આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસની મહત્વની બેઠક મળી હતી. આ બેઠક પછી મીડિયા સાથે વાત કરતા શક્તિકાંત દાસે કહ્યું કે જાન્યુઆરીમાં મોંઘવારી દર 6 ટકાની આસપાસ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોંઘવારીનો લક્ષ્ય 4 ટકા રાખ્યો છે. 2 ટકાનું માર્જિન આપવામાં આવ્યું છે. મોંઘવારી માટે અપર લિમિટ 6 ટકા અને લોઅર લિમિટ 2 ટકા છે. એક વખત ફરી મોંઘવારી રિઝર્વ બેંકની શક્યતાને પાર થઈ ગઈ છે. નવેમ્બરમાં મોંઘવારી દર 4.91% , ઓક્ટોબરમાં 4.48% રહી હતી. એક વર્ષ પહેલાં ડિસેમ્બર 2020માં રિટેઈલ મોંઘવારી દર 4.59% હતી.

100 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકી
હિમાચલના શિમલામાં આજે એક બસ રામપુરમાં ઝાકરીમાં 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી, પરિણામે બસમાં સવાર 33 લોકોને ઈજા થઈ જેમાંથી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આસામમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ, કોઈ નુકસાન નહીં
આસામમાં સોમવારે બપોરે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 નોંધાઈ છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી મુજબ બપોરે લગભગ 2 વાગ્યે 58 મિનિટે ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ જોરહટથી 27 કિલોમીટર દૂર હતો. ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન કે જાનમાલનું નુકસાન થયું ન હતું. નેશનલ સેન્ટલ ફોર સીસ્મોલોજી મુજબ 4.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

તુર્કિશ એરલાઈન્સના પૂર્વ CEO ઝલ્કર આયસી એર ઈન્ડિયાના નવા CEO બન્યા

ટાટા સન્સે તુર્કિશ એરલાઈન્સે પૂર્વ CEO ઝલ્કર આયસી (Ilker Ayci)ને એર ઈન્ડિયાના નવા MD અને CEO બનાવ્યા છે. એર ઈન્ડિયાના બોર્ડની આજે મળી મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. બોર્ડની મીટિંગમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને વિશેષ નિમંત્રિત ગેસ્ટ હતા. આ નિમણૂકને લઈને તમામ રેગ્યુલેટરીની મંજૂરી લેવાની બાકી છે. ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની 100 પર્સેન્ટ ભાગીદારી ખરીદી લીધી છે. આ સાથે જ તેમની પાસે ત્રણ એરલાઈન્સ થઈ ગઈ છે. ટાટા ગ્રુપ એર ઈન્ડિયાના વર્તમાન કર્મચારીઓને પણ યથાવત રાખશે, જેની સંખ્યા લગભગ 8,500 જેટલી છે.

હાથમાં ત્રિરંગો લઈને શહીદોને શ્રદ્ધાંજલિ
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં લોલાબ વેલીમાં યુવાનો અને બાળકોએ આજે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શહીદોને યાદ કરતા હાથમાં ત્રિરંગો લઈને એક રેલી કાઢી હતી. 14 ફેબ્રુઆરી, 2019નાં રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

PSLV-C52નું સફળતાપૂર્વક લોન્ચિંગ, ત્રણ સેટેલાઈટ અંતરિક્ષમાં મોકલ્યાં
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ વર્ષ 2022ના પહેલાં સ્પેસ મિશન હેઠળ 3 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું છે. સોમવારે સવારે 5.59 વાગે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)ને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાંથી એક EOS-04 રડાર ઈમેજિંગ સેટેલાઈટ છે. જેને કૃષિ, વનોની અને વૃક્ષારોપણની સાથે માટીના ભેજ, જળ વિજ્ઞાન, પૂર અને હવામાનની સ્થિતિઓ સંબંધિત હાઈ રિઝોલ્યુશન ફોટા મોકલવા માટે ડિઝાઈન કરાયું છે. તમામ સેટેલાઈટ પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયા છે અને આગામી દિવસોમાં ડેટા મળવાનું શરૂ થઈ જશે.

પંજાબમાં આજે રાહુલની ત્રણ રેલી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પંજાબની મુલાકાતે છે. તેઓ હોશિયારપુર, રાજપુરા અને ગુરદાસપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. પંજાબમાં કોંગ્રેસને સત્તા ફરી મળે તે માટે રાહુલ ગાંધીએ 18 દિવસમાં ત્રીજી વખત પંજાબ યાત્રાએ છે. પહેલાં તેઓએ અમૃતસરના ધાર્મિક સ્થળોએ માથું નમાવ્યું હતું અને જલંધરમાં રેલી કરી હતી. જે બાદ લુધિયાણામાં ચરણજીત ચન્નીને CM ચહેરો જાહેર કરવા આવ્યા હતા. આ પહેલાં રવિવારે પ્રિયંકા ગાંધીએ જનસભા કરી તેમજ ડેરાબસ્સીમાં રોડ શો કર્યો હતો.

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022; જલંધરમાં PMની પહેલી ચૂંટણી રેલી, 20 ફેબ્રુઆરીએ મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે આજે પંજાબના જલંધરમાં ચૂંટણી રેલી કરશે. આ રેલી જલંધરના PAP ગ્રાઉન્ડમાં થશે. 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાનના કાફલમાં થયેલી ભૂલ પછી PM મોદીની આ પહેલી ફિઝિકલ રેલી હશે. PMની રેલીને જોતા રાજ્ય સરકારે તેમની સુરક્ષાની સઘન વ્યવસ્થા કરી છે. આદમપુરથી જલંધર સુધી ખૂણે ખૂણે પોલીસ અને કમાન્ડો તૈનાત છે.

પંજાબમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત તમામ 117 સીટ માટે 20મી ફેબ્રુઆરીએ મતદાન થશે. પંજાબમાં ચૂંટણી માટે પહેલાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું, પરંતુ તમામ રાજકીય રાજકીય પક્ષોના હસ્તક્ષેપ પછી તારીખમાં ફેરફાર કરીને 20 જાન્યુઆરી કરી દેવાઈ. ચૂંટણીના પરિણામ 10 માર્ચનાં રોજ જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...