ભાસ્કર LIVE અપડેટ્સ:સ્મૃતિ ઈરાની પહોંચી રાહુલના સંસદીય ક્ષેત્ર વાયનાડ, કહ્યું- હું ભાગતી નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય મહિલા તેમજ બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા. જ્યાં તેમને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમને કહ્યું કે જિલ્લામાં ઘણાં કામ થયા નથી. તેમને રાહુલ ગાંધી પર અમેઠીથી ભાગવાનો આરોપ પણ લગાવ્યો. બોલ્યાં- હું રાહુલ ગાંધી નથી, હું અમેઠીથી ભાગતી નથી. તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વાયનાડથી ચૂંટણી લડવાનો વિચાર કરશે, જો તેમની પાર્ટી તેમને કહેશે તો.

અમિત શાહે કહ્યું, અમેરિકા અને ઇઝરાયેલની જેમ વળતો હુમલો કરી શકે છે ભારત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બેંગલુરુમાં કહ્યું કે ભારત પોતાની સરહદની સાથે છેડછાડ કરનારાઓ પર અમેરિકા અને ઇઝરાયેલની જેમ પલટવાર કરી શકે છે. તેમને પુલવામા આતંકવાદી હુમલા પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઈક તરફ ઈશારો કર્યો. ગૃહ મંત્રીએ પૂર્વવર્તી કોંગ્રેસ સરકારને લચર સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર ગણાવતા કહ્યું કે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી હુમલો કરતા હતા તો ભારત નિવેદન જાહેર કરતા હતા પરંતુ વડાપ્રધાન મોદીની સરકાર બન્યા બાદ આ વસ્તુમાં સુધારો આવ્યો છે.

કોવોવેક્સ વેક્સિનની કિંમત 900 રૂપિયાથી ઘટીને 225 રૂપિયા થઈ, 12-17 વર્ષના કિશોર માટેની છે આ વેક્સિન

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ મંગળવારે કોવોવેક્સ વેક્સિનની કિંમતમાં ઘટાડો કર્યો છે. SIIએ દરેક ડોઝની કિંમત 900 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરી દીધી છે. જેમાં ટેક્સ સામેલ નથી. 12-17 વર્ષના કિશોરને કોવિડ-19 વેક્સિન માટે કોવોવેક્સ અને કોવિન પોર્ટલ પર સોમવારે જ સામેલ કરવામાં આવી છે.

ત્રિપુરામાં 24 રોહિંગ્યા પકડાયા, ગુવાહાટીના રસ્તે પહોંચ્યા હતા કુમારઘાટ​​​​​​​

ત્રિપુરામાં ઉનાકોટી જિલ્લામાં 24 રોહિંગ્યા પ્રવાસીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે એક ગુપ્ત સુચનાના આધારે કાર્યવાહી કરતા BSFના સોમવાર સાંજે જિતુર્દીઘીપુર તપાસ દ્વારા ત્રણ કારને રોકવામાં આવી. કારમાં સવાલ લોકો કુમારઘાટથી કૈલાશાહાર તરફ જઈ રહ્યાં હતા. ઉનાકોટી જિલ્લાના એસ પી કિશોર દેવવર્માએ કહ્યું, 'શંકાના આધારે તમામ સંદિગ્ધ રોહિંગ્યા પ્રવાસીઓની અટકાયત કરવામાં આવી છે. તેઓ ટ્રેનથી જમ્મુથી કોલકાતા અને ગુવાહાટીના રસ્તે કુમારઘાટ આવ્યા હતા. તેઓને કયાં જવાનું હતું તે અંગે કંઈ ખ્યાલ નથી.' 28 એપ્રિલે ઉત્તરી જિલ્લાના ધર્મનગર રેલવે સ્ટેશનની પાસે છ રોહિંગ્યા પ્રવાસીઓને પકડવામાં આવ્યા હતા.

LICના IPO પર કોંગ્રેસે સરકારને ઘેર્યું, કહ્યું- કિંમત ઓછી આંકવામાં આવી છે

LICનો IPO આવતીકાલે પબ્લિક માટે ઓપન થઈ રહ્યો છે. આ પહેલા કોંગ્રેસે સરકાર પર LICની કિંમતને ઓછી આંકવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે LICની સાચી વેલ્યૂ સરકાર તરફથી જણાવવામાં આવેલી કિંમતથી ઘણી વધુ છે. આ પહેલા પણ રોકાણને લઈને કોંગ્રેસ કેન્દ્ર પર પ્રહારો કરે છે.

LICના શેર્સને એન્કર રોકાણકારનો બંપર રિસ્પોન્સ
ભારતીય જીવન વીમા નિગમના શેરના એન્કર રોકાણકારો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ મામલાની જાણકારી રાખતા અધિકારીઓએ જણાવ્યું કે એન્કર રોકાણકારો માટે અનામત 5,620 કરોડ રૂપિયાના શેર સંપૂર્ણ રીતે સબ્સક્રાઈબ થઈ ગયા છે. જાણકારી મુજબ નોર્વેના વેલ્થ ફંડ નોર્ગેસ બેંક ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને સિંગાપુર સોવરેન વેલ્થ ફંડ જીઆઈસી સહિત અનેય એન્ક રોકાણકારોને 4 મેનાં રોજ IPO ખુલતા પહેલા શેર ફાળવવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના બારામૂલમાં આંતકિઓની મદદ કરનાર બે લોકોની ધરપકડ, 1.5 કરોડ રૂપિયાની હેરોઈન જપ્ત

જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ અંતર જિલ્લા નાર્કો આતંકી મોડ્યૂલનો ભાંડો ફોડેયો છે. પોલીસે બારામૂલાથી આતંકવાદિઓને બે સહયોગીને 1.5 કરોડ રૂપિયાની હેરોઈનની સાથે પકડ્યા છે. તેમની પાસેથી હથિયાર અને ગોળા બારુદ પણ મળી આવ્યા છે. આ જાણકારી પોલીસે આપી છે.

CM બદલાવવાના સમાચાર વચ્ચે કર્ણાટક પહોંચ્યા અમિત શાહ

કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાના સમાચાર વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની મુલાકાતે પહોંચ્યા છે. ગૃહમંત્રી મોડી રાત્રે HAL એરપોર્ટ પહોંચ્યા, અહીં CM બસવરાજ બોમ્મઈએ તેમનું સ્વાગત કર્યું. તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ કોઈ પણ પ્રકારના નેતૃત્વ પરિવર્તનનો ઈનકાર કર્યો છે. બોમ્મઈને 9 મહિના પહેલા જ રાજ્યની કમાન સોંપી હતી. સમાચાર એવા પણ છે કે બોમ્મઈ મંત્રીમંડળનો ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે. એવામાં શાહની આ મુલાકાત ઘણી જ મહત્વની માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...